Author Archives: શૈલા મુન્શા

સાકી નથી!!

છે તરસ ને જામ ખાલી, સાથમાં સાકી નથી; માણવા સંગત સુરાની, ઝૂમતો સાથી નથી! હોંશ દેખાડી અદાકારી ભજવતો એ રહ્યો, તો ઉદાસી વેશ પાછળ શીદ પરખાતી નથી? પ્રીત ને પ્યાદું બનાવી ગોઠવી ચોસઠ નવી, ક્યાં ખબર બાજી રમતની, આજ મંડાતી … Continue reading

Posted in gazal | Leave a comment

કાલ

આજની તો ખબર નથી ને, શીદ કરે ચિંતા કાલની; ઊગી સવાર કેમ આથમશે, શીદ કરે ચિંતા કાલની! માનવ ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ, શીદ કરે ચિંતા કાલની; નથી જો કાંઈ હાથ આપણે, શીદ કરે ચિંતા કાલની! કીડી ને કણ … Continue reading

Posted in poems | Leave a comment

બચપણ!

યાદ બચપણની જે ભીતર, ઝંખવાશે ના કદી; ઘુમરાતી મન મહીં, એ વિખરાશે ના કદી! એક ભીની યાદ, સળવળતી અગોચર ગોખલે; ગૂંજતી ચારે દિશાએ, વિસરાશે ના કદી; દોડતું મન તીર વેગે, ઝાલવા છૂટે એ ક્ષણ; ખૂલતાં ધાગા સમયના, રેંહસાસે ના કદી! … Continue reading

Posted in gazal | 2 Comments

સુરેખા

સુરેખા આજે બહુ ખુશ હતી. સવારથી ઘરમાં ચહલપહલ થઈ રહી હતી. લાડકી પૌત્રી સુલક્ષણાનો ઉત્સાહ ચરમ સીમાએ પહોંચ્યો હતો. બધી તૈયારી એની દેખરેખ હેઠળ અને એની મરજી પ્રમાણે જ થઈ રહી હતી. આખરે એ જ તો ઘરની બોસ હતી. સવારના … Continue reading

Posted in Short stories | 7 Comments

હાઈકુ

હાઈકુ ૧ – વાગ્યો કાંટો ને, ઉઝરડાતો જીવ; ઘા ન રૂઝાય! 2- આક્રોશ ભારી! ભીતર ધૂંધવાય, જ્વાળા ના દિસે! ૩ – લીંપણ કરે, છુપાય ના જખમ, મૂળ તો ઊંડા! ૪ – ચરમ સીમા, લાંઘી હેવાનિયત, પ્રભુને પૂજે!! શૈલા મુન્શા તા.૦૭/૦૩/૨૦૨૦

Posted in Haiku | 1 Comment

કોરોના લગ્ન

કંઈ કેટલાય કોડ મા મનમાં સંવારતી, અંતરના આશિષ મુજ પર ઓવારતી; જન્મી જ્યાં હું, માંડવાનો કરતી વિચાર, ડગલે ડગલે એ ગુંથતી લાગણીના તાર! સરખી સહેલીઓની જ્યાં જામતી રમત, કોણ વરને કોણ કન્યાની મંડાતી મમત; હસતાં ખેલતાં વિતી રે! ગયું એ … Continue reading

Posted in Geet | Leave a comment

મધ્યાહ્ને સૂર્યાસ્ત

મધ્યાહ્ને સૂર્યાસ્ત સુશાંત સિંહ રાજપૂત, એક ઝળહળતો સિતારો, રુપેરી પડદાની દુનિયામાં પોતાની કેડી કંડારી રહ્યો હતો. આપબળે ટી.વીના નાનકડા પડદેથી ફિલ્મી જગતની ચકાચૌંધ રોશનીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યો હતો….. અને અચાનક જીવનનો અંત લાવી દીધો???? ફિલ્મી જગતથી … Continue reading

Posted in Articles | 2 Comments

જૂન બેઠક વક્તાઓની પંક્તિઓ!!

તારીખ ૨૦ જૂન ૨૦૨૦ શનિવાર સવારે ૧૦.૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ઝુમ બેઠકમાં યોજાયેલ ક થી હ સુધીની કક્કાવરી પર શેર, શાયરી ગીતના બોલ, જેમાં દસ સભ્યોએ ભાગ લીધો હતો. દરેક વક્તાએ કવિના નામ સાથે પોતાને મળેલા અક્ષર ઉપર … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ના ધારવું,

તમારું ગમતું બધું થાય ના ધારવું, મળ્યું તેટલું માણવું, મન શીદ મારવુંઃ આંધળા પાટાંની રમત જ છેતારામણી’ રોક્યું ના રોકાય મન, લાલચ લોભામણી! કરી દેશે ઈશ્વર બધું, ના માનવું, તમારું ગમતું બધું થાય ના ધારવું! વાત નાની ને વતેસર થાય … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ઊઘાડી આંખે!

ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં? ઉતરડાયેલ જીવતરના ટાંકા લેવાય કેટલાં!! સંબંધોના તુટ્યા તાર લાગણીમાં. વેંત ઓછી પડી ઈચ્છા માપણીમાં; ઉજ્જડ ધરા પર ચાસ કેવા, ધીખતાં હૈયાની આગ જેવા! એક સાંધો તુટે તેર, તો સંધાય કેટલાં? ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!! … Continue reading

Posted in Geet | 1 Comment