દાદીમા

દાદીમા શબ્દ વાંચી ને તમે વિચારતા હશો કે તમને કોઈના પણ, મારા તમારા કે કોઈ વડીલ દાદીમા વિશે વાંચવા મળશે તો મારે કહેવુ પડશે કે તમારી કલ્પના ના ઘોડા ની લગામ પકડી રાખો.
આજે હું વાત કરવાની છું મારી પાંચ વર્ષની સાહીરાની. આ વર્ષે એ મારા ક્લાસમા આવી. બાંગલાદેશ એમનુ વતન. માબાપ થોડા વર્ષોથી અમેરિકા મા આવી વસ્યા અને મોટી દિકરી તાહિરા ગયા વર્ષે દાખલ થઈ અને સાહીરા આ વર્ષે. પહેલે દિવસે જ સાહીરા ને ઓફીસ રજીસ્ટાર અમારા ક્લાસમા લઈ આવી. ફક્ત એડમિશન પેપર પણ ડોક્ટરી તપાસના કોઈ કાગળિયા નહી. સામાન્ય રીતે જે પણ બાળક અમારા ક્લાસમા (મંદ બુધ્ધિ ના બાળકો) આવે ત્યારે એમની માનસિક પરીસ્થિતી નો ચિતાર પેપરમા હોય અને એ પ્રમાણે એમને સ્પીચ કે ફીજીકલ ટ્રેઈનીંગ ની સગવડ મળે.
ખેર એની તો બધી માહિતી નર્સ અને શિક્ષક મળી ને લાગતા વળગતા ડોક્ટર નો અભિપ્રાય અને બધા ટેસ્ટ કરાવી મેળવી લેશે.
સાહીરા ને લેવા બપોરે એની બેન તાહીરા આવી. એને જોતા જ હું ઓળખી ગઈ કારણ દરરોજ એને બસમા થી ઉતરતા હું જોતી અને એ પણ મને ઓળખતી. મને જોઈ એને જરા નિંરાત થઈ.સાહીરા રડી કે નહિ વગેરે મને પુછવા માંડી. મે કહ્યું તુ ચિંતા ના કર એ તો બધા સાથે ભળી ગઈ એક જ દિવસ મા એને બીજાનો બહુ ખ્યાલ છે એ દેખાઈ આવે છે.
સાહીરાને ક્લાસમા બધુ બરાબર એની જગ્યા એ જોઈએ. બોલે ઓછુ પણ જાણે બધા પર હુકમ ચલાવતી હોય એવા એના હાવભાવ. એમા પણ ગ્રેગરી ની જાણે મોટી બેન હોય એમ એની આગળ પાછળ જ ફરે. અમે કાંઈ કહીએ તે પહેલા એ દોડીને ગ્રેગરી પાસે પહોંચી જાય.
રમત ના મેદાનમા પણ પોતે રમવાને બદલે ગ્રેગરીને રમાડવાનો, એ જો રમકડું ફેંકી દે તો દોડીને લઈ આવવાનુ, એમા જ એનુ ધ્યાન હોય.
આજે તો ખરી મજા આવી.
કાફેટેરિઆ માથી બાળકોને જમાડી અમે ક્લાસમા પાછા આવતા હતા. હું ગ્રેગરી નો હાથ પકડી સહુથી આગળ ચાલતી હતી વચ્ચે બધા બાળકો ને લાઈન મા ચલાવવાનો અમે પ્રયાસ કરતા હતા એટલે સમન્થા સહુથી છેલ્લે હતી. ગ્રેગરી નુ પેટ ભરાયેલુ હતુ એટલે એ ભાઈ પણ ગેલમા હતા. કુદકા મારી મારી ને ચાલતા ગ્રેગરી નો હાથ મે ગમ્મત માટે છોડ્યો અને એને જરા દોડવા દીધો. દડબડ દોડતા ગ્રેગરી નો પગ જરા લથડ્યો અને હું હાથ ઝાલવા જાઉં એ પહેલા તો સાહીરા પાછળ થી દોડતી આવી ને ગ્રેગરી ને પકડી લીધો અને મારી સામે એવી રીતે જોવા માંડી જાણે હમણા મને વઢી નાખશે. સમન્થા અને મારૂં હસવું રોકાતું નહોતુ. અમે બન્ને સાથે બોલી ઉઠ્યા, ” આ તો આપણી પણ દાદી છે”

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

4 Responses to દાદીમા

  1. SARYU PARIKH says:

    સરસ અનુભવની વાત લખવાની ફાવટ આવી ગઈ છે. ખૂબ શુભેચ્છા સાથે..સરયૂ

    Like

  2. chaman says:

    સરયૂબેન સાથે હું સંમત!
    લખતા રહો એ શુભેચ્છા સાથે.
    “ચમન”

    Like

  3. રાજેશ પટેલ says:

    બાળકોમાં એક બીજાને મદદ કરવાની કુદરતી પ્રેરણા સર્વત્ર જોવા મળે છે,
    પણ તેના પર ધ્યાન બહુ ઓછાનું હોય છે.
    આપ જેવા સહદયી શિક્ષકોનું ધ્યાન જો કે આ બાબતો ક્યારેય ચૂકતું નથી……..

    Like

  4. Pragnaji says:

    લખતા રહો એ શુભેચ્છા સાથે

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.