બ્રેનડન

 “હાંરે હું તો ધરતી નો છોરું હું તો ધરતી નો છોરું
હોય સમજ નાસમજ તોય હું તો ધરતી નો છોરું”

બ્રેનડનને મળતા મારા જ એક કાવ્યનીઆ પંક્તિ મને આપોઆપ સ્મરી આવી.

ચાર વર્ષનો બ્રેનડન અમારા ક્લાસમા આ વર્ષે નવો દાખલ થયો. મા અમેરિકન અને બાપ વિયેતનામી. મા-બાપ બન્ને બહેરા અને મુંગા. જોવાની ખુબી એ કે બ્રેનડનથી મોટી ત્રણ બહેનો, બધી હોશિયાર અને સારી રીતે બોલી શકે ને સાંભળી શકે. બ્રેનડન પણ સાંભળી બરાબર શકે પણ વાચા પુરી ઉઘડી નહોતી. ઘરમા સહુથી નાનો અને માબાપને હાથના ઈશારાથી વાત કરતા જોઈ એની પણ વાચા પુરી ખુલી નહોતી.

મુંગો નહોતો પણ બોલતો પણ નહોતો.ઉંમરના પ્રમાણમા નાનો લાગે પણ ગોરો ચિટ્ટો ને હસતો ચહેરો. રંગ અમેરિકન મા નો અને ચહેરો વિયેતનામી બાપનો. પરાણે વહાલો લાગે અને સ્કુલમા બધાનો લાડકો એમાય વિશેષ અમારા P.E. (Physical education) ના સરનો.

સ્કુલમા આવીને ધીરે ધીરે થોડા અક્ષરો બોલવા માંડ્યો. અમેરિકામા આવા બાળકોને ઘણી સગવડ મળતી હોય છે, સ્પીચ થેરાપીસ્ટ વગેરે આ બાળકોને વિશેષ કેળવણી આપતા હોય છે.

બ્રેનડન આજે સ્કુલમા આવ્યો ત્યારે એને ઘણી શરદી હતી અને હમણા તો “Flu” શરદી તાવના વાયરા વાય છે, ઋતુ બદલાય ત્યારે એ વધુ જોવા મળે અને નાના બાળકો એના જલ્દી શિકાર બને. મને અચાનક જ વિચાર આવ્યો કે જો કદાચ બ્રેનડનને તાવ ચઢે અને ઘરે ફોન કરીને મા-બાપને જણાવવું પડે તો બહેરા મુંગા માબાપ વાત કેવીરીતે કરી શકે?
મારી આ દુવિધા મે મીસ મેરીને જણાવી તો એને તરત જ મને કહ્યું ” અરે! મીસ મુન્શા તુ ચિંતા ના કર. એમના ફોનમા એવી સગવડ હોય કે એમને આપણી વાત સમજાય.”
મને કાંઈ સમજ ન પડી એટલે એણે મને વિગતવાર સમજાવ્યું. આવી બહેરી મુંગી વ્યક્તિઓ માટે ખાસ જાતના ફોન હોય. ફોન સાથે નાનો ટીવી સ્ક્રીન કેમેરાવાળો જોડાયેલો હોય. આપણે જે આપણા ફોન મા બોલીએ તે એ લોકોના સ્ક્રીન પર હાથની સંજ્ઞાના રૂપમા આવે અને એ લોકો સમજી શકે, અને એ લોકો હાથની સંજ્ઞા રૂપે જે બોલે તે રૂપાંતર થઈને અવાજ રૂપે આપણને સંભળાય. હું તો આભી જ બની ગઈ. મારા મનને ખુબ શાંતિ થઈ અને ચિંતા પણ દુર થઈ ગઈ કે બ્રેનડનના માબાપને ગમે ત્યારે ફોન કરીને સંકટ સમયે બોલાવી શકાય.

ખરેખર આ બધી સગવડો આ દેશમા જ મળી શકે દરેક જણને જીવનમા આગળ વધવાની તક મળી શકે. બાળકના જન્મથી જ એના બધા પરિક્ષણો શરૂ થઈ જાય અને એની કોઈ પણ શારિરીક કે માનસિક ખામી ને કેવી રીતે દુર કરાય એના ઉપચાર શરૂ થઈ જાય.
બ્રેનડન માબાપનુ મોટી ઉમ્મરે જન્મેલુ બાળક એટલે એનો વિકાસ ધીમો હતો, માનસિક વિકાસ પણ ધીમો હતો, પણ રોજની અમારી મહેનત ના કારણે ધીરે ધીરે પોતાની જાતે કોમ્પ્યુટર પર બાળકોના પ્રોગ્રામ જેવા કે http://www.starfall.com, pbskids વગેરે ક્લીક કરતો થઈ ગયો.

બાળકોની નકલ કરવાની આદત બધે સરખી જ હોય છે. એમા બ્રેનડન પણ બાકાત નહોતો.
સારી વસ્તુની સાથે ધમાલિયા સેસાર અને જમાદાર એમીની સાથે રહી એ ભાઈસાબ પણ તોફાન કરતા શિખ્યા. પહેલા તો રમતના મેદાનમા જ્યારે બાળકોને લઈ જઈએ અને બ્રેન્ડન લસરપટ્ટી પર હોય તો એક જ બુમે તરત અમારી પાસે આવી જાય પણ હવે જેવો ક્લાસમા જવાનો વખત થાય અને અમે બધાને બોલાવવાના શરૂ કરીએ એટલે એ ભાઈસાબ સંતાઈ જાય અને ઘણીવાર તો અમને એની પાછળ દોડાવે. ક્લાસમા રમાડતા હોઈએ અને પછી ભણવાના ટેબલ પાસે બોલાવીએ તો જાણે સાંભળ્યું જ નથી એમ ચાળા કરે
આવો નટખટ અમારો બ્રેન્ડન આજે અમને છોડીને જાય છે. નોકરી અર્થે માબાપે બીજા શહેરમાં જવાનુ નક્કી કર્યું અને બ્રેન્ડન ને અમારાથી વિખુટા પડવાનુ થયું. જેટલાને ખબર પડી એટલા બધા એને મળવા ખાસ ક્લાસમા આવ્યાં ને બ્રેન્ડન પણ બધાને વહાલથી ભેટ્યો. અમારા P.E. (Physical Education) ના સર પોતે ઊંચા તાડ જેવા, એની પાસે તો બ્રેન્ડન નાનકડા ગલુડિયાં જેવો લાગે. જ્યારે પણ એ બ્રેન્ડન ને જુવે કે ઊંચકી લે. બધાને દુઃખ થયું. બ્રેનડન જ્યાં પણ જાય એની પ્રગતિ થતી રહે એવી દરેકની કામના.
અમેરિકાની  ખાસિયત છે લોકો ગમે ત્યારે ગમે ત્યાં મુવ થતા રહે અને બાળકો પણ એમની સાથે ફરતાં રહે એટલે જ કદાચ બધા દિલ ને બદલે દિમાગથી વધુ કામ લેતા હોય છે.
“Be prectical” એ અહીંયા નો જીવનમંત્ર છે.

શૈલા મુન્શા.

 

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to બ્રેનડન

  1. Smita parikh says:

    Your both stories r v. Messagable. If parents keep potions for child ,result will be good.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s