Category Archives: Short stories

આત્મ સંતોષ

છત્રપતિ શિવાજી એરપોર્ટની લાઉન્જમાં બેઠેલી નિરાલી પોતાની ફ્લાઈટ આવવાની રાહ જોઈ રહી હતી. ફ્લાઈટ અમદાવાદથી આવી મુંબઈ થઈ ચેન્નાઈ પહોંચવાની હતી. સાંજની છ વાગ્યાની ફ્લાઈટ અને બે કલાકમાં ચેન્નાઈ, બસ રાતના જમવાના સમય પહેલા તો ઘરે પહોંચી જઈશ એ વિચારોને … Continue reading

Posted in Short stories | 6 Comments

દિકરી -શૈલા મુન્શા

વહેલી સવારે હોસ્પિટલના નીરવ એકાંતમા સીમા બારી પાસે ઊભી બહાર વરસતા બરફને જોઈ રહી હતી. રાતની આ શાંતિ અને બહાર સ્ટ્રીટ લેમ્પનુ અજવાળું. ખરતા બરફ સાથે સાથે ક્ષણો સરી રહી હતી. છેલ્લા બાર મહિના, એની જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. એ દર્દ, એ આઘાત માથી સીમા … Continue reading

Posted in Short stories | 2 Comments

ડાયરી!

અમેરિકા મા તો આમ પણ જીવન એટલુ વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તોય નિરાલી ના મનમા કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, સુતા એનો પીછો નહોતો છોડતો. અચાનક બનેલો કોઈ … Continue reading

Posted in Short stories | 7 Comments

આઈસક્રીમ!

આઈસક્રીમ શબ્દ સાંભળી ને જ મોઢામા પાણી આવી જાય! મોટા ભાગે સહુને આઈસક્રીમ ભાવતો હોય. રીયાને ખબર હતી કે મેઘાને આઈસક્રીમ બહુ જ ભાવે છે. આમ તો મેઘાને ખાવાની બહુ પંચાત!ભાવવા કરતા ન ભાવવાનુ લીસ્ટ લાંબુ.મમ્મી બિચારી થાકી જાય. જુદી … Continue reading

Posted in Short stories | 1 Comment

કયા સંબંધે!

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું … Continue reading

Posted in Short stories | 4 Comments

આવી વસંત

૧૯૩૦ની સાલ અને ભારતભરમા આઝાદી નો જુવાળ. ગાંધીજી ની દાંડીકુચ ની હાકલ. ઘરે ઘરથી લોકો દાંડીકુચમા જોડાવા નીકળી પડ્યા હતા. રમણભાઈ પણ એમાના એક હતા. શાંતાબેનની પણ ઘણી ઈચ્છા હોવા છતા એ જોડાઈ ના શક્યા કારણ એમને છેલ્લા દિવસો જતા … Continue reading

Posted in Short stories | 2 Comments

છુટાછેડા

સોનેરી વાંકડિયા વાળ, અને પચાસ વર્ષે પણ જાજરમાન લાગે એવી એલિઝાબેથ એના મિત્ર વર્તુળમા એલીના નામથી જાણીતી. ગોરી ગોરી અમેરિકન યુવતી. જો કે યુવતી તો ના જ કહેવાય પણ જ્યારે પણ માઈકલનો ફોન આવે તો જાણે સોળ વર્ષની ટીનએજ બાળકી … Continue reading

Posted in Short stories | 1 Comment