વાત આ દાદીમાની (અમારી સાહીરા)

“માનવી ભાળી અમથું અમથું

આપણું ફોરે વ્હાલ;

નોટને સિક્કા નાખ નદીમાં,

ધૂળિયે મારગ ચાલ!” – મકરંદ દવે

મકરંદભાઈ જેવા આધ્યાત્મિક અને અલગારી કવિની આ પંક્તિ અમારા આ અનોખા બાળકો માટે જ જાણે સર્જાઈ હોય એવું લાગે છે.

દાદીમા શબ્દ વાંચી ને ચમકી ગયાને!!!

તમે વિચારતા હશો કે  અરે! બાળકોની વાત કરતાં કરતાં આ દાદીમા ક્યાંથી આવી ગયા? ભાઈસા’બ જરા તમારા વિચારોની લગામને કાબુમા રાખો. આ કોઈ મારા કે તમારા દાદીમાની વાત નથી, પણ અમારી સાહીરા જેનો રૂઆબ કોઈ દાદીમાથી ઓછો ઉતરતો નથી, એની વાત કરવી છે.
સાહીરા આ વર્ષે જ  અમારા ક્લાસમા આવી. બાંગલાદેશ એમનુ વતન. માબાપ થોડા વર્ષોથી અમેરિકામા આવી વસ્યા હતા, ને બે દિકરીઓમાં મોટી તાહીરા  ગયા વર્ષથી સ્કૂલમા આવતી હતી. રોજ એને બસમાથી ઉતરતા જોઉં. વિનય સભર, હસમુખો ચહેરો અને રોજ હસીને ગુડ મોર્નીગ કહે. એટલી અમારી ઓળખાણ. તાહીરા ચોથા ધોરણમા અને ક્લાસમાં એની ગણત્રી હોશિયાર વિધ્યાર્થીઓમાં થાય.

બીજા વર્ષે એની બહેન સાહીરા આવી. આટલા વર્ષો સાહીરા બાંગ્લાદેશ એના દાદા, દાદી પાસે હતી, એટલે લગભગ પાંચ વર્ષની થઈ ત્યારે સ્કૂલમા આવી. દાદા દાદીના લાડ પ્યાર અને ઘરમાં પણ સહુથી નાની એટલે બધું એનુ ધાર્યું જ થાય. સાહીરાને  પહેલે દિવસે જ ઓફીસ રજીસ્ટાર અમારા ક્લાસમા લઈ આવી. બહુ બોલતી નહિ અને પુરતા પેપર નહોતા, એટલે અમારા મંદ બુધ્ધિના બાળકોના ક્લાસમા  દાખલ કરી.

ફક્ત એડમિશન પેપર માબાપે ભરીને આપ્યું હતુ. બાંગ્લાદેશમા એ કોઈ સ્કૂલમા ગઈ નહોતી એટલે બીજી કોઈ વિશેષ માહિતી નહોતી.  સામાન્ય રીતે જે પણ બાળક અમારા ક્લાસમા (મંદ બુધ્ધિ ના બાળકો) આવે ત્યારે એમની માનસિક પરીસ્થિતી નો ચિતાર પેપરમા હોય અને એ પ્રમાણે એમને સ્પીચ કે ફીજીકલ ટ્રેઈનીંગ ની સગવડ મળે.
અમેરિકાની સ્કૂલમા આ બધા નિયમો જરા સખ્તાઈથી પાળવામા આવે છે, એટલે, બધી માહિતી નર્સ અને શિક્ષક મળી ને લાગતા વળગતા ડોક્ટર નો અભિપ્રાય અને બધા ટેસ્ટ કરાવી મેળવી લેશે.
સાહીરા ને લેવા બપોરે એની બેન તાહીરા આવી. એને જોતા જ હું ઓળખી ગઈ કારણ દરરોજ એને બસમા થી ઉતરતા હું જોતી અને એ પણ મને ઓળખતી. મને જોઈ એને જરા નિંરાત થઈ.સાહીરા રડી કે નહિ વગેરે મને પુછવા માંડી. મે કહ્યું તુ ચિંતા ના કર એ તો બધા સાથે ભળી ગઈ એક જ દિવસ મા એને બીજાનો બહુ ખ્યાલ છે એ દેખાઈ આવે છે.
સાહીરાને ક્લાસમા બધુ બરાબર એની જગ્યા એ જોઈએ. બોલે ઓછુ પણ જાણે બધા પર હુકમ ચલાવતી હોય એવા એના હાવભાવ. એમા પણ  અમારા નાનકડા ગ્રેગરી ની જાણે મોટી બેન હોય એમ એની આગળ પાછળ જ ફરે. અમે કાંઈ કહીએ તે પહેલા એ દોડીને ગ્રેગરી પાસે પહોંચી જાય.
રમત ના મેદાનમા પણ પોતે રમવાને બદલે ગ્રેગરીને રમાડવામાં જાણે એને વધારે મજા આવે. ગ્રેગરી પણ એવો જ રમતિયાળ અમેરિકન બાળક. ગોરો ગોરો ને સુંવાળા ગાલ. સાહીરા એની બધી વસ્તુનુ ધ્યાન રાખે, જાણે ચોવીસે કલાક એની નજર ગ્રેગરી પર જ હોય. એ જો રમકડું ફેંકી દે તો દોડીને લઈ આવવાનુ જમતી વખતે એનુ ધ્યાન પોતાના જમવા કરતાં હું ગ્રેગરીને બરાબર જમાડું છું કે નહિ, એના પર જ નજર હોય,
આજે તો ખરી મજા આવી.
કાફેટેરિઆ માથી બાળકોને જમાડી અમે ક્લાસમા પાછા આવતા હતા. હું ગ્રેગરી નો હાથ પકડી સહુથી આગળ ચાલતી હતી વચ્ચે બધા બાળકો ને લાઈન મા ચલાવવાનો અમે પ્રયાસ કરતા હતા એટલે સમન્થા સહુથી છેલ્લે હતી. ગ્રેગરીનુ પેટ ભરાયેલુ હતું એટલે એ ભાઈ પણ ગેલમા હતા. કુદકા મારી મારી ને ચાલતા ગ્રેગરી નો હાથ મેં ગમ્મત માટે છોડ્યો અને એને જરા દોડવા દીધો. દડબડ દોડતા ગ્રેગરી નો પગ જરા લથડ્યો અને હું હાથ ઝાલવા જાઉં એ પહેલા તો સાહીરાએ પાછળ થી દોડતા આવી ને ગ્રેગરી ને પકડી લીધો અને મારી સામે એવી રીતે ગુસ્સા ભરી નજરે જોવા માંડી જાણે હમણા  ને હમણા મને વઢી નાખશે.

ઘરના દાદીમાનો ગુસ્સો જાણે નવી આવેલી વહુથી કાંઇ ભુલ થઈ જાય ને સાતમા આસમાને જાય એમ અમારી ત્રણ ફૂટની સાહીરાનો ચહેરો જોવા જેવો હતો.

સમન્થા અને મારૂં હસવું રોકાતું નહોતુ. અમે બન્ને સાથે બોલી ઉઠ્યા, ” આ તો આપણી પણ દાદીમા છે.

શૈલા મુન્શા.

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s