એક અહેસાસ

સવારે દસ વાગે મારા ફોન ની ઘંટડી રણકી. નંબર જોયો તો ફોન ભારત થી હતો. આમ તો અહીં હ્યુસ્ટનમા સ્કુલમા ઉનાળાની રજા પડી ગઈ છે. ૨૦૧૩-૨૦૧૪ નુ વર્ષ પુરૂં થયુ, પણ અમેરિકાની શૈક્ષણિક પધ્ધતિ પ્રમાણે નબળા વિધ્યાર્થી માટે એક મહિનો સ્કુલ હોય જ્યાં એમને પાસ થઈ આગલા ધોરણ મા જવા માટે એક તક આપવામા આવે.
હું મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરૂં છું એટલે એમને માટે પણ સમર સ્કુલ હોય જેથી જેટલું શીખ્યા હોય તે ભુલી ના જાય એટલે હું પણ સ્કુલ મા જ હતી. સામાન્ય રીતે શાળામા હું ફોન ઉપાડતી નથી. મારે જેને કરવો હોય તેને મારા જમવાના સમયે કરી લઉં, અપવાદ રૂપે જો ફોન મારા બાળકો કે પતિનો હોય તો વાત કરી લઉં અથવા ભરત નો નંબર હોય તો વાત કરૂ.
નંબર ભારત નો હતો પણ અજાણ્યો.ફોનમા હલ્લો કહ્યુ ને સામેથી પ્રશ્ન પુછાયો “હલ્લો, આપ શૈલાબેન બોલો છો? હું આપની વિધ્યાર્થીની વિભા બોલુ છું, બેન નામથી કદાચ તમે મને નહિ ઓળખો પણ ૧૯૮૫-૧૯૮૬ ની સાલના દસમા ધોરણ ના ક્લાસમા તમે અમારા શિક્ષીકા હતા.” ક્ષણભર હું અચંબિત થઈ ગઈ.હું હજી હા પાડું ત્યાં તો વાત આગળ વધી. “બેન અમે એ બેચના બધા વિધ્યાર્થી મળી આ વર્ષે ગુરૂપુર્ણિમા ઉજવવા માંગીએ છીએ. ૧૩મી જુલાઈ એ ગુરૂપુર્ણિમા છે. અમને ખબર છે તમે અમેરિકા છો, પણ બેન તમે તમારા આશિષ ની વિડિયો કે તમારા બે બોલ, ત્યાં તો એના હાથમાથી ફોન દેવેને લઈ લીધો.બે ત્રણ જણા વાત કરવા તત્પર હોય એવું લાગ્યું. બેન તમે જરૂર તમારા આશિર્વાદ અમને મોકલજો, અમે તો બને તો તમને વિડિયો કોન્ફરન્સ દ્વારા સાંકળી રૂબરૂ જોવાનો પ્રયત્ન પણ કરવાના છીએ.” મારી ખુશી ને મારા આશ્ચર્ય નો પાર નહોતો. નજર સમક્ષ એ બાળકોની આછી ઝાંખી થઈ રહી હતી
વીસ વર્ષ ભારત ની શાળામા શિક્ષીકા તરીકે ભણાવ્યું હતું. હજારો બાળકો હાથ નીચેથી પસાર થઈ ચુક્યા હતા અને આજે અચાનક કોઈ ફોન કરી કહી રહ્યું હતુ, “શૈલાબેન ઘણા શિક્ષકો પાસે ભણ્યા પણ તમને અને વશી સરને અમે બહુ યાદ કરીએ છીએ.”
લગભગ ત્રીસ વર્ષ બાદ કોઈ વિધ્યાર્થી ફોન કરે, તમને, તમે આપેલ જ્ઞાન ને યાદ કરે એનાથી વિઃશેષ કયો સરપાવ તમને જોઈએ. હર્ષ થી મારા રૂંવાડા ઉભા થઈ ગયા.
“તમને મારો ફોન નંબર ક્યાંથી મળ્યો” જવાબ મળ્યો “બેન ભણાવતા ત્યારે એક વાત તમે હમેશ કહેતા કે મન હોય તો માળવે જવાય, તો બસ મન હતું કે ક્યાંકથી શૈલાબેન ની ખબર મળે અને વિનુભાઈ સર ની તબિયત સારી ન હોવાથી એમની ખબર કાઢવા ગયા હતા ત્યાં એમના દિકરા રાજેશભાઈ મળ્યા અને ગુરૂપુર્ણિમા ની ઉજવણી ની વાત સાંભળી બોલ્યા, શૈલાબેન અમેરિકા છે પણ એમનો ફોન નંબર મારી પાસે છે”
બસ નંબર મેળવી તમને ફોન લગાડ્યો અને જુઓ તમારી સાથે વાત કરીએ છિએ.
જીંદગી આખી બાળકોને ભણાવવામા ગઈ છે. ભારત હતી ત્યારે મોટા બાળકો અને અહીં અમેરિકામા નાના મંદ બુધ્ધિના બાળકો. જ્યારે પણ આવો પ્રેમ મળે છે, જીવ્યું સાર્થક લાગે છે.
ફોનમા સાંભળેલો અવાજ એમા છલકતો અહોભાવ, એનો અહેસાસ તો એક શિક્ષક બની બાળકો ની દુનિયામ ડોકિયું કરો તો જ આવે.
આજે એ આનંદ, એ અનુભૂતિ ના અહેસાસથી સભર સભર છું.

