વાત અમારા એ.જે (એડિયાસ) ની

“આંખો પર દ્રશ્યોના ઉઝરડા પડ્યા છે,

કરમાયું સરોવરઃ કમળ પણ રડ્યાં છે!!”  સુરેશ દલાલ ના ઉઝરડા કાવ્યની આ પંક્તિ એ.જેને યાદ કરતાં યાદ આવી જાય છે.

ઘણા વર્ષોથી અમેરિકામા મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરું છું અને  કેટલાય અનોખા બાળકો સાથે  અવનવા અનુભવો થતા રહે છે, પણ કોઈ અનુભવ દિલને એક  ટીસ એક વેદના આપી જાય છે.

એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમા આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. માની ભુલની સજા એ ભોગવી રહ્યો છે. અમેરિકા મા સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે.ના કિસ્સામા પણ એવું જ કાંઈક બન્યુ.માની ઉંમર માંડ સોળ વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. એક દિવસ નશાની હાલતમા બે વર્ષના એ.જે.ને પછાડ્યો. કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. મા ને તો જેલ થઈ પણ નસીબે એ.જે.ના પિતા ઘણા સમજુ અને એ.જે.ની કસ્ટડી એમની પાસે અને એમને પણ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી હતી. શાળાની પિકનીક પર જવાનુ હોય તો એ હાજર, એ.જે ની તબિયત થોડી ખરાબ હોય અને ફોન કરીએ તો પંદર મીનિટ મા એને લઈ જવા હાજર. પેરેન્ટ-ટીચર કોન્ફરન્સ હોય તો હાજર. ઊંચા પહોળા અને વજન પણ ખાસું. હમેશ નરમાશ અને વિવેકથી વાત કરે અને અને અમારો એટલો આભાર માને કે જાણે એ.જે. માટે અમે શું નુ શું કરી નાખ્યું હોય.

આજ નો દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામા ટીસ ઉત્પન કરનારો બની રહ્યો.
પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામા ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી આજે સ્કુલે જવાનો જ કંટાળો આવતો હતો પણ થોડા દિવસમા નાતાલની બે અઠવાડિયાની રજા પડશે એ યાદ કરતાં હું  સ્કુલે પહોંચી. બાળકો પણ જાણે આળસી ગયા હોય તેમ ૭.૩૦ વાગ્યા સુધી કોઈ આવ્યું નહોતુ.

એ.જે.ની મા જેલમા થી છૂટ્યા પછી પોતાની ભુલ સમજી હતી, ને થોડા વખતથી એ.જે.ના મા બાપના સંબંધ મા સુમેળ દેખાતો હતો. સાથે તો નહોતા રહેતા, પણ ક્યારેક શનિ-રવિ એ.જે મા પાસે રહેતો અને સોમવારે સવારે મા એને સ્કુલમા લઈ આવતી.

આજે જ્યારે એ.જે. ની મા એને સ્કુલમા લઈને આવી, ત્યારે સ્કૂલ બસ પણ એ જ સમયે આવી એટલે હું બસમા થી અમારા બાળકોને ઉતારતી હતી. બાળકોને લઈને ક્લાસમા આવતા મે ડ્રાઈવરને કહ્યું પણ ખરૂં કે એ.જે. રજામા એની મમ્મી પાસે રહ્યો લાગે છે એટલે આજે એ લઈને આવી.
ક્લાસમા બાળકોને લઈનેઆવતા મેં જોયું કે,  એ.જે.ની મા ની આંખમા ઝળઝળિયાં અને સમન્થા સ્તબ્ધ ઊભી હતી.

એ.જે. ના પિતા રજા પડી એ જ દિવસે વહેલી સવારે ઊંઘમા જ અવસાન પામ્યા હતા. એ.જે. એના પિતા સાથેઘરમા એકલો. નસીબજોગે સવારે રજા મા શું કરવું છે તે પુછવા એ.જે.ની માએ, એ.જે.ના પિતાને ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ગભરાઈ ને એણે એપાર્ટમેન્ટની ઓફીસમા ફોન કર્યો અને વિનંતી કરી કે મહેરબાની કરી દરવાજો ખોલી જુવો કે બધું બરાબર છે કે નહિ? એ.જેના પિતાને હાર્ટની થોડી તકલીફ તો હતી જ. ઉંચા પહોળા, અને વજન પ્રમાણમા વધારે. એક કારણ એ પણ હોઈશકે કે એમને એ.જે.ની મા સાથે સંબંધ સુધારવા માંડ્યા હતા, જાણે કે એમને મનમા ઉગી આવ્યું હતું કે કદાચ મારી આવરદા વધુ નથી.

અપાર્ટમેન્ટની મેનેજરે પોલીસ બોલાવી એમની હાજરીમા દરવાજો ખોલ્યો ત્યાં સુધીમા બપોર થઈ ગઈ. એ.જે.ના પિતા પલંગ પર મૃત અવસ્થામા અને એ.જે.બાથરૂમના દરવાજા પાસે જમીન પર પડ્યો હતો.
પિતાની બાજુમા સુતેલો બાળક શું બની ગયું એનાથી અજ્ઞાત, ક્યારે સરકી જમીન પર આવ્યો અને આટલા કલાકો શું વિત્યું એના પર એ તો ભગવાન જ જાણે!!!
આજની સવાર આ સમાચાર લઈ આવશે એની કોઈને ખબર નહોતી.સમન્થા અને હું આઘાત માથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતાં.
એ.જે. મા ફક્ત એક જ ફેરફાર દેખાતો હતો. આજે એ જે એની પાસે આવે જે આવે,એનો હાથ સખત રીતે પકડી જાણે સુરક્ષિતા ને હુંફ માટે ફાંફા મારતો હોય એવું એવું લાગતું હતું. હમેશનો હસતો અને સહુને હાયને બાય કહેતો અણસમજુ એ.જે. શાંત બની ગયો હતો.

શૈલા મુન્શા.

 

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to વાત અમારા એ.જે (એડિયાસ) ની

  1. મા ને તો જેલ થઈ પણ નસીબે એ.જે.ના પિતા ઘણા સમજુ અને એ.જે.ની કસ્ટડી એમની પાસે અને એમને પણ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી હતી.

    —-
    ટીવી સિરિયલ ‘આપકી અંતરા’ યાદ આવી ગઈ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s