Monthly Archives: March 2011

એમી-૭

અમારી ચપળ અને ચબરાક એમી ને તો તમે સહુ ઓળખો જ છો.ક્યાંથી વાત પકડી લે તેનો કોઇ ભરોસો નહી. હમણા ક્લાસમા અમે બાળકો ને ઈમરજન્સીમા શું કરવાનુ તેના પાઠ શિખવાડીએ છીએ.આગ લાગે તો શું કરવાનુ,બહુ વરસાદ પડે અને પાણી ભરાઈ … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

વેદના

વિંધાય જો હૈયું તો નીતરે વેદના, તીર જો પોતીકાનુ, નીતરે વેદના. અણજાણે ખાય ઠેસ તો, વિસારે વેદના, જાણીને કરે કોઈ ઘાવ, નીતરે વેદના. પશુ જગમા ના કોઇ નિરર્થક વેદના, શિકાર ક્ષુધા અર્થે, નહિ આપવા વેદના. શબ્દોને પાલવડે હોય પ્રીતિ ને … Continue reading

Posted in poems | Leave a comment

કાલ

આજની તો ખબર નથી ને શીદ ચિંતા કાલની. ઊગી સવાર કેમ આથમશે, શીદ ચિંતા કાલની. માનવ ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ, શીદ ચિંતા કાલની. નથી જો કાંઈ હાથ આપણે, શીદ ચિંતા કાલની. કીડી ને કણ ને હાથી ને મણ, … Continue reading

Posted in poems | 2 Comments

જાઉં છું

આંસુ વ્યથાના નિરંતર પીતો જાઉં છું, ચહેરા પર ચહેરો ઓઢતો જાઉં છું. જમાનાએ દેખાડી તાસીર જુદીજુદી, એક નવી મંઝિલ શોધતો જાઉં છું. ક્યાંક ગમને ક્યાંક ખુશી,રહે ન બન્ને સાથ, તરાજુ માં હિસાબ બેઉનો તોળતો જાઉં છું. બળિયાના બે ભાગ એવી … Continue reading

Posted in Uncategorized | 1 Comment

આવી વસંત

ફૂટી એક કુંપળ, આવી વસંત, ટહુકી એક કોયલ ને આવી વસંત. રણકી ઝાંઝર નવોઢાની આવી વસંત, છંટાયો ગુલાલ ભઈ આવી વસંત. આંબે આવ્યાં મહોર, આવી વસંત મહેકતી એ મંજરી, આવી વસંત લહેરાતાં ઊભા મોલ, આવી વસંત, મેળે મહાલતાં નર નારી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મૌન

કુદરત નો હાહાકાર, વાચા બને મૌન, સ્થળ બને જળ, વાચા બને મૌન. આંખના ઝરોખે ખાલીપો, વાચા બને મૌન, ફેલાતી હથેળી નિઃસહાય, વાચા બને મૌન. ધરતીને પેટાળ ભૂકંપ, વાચા બને મૌન, મધદરિયે કાલિનાગનુ મંથન, વાચા બને મૌન ક્ષણમા વિનાશ ને નષ્ટ … Continue reading

Posted in poems | 1 Comment

સરહદ

ઊડતાં એ પંખી ના થંભે કોઈ સીમાડે ના કોઇ સરહદે વહેતો એ વાયુ ના બંધાય કોઈ સીમાડે ના કોઈ સરહદે. મુરખ બસ એક માનવી, નીત શોધે ઉપાય નવા નવા, કરી યુધ્ધ ને હિંસા, બસ! કેમ બાંધવા સીમાડા ને સરહદ. કોઈને … Continue reading

Posted in Uncategorized | 1 Comment