વાત અમારી તસનીમની!

મેં એક બિલાડી પાળી છે,

તે રંગે બહુ રૂપાળી છે,

તે હળવે હળવે ચાલે છે,

તેના ડીલ પર ડાઘ છે,

તે મારા ઘરનો વાઘ છે!

ચાર વર્ષની તસનીમ જોઈ મને આ બાળગીત યાદ આવી ગયું જે ગાઈ ગાઈને હું મોટી થઈ.

તસનીમ એક અરેબિક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને બિલાડી જેવી જ માંજરી આંખો. અરબી સ્ત્રીઓ રૂપાળી તો  હોય  જ છે, એમા કોઈ બે મત નથી.  તસનીમને પણ એ રૂપ ખોબલે ભરીને મળ્યું હતુ, પણ એ રૂપને જાણે ગ્રહણ લાગી ગયું હતુ.

નાતાલની રજા પહેલા જ તસનીમ સ્કૂલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, વગેરે. એક મોટો અને એક નાનો ભાઈ, પણ દેખાઈ આવે કે તસનીમ ઘરમા બોસ છે. તસનીમ ઘરની બિલાડી નહિ, પણ વાઘ છે એ દેખાઈ આવે!
શરૂઆતમા જે મન થાય તે ડ્રેસ પહેરી આવે,સ્કુલે આવવાનો કોઈ સમય નહિ, આઠ, નવ કોઈ પણ સમયે આવે. સ્કૂલના નિયમ અનુસાર એવું ન ચાલે, એટલે મીસ સમન્થાએ પહેલા ઘરે લેટર મોકલાવ્યો, પછી ફોન પર રૂબરૂ વાત કરી તસનીમને નિયમીત સ્કૂલે મોકલવા કહ્યું. પિતાનુ કહેવુ એમ કે આટલી ઠંડી મા તસનીમને વહેલી કેવી રીતે ઉઠાડુ?
પછી ખબર પડી કે મા બાપ છૂટાછેડા લઈ જુદા થયા છે અને બાળકો પિતા પાસે છે. આટલા નાના બાળકોની કસ્ટડી પિતા પાસે એટલે જરૂર મા કોઈ મોટા ગુનામા હશે. બાપને જુઓ તો હમેશ રઘવાયો લાગે. પોતે પણ અમેરિકાની કોલેજ ડીગ્રી લેવા ભણવા જાય, એટલે બાળકો ને લેવા કોઈવાર બીજા લોકો આવે. અલબત્ત બધાના નામ અમારા લીસ્ટમા હોય.
તસનીમ એની ખુબ વહાલી એ દેખાઈ આવે કારણ તસનીમ હમેશ એના પિતાની જ વાત કરતી હોય. ધીરેધીરે તસનીમ ક્લાસના નિયમ નુ પાલન કરવા માંડી. સ્કુલ બસમા આવવા માંડી. મારી કોઈ દિવસ પિતા સાથે રૂબરૂ મુલાકાત થઈ નહોતી. મે એમને દુરથી જોયા હતા, કોઈવાર બાળકોને મુકવા આવે ત્યારે, પણ વાતચીત નહોતી થઈ. હમણા જ વેલેનટાઈન ડે ગયો અને અમે બાળકો પાસે કાર્ડ બનાવડાવ્યા અને દરેક બાળકે પોતાના કાર્ડમા “I love you Mom and Dad” એવું લખાવ્યું. કોઈએ વળી “I love you Mom” લખાવ્યું, પણ જ્યારે તસનીમને પુછ્યું તો એ તરત બોલી “I love my Daddy”.
જો કે નાનકડી બાળકી માની કમી તો જરૂર અનુભવતી હશે, કદાચ એટલે જ   તસનીમને મારી અને મીસ સમન્થા સાથે ખુબ ફાવે. કોઈ પણ વાત કહેવી હોય તો અજબ લહેકાથી કરે. એકવાર એની ગાડી ખરાબ થઈ ગઈ હશે અને સ્કુલે આવતાં મોડુ થયું તો જાણે ફરિયાદ કરવા માંડી. “ડેડી ગાડી નવી લાવતા નથી, મારી વાત સાંભળતા નથી, મને મોડુ થાય છે,  એમ માંજરી આંખો ગોળ ઘુમાવતી જાય અને વાત કરતી જાય!

બે દિવસ પહેલા ઓફિસમા થી ક્લાસમા બઝર વાગ્યું અને તસનીમને ઘરે લઈ જવા ડેડી આવ્યા હતા એટલે એને લઈને હું ઓફિસમા ગઈ.
ડેડીને તસનીમ સોંપી કેમ છો કહ્યું. ડેડીએ મજામા નો વળતો જવાબ આપી મને પુછ્યું “મીસ મુન્શા કોણ છે”? હું કાંઈ બોલું તે પહેલા તસનીમ મને વળગતા કહે “આ મારી મીસ મુન્શા છે” હું તસનીમના ચહેરાની ખુશી અને આંખની ચમક જોઈ જ રહી. તસનીમના પિતા મને કહે ઘરે આવી તસનીમ ના મોઢે આખો દિવસ મીસ મુન્શા એ ગીત ગવડાવ્યા, મીસ સમન્થાએ એ.બી.સી.ડી કરાવી, મીસ મુન્શા બગીચામા લઈ ગઈ, એ જ વાતો સાંભળવા મળે છે. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દિકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો.
આ બાળકો ને જરા સરખો પ્રેમ આપતા કેટલા વ્યાજ સહિત એમનો પ્રેમ અમે પામીએ છીએ એ તો અમે જ જાણીએ છીએ. કોઈવાર એમના ભલા માટે કડક થઈને વાત કરીએ પણ બીજી મીનિટે આવીને વળગે ત્યારે બધો ગુસ્સો પળમા ગાયબ થઈ જાય.
આજે પણ  એ પળ મારી નજર સામે તરી આવે છે. તસનીમના પિતાના મોઢા પર છલકતી શાંતિ અને શિક્ષક પ્રત્યેનો અહોભાવ!!

શૈલા મુન્શા.

 

શૈલા મુન્શા. તા૦૨/૨૪/૨૦૧૪

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to વાત અમારી તસનીમની!

  1. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દિકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો.
    ——
    આ સંવેદનશીલતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા, આપણા અતિ ધાર્મિક અને ‘કર્મનો સિદ્ધાંત’ વાળા સમાજમાં ક્યારે આવશે?
    Hats off to Western values at least in regard to this.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s