હાઈકુ

૧-માઝમ રાત,
મોકલવા સંદેશ
સેલ ફોન થી.

૨-દિલની વાત
કહેવાય ના કદી,
કમાડ બંધ.

૩-ખીલી જો કળી,
બહાર જીંદગીમા
ઓરતા પુરા.

૪-ચાતક ઝંખે
બુંદ એક પાણીનુ,
ધીખતી ધરા.

૫-જોઈ દોડતી
ખીસકોલી બાગમા,
હસતું બાળ.

૬-કહેવાય ના
અને સહેવાય ના,
કોઈ તો પુછે!

૭-એક મકાન
બની જાય છે ઘર,
સંગ તમારે.

૮-આવી શરમ!
બેઆબરૂ યુવતી,
કાન તો બંધ!

શૈલા મુન્શા તા ૦૭/૨૬/૨૦૧૪

This entry was posted in Haiku. Bookmark the permalink.

2 Responses to હાઈકુ

  1. રાજેશ પટેલ says:

    બહુ જ ઓછા શબ્દોમાં હાઈકુ ધ્વારા
    આપના ધ્વારા રચાતી આ રચનાઓ
    કાબીલેદાદ છે,
    અભિનંદન………………

    Like

  2. SARYU PARIKH says:

    સરસ હાઈકુ લખવાની ફાવટ આવી ગઈ છે.
    તમારા અનુભવોનું લખાણ જોતી રહું છું.
    નિજાનંદ માટે લખતાં રહિયે. સરયૂ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.