ટચલી આંગળીએ ઝીલે, ગોવર્ધનધારી જોઈએ છે,
ડોલાવે ઈમાન વિશ્વામિત્રનુ, મોહિની જોઈએ છે!
માંગતા આપે, એવા તો મળે ભલેને હજારો,
લાખેણા ભામા’શા જેવી દિલદારી જોઈએ છે!
હો ગુમાન સૂરજને આપે ઉજાશ જગને સદા,
રોકવા અંધકાર, દિવડાની રોશની જોઈએ છે!
નથી કરવો જગનો ઉધ્ધાર, બની કોઈ મસીહા,
ઝેર જીવતરના પી શકું એવી ખુમારી જોઈએ છે!
રંગ બદલતી દુનિયામાં જ્યાં સહુ સગાં છે સ્વાર્થના,
બનાવે જીવન ઉન્નત, જણ એવો નિઃસ્વાર્થી જોઈએ છે!
ટચલી આંગળીએ ઝીલે, ગોવર્ધનધારી જોઈએ છે!!
શૈલા મુન્શા તા. ૦૫/૦૧૫/૨૦૧૯
How you think such a nice ideas to write such a nice poem!!!
LikeLike
Agree joie chhe>
LikeLike
Very well said!!
LikeLike
Excellent.
LikeLike
Dear Shailaben,
This is very true! Your thinking is outside of box. Its very high thinking and it sounds really reach!!
LikeLike