હસવુ કે રડવું

 

અમેરિકામા વર્ષોથી મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરુ છું, અને આ બાળકો નો વિકાસ ધીમો હોય કે પ્રગતિ બીજા સામાન્ય બાળક જેટલી ના થાય એ સમજી શકાય એમ છે, તોય આ બાળકો ઘણીવાર અમને અચંબિત કરી દે છે ને અમને લાગે છે કે આ બાળકો જેવા હોશિયાર કોઈ નથી. જરા સરખા પ્રેમનુ કેવું મોટુ વળતર તમને આપે કે તમારો બધો થાક ઉતરી જાય.

આજનો પ્રસંગ કોઈ બાળકની નાદાનિયતકે મસ્તી કે માનસિક મંદતાનો નથી, પણ વયસ્ક વ્યક્તિ, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિ કોઈ વાર એવો નાદાની ભર્યો વ્યવહાર કરે એનો છે.
ભારત અને અમેરિકાની શિક્ષણ પધ્ધતિમા ફરક છે. અહિં બાળકોને ખાસ કરીને પ્રાથમિક કક્ષાના બાળકોને (No child left behind)(અહીંયાની પધ્ધ્તિ પ્રમાણે) પરિક્ષામા નાપાસ થાય તો,  વરસના અંતે ફરી એક મહિનો ભણાવી અને મહિના ના અંતે ફરી એની પરિક્ષા લેવામા આવે છે,અને એ પરિણામ પર નક્કી થાય કે એ આગલા ધોરણમા જશે કે નહિ.
ગયા વર્ષે અમે અને અમારા બાળકો બીજી સ્કુલમા આ વધારા ના અભ્યાસ માટે ગયા હતા, કારણ અમારી જુની સ્કુલ તોડીને નવી બંધાઈ રહી હતી. અમારા વિસ્તારની બીજી પ્રાથમિક શાળાએ અમને ઘણો સહકાર આપ્યો અને અમારા બધાનો સમાવેશ અહીયા જેને સમર સ્કૂલ કહે છે  એ માટે એમની શાળામા કર્યો.
એ સ્કૂલમા ફક્ત પ્રાથમિક વિભાગ જ નહિ પણ માધ્યમિક વિભાગ પણ સાથે હતો.

સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બે શબ્દ વચ્ચે બહુ જ બારિક તફાવત હોયછે. અમેરિકામા બાળકો આ ભેદ સહેલાઈથી ભુલી જાય છે.ભૌતિક સુખ બધું હાથવગું હોય છે. એમા યુવાનીને પગથિયે પહોંચતા બાળકો સહેલાઈથી મળતા શસ્ત્રોનો ઉપયોગ પણ એટલી જ સહેલાઈથી કરે છે, એટલે  સ્વભાવિક છે કે મોટા બાળકો હોય ત્યાં અમેરિકા મા દરેક સ્કુલને ફરજીયાત પોલીસનુ રક્ષણ મળે. સ્કૂલમા હમેશ બે સશસ્ત્ર પોલીસ હાજર જ હોય.આ  કુમાર અવસ્થાના બાળકોને નાની નાની વાતમા હથિયાર ચલાવતા વાર નથી લાગતી.
આટલી પૂર્વભુમિકા પછી મુળ વાત પર આવું.બપોરના બારેક વાગે અમે ત્રણ ચાર શિક્ષક- શિક્ષીકાઓ અમારા જમવાના રૂમમા જમવા માટે ભેગા થયા હતા. જમતા જમતા અવનવી વાતો ચાલતી હતી, એટલામા એ સ્કુલના બે પોલિસ ઓફિસર પણ જમવા ના રૂમમા જમવા આવ્યા .મહિનાથી અમે પણ એ સ્કૂલમા હતા એટલે આ પોલિસ પણ સરળતાથી અમારી સાથે જમવા બેસી જતા, અરે એમાથી મી. હોસેને તો આપણુ ભારતિય ખાવાનુ પણ ભાવતું. કોઈવાર પુલાવ કે છોલે જેવી વાનગી હું લઈ જાવ તો એમને આપતી અને એ ખુબ પ્રેમપુર્વક, વખાણ કરી કરી ખાતા. પોતે છ ફૂટ ઉંચા અને કદાવર શરીર.કોઈ પણ એમનાથી દુર રહેવામા જ સલામતી અનુભવે.

સ્વાભાવિક છે કે પોલિસ હોય એટલે એમની કમ્મરે બંદૂક લટકતી હોય. અચાનક અમારા સહ  શિક્ષિકા મીસ થોમસ પોલિસ ઓફિસરને સવાલ પૂછી બેઠા “આ તમારી કમ્મરે લટકે છે એ બંદુક સાચી છે, અને એમા સાચી બુલેટ છે?” અમે બધા તો સન્ન થઈ ગયા અને પોલિસ ઓફીસર પણ બે ઘડી શું કહેવું એની વિમાસણ મા પડી ગયા. હસતાં હસતાં એ બોલી ઉઠ્યો કે તમને શું લાગે છે કે આ બંદુક ખોટી છે? અહિં સ્કુલમા કાંઈ ધમાલ થાય ત્યારે હું સાચી બંદુક શોધવા જાઉં? તોય મીસ થોમસનુ સમાધાન ન થયું.કહેવા માંડ્યા કે તમે સ્કુલમા ફરતા હો અને બાળકો સાચી બંદુક જોઈને ડરી ના જાય?
પહેલા તો અમે બધા એક સાથે હસી પડ્યા.પોલિસ ઓફિસર બોલી ઉઠ્યા કે બાળકો જાણે છે કે આ સાચી બંદુક છે અને બુલેટ પણ સાચી જ છે અને એટલે જ તો  સ્કુલમા આટલી શાંતિ રહે છે!

મીસ થોમસ કાંઇ આ દેશમા નવા નથી અને સાત આઠ વર્ષથી શાળામા કામ કરે છે પણ એમની આ નાદાનિયત પર હસવું કે રડવું એજ સમજ ના પડી.

શૈલા મુન્શા

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s