Monthly Archives: May 2016

વાત અમારી ડુલસેની !!

“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, ક્યાંક પંખી ટહુક્યુંને તમે યાદ આવ્યા” હંસાબેન દવેના સુમધુર કંઠે ગવાયેલું આ ગીત ભલે જેને યાદ કરીને હરિન્દ્રભાઈ લખ્યું હોય પણ મને મારા નાનકડાં પંખીડા યાદ આવી ગયા જે બે ત્રણ વર્ષ અમારી … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

વાત અમારા એબડિઆસની!

“હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો ? મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું.”  કવિ દલપતરામ ચાર વર્ષનો એબડિઆસ અમારા ક્લાસમા થોડા વખત પહેલા જ આવ્યો.  બાળક નાનુ હોય કે … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

વાત અમારા ડેવિડની!

અમેરિકામાં સ્કૂલમાં બાળકોના એડમિશન ગમે ત્યારે થતાં હોય, કારણ નોકરીની બદલી, ઘરની બદલી આ બધી સહજ વાતો કહેવાય અને પબ્લિક સ્કૂલમાં  એ અરિયામાં રહેતા બાળકોને ના નપાડી શકાય. સામાન્ય ક્લાસમાં નવું બાળક આવે એને ગોઠવાતા બહુ વાર ન લાગે, પણ … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

વાત અમારા ગ્રેગરીની

 Echolalia is a condition associated with autism.  A children with echolalia repeat noises and phrases that they hear. It’s meaningless repetition of another person’s spoken words as a symptom of psychiatric disorder. આનો અનુભવ  અમને પણ થયો. “Echolalia” શબ્દ મેં પહેલીવાર અમેરિકામાં … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

મોનિકા-અમારી રાજકુમારી

“મને ઘેરે પતંગિયાંનું ટોળું કે મંન મારૂં ભોળું ! કૈં કેટલાય રંગ હું તો ઘોળું કે મંન મારૂં ભોળું !” સુરેશ દલાલની આ પંક્તિ વાંચી મને મોનિકા યાદ આવી ગઈ. મોનિકા અમારા ક્લાસમા લગભગ ત્રણ વર્ષથી છે. મોનિકા ત્રણ વર્ષની … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

ટ્રીસ્ટન

જિંદગી આખી મારી બાળકો વચ્ચે વીતી છે. મોટાથી માંડી નાના બાળકોને ભણાવ્યા છે. પણ ટ્રીસ્ટન જેવું બેવડું વ્યક્તિત્વ ભાગ્યે જ જોયું છે. સાડા ત્રણ વર્ષનો ટ્રીસ્ટન થોડા સમય પહેલા જ   સ્કૂલમાં દાખલ થયો. આફ્રિકન બાળક, શ્યામલ ચહેરા પર સફેદ દાંત મોતીની જેમ ચમકે. પોચા … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

વાત અમારા એ.જે (એડિયાસ) ની

“આંખો પર દ્રશ્યોના ઉઝરડા પડ્યા છે, કરમાયું સરોવરઃ કમળ પણ રડ્યાં છે!!”  સુરેશ દલાલ ના ઉઝરડા કાવ્યની આ પંક્તિ એ.જેને યાદ કરતાં યાદ આવી જાય છે. ઘણા વર્ષોથી અમેરિકામા મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરું છું અને  કેટલાય અનોખા બાળકો … Continue reading

Posted in Daily incidents. | 1 Comment