વાત અમારી કાર્લાની !

“પંખી બનુ ઉડતી ફિરું મસ્ત ગગનમે,

આજમેં આઝાદ હું દુનિયાકે ચમનસે !”

રવિવારની સવારે આવતો “ગાતા રહે મેરા દિલ” કાર્યક્રમ મારો મનગમતો કાર્યક્રમ. સવારની કોફી પીતા પીતા જુના જમાનાના ગીતો સાંભલળવાની મજા કાંઈ ઓર જ હોય છે.

લતા મંગેશકરના મધુર કંઠે ગવાયેલું ફિલ્મ ચોરીચોરી નુ આ ગીત વાગતું હતુને અચાનક મને કાર્લા યાદ આવી. અમારી કાર્લા પણ મસ્ત મોજીલી પંખિણી જેવી જ હતી.

અમેરિકા આવી મે શાળામાં જ સહ શિક્ષીકાનુ કામ શરૂ કર્યું, અને પહેલેથી જ હું સ્પેસિઅલ નીડ વાળા બાળકો સાથે કામ કરતી આવી છું. શરૂઆત મેં “Life skill” ના ક્લાસથી કરી, જ્યાં એકથી પાંચ ધોરણના માનસિક વિકલાંગ બાળકો એક જ ક્લાસમા સાથે હોય.

આ ક્લાસમા પહેલા ધોરણનુ બાળક પણ હોય, અને પાંચમા ધોરણનુ બાળક પણ હોય. કાર્લા અમારા ક્લાસમા આવી ત્યારે એની ઉંમરના હિસાબે એને પાંચમા ધોરણના લેબલ પર દાખલ કરી. લગભગ દશ વર્ષની કાર્લા પણ બોલે કાંઈ નહિ, એક માસુમ સી મુસ્કાન ચહેરા પર હમેશા છલકતી હોય. માનસિક પ્રગતિ સાવ ધીમી, પણ જાણે એની કોઈ અસર નહિ. હાથ પકડીને જમવા લઈ જઈએ તો ચાલવા માંડે, ક્લાસમા રંગ પુરવા કાગળ પેન્સિલ આપીએ તો આડાઅવળા લીટા, કુંડાળા કર્યા કરે. બીજા મોટાભાગના માનસિક વિકલાંગ બાળકોની જેમ કાર્લાને પણ સંગીત ખુબ ગમે. એ સમયે એનો ચહેરો ઝગમગી ઉઠે.

પાર્કમા રમવા લઈ જઈએ ત્યારે તો ચંચળ પંખીની જેમ કાર્લા પોતાની મસ્તીમા ઝુમતી કોઈને કોઈ પંખીની પાછળ દોડતી હોય, અથવા તો આકાશે ઉડતા પંખી જોઈ હાથ ઊંચા કરી જાણે આ દુનિયાથી દુર પોતાની કોઈ દુનિયામા ખોવાઈ ગઈ હોય.

એક અનુભવ કાર્લા સાથેનો અહીં ટાંક્યા સિવાય રહી શકતી નથી. અમેરિકામા સ્પેસીઅલ નીડના બાળકોને ખુબ સગવડ મળે છે એ જગજાહેર વાત છે. આ બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ જ સ્કૂલમા થી પિકનીક પર લઈ જવામા આવે, અને દરેક જગ્યાએ  ખાસ મહિનામા એક દિવસ મોટાભાગે આ બાળકો માટે ફાળવવામા આવે જેથી કોઈની મજાક કે મશ્કરીનો ભોગ આ બાળકો ન બને.

જાન્યુઆરી મહિનામા અમે બાળકોને Children’s museum જોવા લઈ ગયા હતા. મહિનાનો પહેલો સોમવાર ફક્ત સ્પેસીઅલ નીડ બાળકો માટે હોય, એટલે વ્હીલ ચેરના બાળકો અથવા બીજા બાળકોને અંદર ફરવા ફરવામા બહુ તકલીફ ન પડે. અંદર જ્ઞાન સાથે ગમ્મતના ઘણા સાધનો હતા. નાનકડો ગ્રોસરી સ્ટોર જ્યાં બાળકો રમકડાના શાકભાજી, દુધ, ફળ, બ્રેડ બધુ ખરીદે અને કેશ રજિસ્ટર પર આવી ખોટી ડોલરની નોટ આપી વસ્તુ ખરીદે. ફેસ પેન્ટીંગ હોય, નાનકડી હોસ્પિટલ હોય, રમતના સાધનો હોય, લસરપટ્ટીને હીંચકા, રેતીમા રમવાનુ વગેરે. બાળકોને ખુબ મજા પડે.

હ્યુસ્ટનમા જાન્યુઆરી મહિનામા સારી ઠંડી હોય, એટલે બધા બાળકો જેકેટ પહેરીને આવ્યા હતા, પણ મ્યુઝિયમ ની અંદર હીટર ચાલતું હતુ, એટલે અમે બધા બાળકોના જેકેટ કાઢી એક મોટી પ્લાસ્ટીકની બેગમા ભરી અમારી સ્કૂલનુ નામ અને ટીચરનુ નામ લખી ઓફીસના ક્લાર્કને સાચવવા આપ્યું.

આવી જાહેર જગ્યાએ મોટાભાગે તો બાળકોના માબાપમા થી કોઈ એક અમારી સાથે હોય જ એટલે સાચવવાનુ સહેલું પડે, નહિતો બે શિક્ષક વચ્ચે બાર બાળકો સાચવવા અઘરા પડે. બે ચાર બાળકોના માબાપ ન હોય તો અમે સતત એમનો હાથ પકડી અમારી સાથે જ રાખીએ.

ઘરે જવાનો સમય થયો એટલે મીસ હોપેકે ફોન કરી બસને મુખ્ય દરવાજે આવી જવા કહ્યું, અને કાર્લાનો હાથ મને સોંપી એ ઓફીસમા બધાના જેકેટ લેવા ગઈ. હું બાળકો સાથે કેવી મઝા આવી અને કોને શું ગમ્યુ એમ વાત કરતી હતીને હોસે બોલી ઉઠ્યો “મીસ મુન્શા પ્લીઝ મારા બુટની દોરી બાંધી આપો”

ક્ષણવાર માટે કાર્લાનો હાથ છોડી વાંકા વળી મે હોસેના બુટની દોરી બાંધી આપી ને ઉભા થતા જોયું કે કાર્લા મારી બાજુમા નહોતી. મારો જીવ અધ્ધર થઈ ગયો, હાંફળા ફાફળાં મેં આજુબાજુ જોયુ,  એક ક્ષણમા કાર્લા ક્યાં જતી રહી? મીસ હોપેક આવી ને અમે બંને ચારેબાજુ શોધાશોધ કરવા માંડ્યા. અમે ઊભા હતા ત્યાં થોડે દુર જ કાચનો મોટો દરવાજો હતો અને ત્યાંથી બહાર ખુલ્લું આકાશ દેખાતું હતુ.

ત્યાં ઊભી અમારી કાર્લા “પંખી બનુ ઉડતી ફિરૂં મસ્ત ગગનમે ના ખયાલોમા ડુબી ઉંચે ઉડતા પંખીઓને દુનિયાથી બેખબર બની નિર્દોષ હાસ્ય સાથે મનભર માણી રહી હતી!!!!

શૈલા મુન્શા.

 

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s