શૈલા મુન્શા તા.૦૬/૨૪/૨૦૧૪

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

8 Responses to એક અહેસાસ

  1. સુંદર અહેસાસ.

    Like

  2. devikadhruva says:

    Excellent.excellent.
    Worth teaching, working.
    Happy for you, Shailaben.

    Like

  3. NAVIN BANKER says:

    આવા પ્રસંગે ખરેખર ખુબ આનંદ થાય એ સ્વાભાવિક છે. વિદ્યાર્થિનીઓ હજી પોતાના શિક્ષકોને યાદ કરીને સંપર્ક જાળવી રાખે છે એ સારી નિશાની છે. અભિનંદન, શૈલાબેન !
    નવીન બેન્કર

    Like

  4. hemapatel says:

    શૈલાબેન, ખરેખર આતો ઘણીજ ખુશીની વાત કહેવાય. તમારા માટે આ ક્ષણ અતિ આનંદ અને યાદગાર બની રહેશે. અભિનંદન.

    Like

  5. Trupti Thakkar says:

    congratulation aunty.. khub saras. bauj anand ni pal che tamari mate n amara jeva vachako mate pan. onces again abhinandan.

    Like

  6. રાજેશ પટેલ says:

    શિક્ષક તરીકેના મારા ૨૩ વર્ષના અનુભવને આધારે હું એટલું ચોક્કસ કહીશ કે……..

    બાળકો એ જ શિક્ષકોને યાદ કરે છે, જેમણે વર્ગખંડમાં દિલથી કામ કર્યું હોય,
    બાળકો કશુક પ્રાપ્ત કરે તેવી લાગણી જેના હદયમાં હંમેશાં રહી હોય,
    બાળકોને જેણે દિલથી ચાહ્યાં હોય…………

    આપના પ્રત્યે આપના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની લાગણી એ જ બાબતની પ્રતીતિ કરાવે છે કે…..
    આપશ્રીએ બાળકો સાથે દિલથી કામ કર્યું છે, દિમાગથી નહિ.
    આપે બાળકોને આપેલ પ્રેમ આજે વ્યાજ સહીત પરત થઇ રહ્યો છે………

    Like

  7. મનગમતા profession નો અહેસાસ કાંઈ જુદો જ હોય છે! સુંદર સંભારણા.

    Like

  8. Bimal Shah says:

    Awesome!! Ben, don’t have any words to express….. Namaste.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.