સેસાર

સેસાર તમને બધાને યાદ હશે. મજાનો, સદાય હસતો ને ગોળમટોળ મેક્સિકન છોકરો. બે વર્ષ અમારા PPCD(Pre-primary children with disability) ક્લાસ મા રહ્યો. આ ક્લાસના બધા છોકરા માનસિક રીતે પછાત નથી હોતા. ઘણા બોલતા મોડા શીખે અથવા થોડો વર્તણુક ને તોફાન નો પ્રશ્ન હોય.
સેસાર જ્યારે ત્રણ વર્ષ ની ઉંમરે ક્લાસમાં આવ્યો ત્યારે એક ઘડી ખુરસી પર બેસે નહિ, ટેબલ નીચે ભરાઈ જાય કે પછી આખા રૂમમાં દોડાદોડી.વાચા પણ ખુલી નહોતી. અંગ્રેજી જરાય સમજે નહિ. ઘરે થી સાથે લાવેલું રમકડું જો એની પાસેથી લઈ લઈએ તો રડીને, ચીસાચીસ કરીને આખો ક્લાસ માથે લે.
ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવી. તોફાનો થોડા કાબુમાં આવ્યા. ક્લાસની રીતભાત પ્રમાણે વર્તતા શીખ્યો. બોલતાં શીખ્યો. સવારે ક્લાસમા આવે ત્યારે એટલા લહેકા થી કહે (“Hi Ms Munshaw”) એવું નિર્દોષ હાસ્ય એના મોં પર હોય જાણે પરાણે વહાલો લાગે.
બે વર્ષમા તો એણે એટલી પ્રગતિ કરી કે આ વર્ષે અમે એને રેગ્યુલર કીંડર ના ક્લાસમા મોકલ્યો. એની બહેન પણ આ વર્ષે સ્કુલ મા Pre-K મા દાખલ થઈ.
ગઈકાલે અમારી સ્કુલમા ઓપન હાઉસ હતું. સ્કુલ ખુલે લગભગ મહિનો થયો એટલે મા બાપ ટીચર ને મળવા આવે અને પોતાના બાળક ની પ્રગતિ વિશે જાણે, સલાહ સુચન મેળવે.
હું મારા ક્લાસમાં અમારા વાલીઓ સાથે વાત કરતી હતી ત્યાં જાણે તુફાન મેલ ધસી આવ્યો હોય તેમ સેસાર ધસી આવ્યો. આવી ને જોરથી વળગી પડ્યો અને એ જ લહેકો ને એ જ હસતો ગોળમટોળ ચહેરો “Hi Ms Munshaw” એક સાથે કેટલા સવાલો ને કેટલી વાતો. ક્લાસમા નવા ટીચર ને જોઈ કહે મીસ મેરી ક્યાં છે? આ કોણ છે? મારો હાથ પકડી મને કહે ચાલો તમને મારી બેન પાસે લઈ જઉં.
પોતે મોટો ભાઈ અને આ સ્કુલ એની પોતાની એવી બહાદુરી એ બેન પાસે બતાડવા માંગતો હતો. એની મમ્મી ને મળી તો મને કહે સેસાર તમને ખુબ યાદ કરે છે. ઘર માં પણ દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક તમારો ને મેરી નો ઉલ્લેખ આવે જ. હું તો જોતી જ રહી ગઈ
બે વર્ષ પહેલાનો સેસાર મને યાદ આવી ગયો. જરા સરખી લાગણી ની આ બાળકો કેટલી મોટી કિંમત આપે છે, એક નમણું હાસ્ય કે બાથમા જકડીને વરસતું વહાલ.
આ વર્ષે ડેનિયલ એવો જ નવો છોકરો મારા ક્લાસમાં છે. એની વાતો અવાર નવાર પીરસતી રહીશ.

શૈલા મુન્શા. તા.૦૯/૨૧/૨૦૧૧.

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to સેસાર

  1. Navin Banker says:

    આપના ક્લાસના વિદ્યાર્થીઓની વાતો વાંચીવાંચીને હવે તો એવું લાગે છે કે હું પણ જાણે આપના વર્ગનો પેલો તોફાની સેસાર જ બની ગયો છું અને જાણે મારું બાળપણ પાછું આવી ગયું છે.
    ‘कोइ लौटा दे मुझे मेरे बीते हुए दिन ‘ या ‘ कागझकी कश्ती’ गाने की जरुरत हि नहीं रही’.

    સરસ.. હવે ડેનિયલને મળવાની રાહ જોઇશું.
    નવીન બેન્ક૨ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૧

    Like

  2. hemapatel says:

    શૈલાબેન બહુજ સરસ, સાચેજ બાળકો પ્રેમના ભુખ્યા હોય છે .જ્યાં પ્રેમ મળે ત્યાં દોડીને જાય .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.