દમાની

કેવા કેવા નોખા ને અનોખા બાળકો આટ આટલા વર્ષોમા મારા હાથ નીચેથી પસાર થયા. દરેકની કહાણી જુદી, હર એકનુ ઘડતર જુદુ અને વળી હર કોઈનો દેશ જુદો.

અમેરિકાની આ જ તો કહાની છે. ભાત ભાતના લોકો અહીંયા જીવે.  કોઈ ગોરા તો કોઈ કાળા, કોઈ ચીબા તો કોઈ પીળા, પણ એક વસ્તુ સહુને સરખી લાગુ પડે. અમેરિકાનો મંત્ર “No child left behind” ના અધિકારે બાળકોને બધી જ સગવડ મળે. કોઈ નવી વસાહત ઊભી થાય કે તરત ત્યાં સ્કુલ, પાર્ક, સ્ટોર બધું આવી જાય. સ્કુલમા સ્પેસિઅલ નીડ વાળા બાળકોને તો આગવું સ્થાન મળે અને બધી સુવિધા તો છોગાંમા.

આવા બાળકોના પણ કેટલા જુદા પ્રકાર. કોઈ mentally retarded તો કોઈ Autistic, કોઈ ADHD તો કોઈ ને behavior problem.

દમાની આ વર્ષે સ્કુલમા અમારા PPCD ના ક્લાસમા દાખલ થયો. સામાન્ય રીતે ત્રણ વર્ષનુ બાળક અમારા ક્લાસમા આવી શકે, પણ મા એ ચિંતા અને લાડમા દમાનીને મોડો દાખલ કર્યો. પાંચ વર્ષનો દમાની આફ્રિકન અમેરિકન છોકરો છે. વાંકડિયા વાળ અને ચહેરે મોહરે સામાન્ય બાળક જેવો જ લાગે પણ મંદ બુધ્ધિ બાળક મા એની ગણતરી થાય. જ્યારે એની ફાઈલ જોઈ ત્યારે ખબર પડી કે દમાની મંદ બુધ્ધિ કરતા વધુ  ADHD (Attention Deficit Hyperactivity Disorder) બાળક હતો.

આ પ્રકારના બાળકો કોઈ કામ સ્થિરતાથી કરી નાશકે. સાદી ભાષામા આવા બાળકોને આપ્ણે ઉત્પાતિયા બાળકો કહીએ. ધાંધલિયા અને કોઈ કામ પુરૂં ના કરે. શરૂ કાંઈ કરે અને પુરું કાંઈ બીજું જ કરે. ઘરના માણસો થાકી જાય કારણ એકની એક વાત વારંવાર કહેવા છતાં આ બાળકોની સમજમા જલ્દી કશું ના આવે.

દમાની એકનો એક બાળક અને વધુ પડતા લાડનુ પરિણામ કે એ સાવ એકલસુરો થઈ ગયો હતો. મા ને નોકરીને ઘર અને દમાનીને સાચવવાનો એટલે બધું દમાનીનુ ધાર્યું જ થતું.ઘરમા એકનો એક એટલે જલ્દી રમકડાં કે કોઇ વસ્તુ બીજા સાથે હળીમળી ને રમી ના શકે.

શરૂઆતમા તો ક્લાસમા પણ એ જ રીતે દમાની એના હાથમા જે રમકડું આવે તે કોઈ બીજાને અડવા ના દે, ઉત્પાત એટલો કે એક રમત હાથમા લીધી અને પુરી રમે ના રમે ત્યાં ફેંકીને બીજાના હાથમાથી લેગો કે બ્લોક્સ છીનવી લે અને અમે સમજાવવા જઈએ, તો સાંભળે એ બીજા.  ઘરમાં તો એ ચાલે પણ સ્કુલમાં એમ ના થાય. ધીરે ધીરે અમે એને બધા સાથે મળીને રમવાની ટેવ પાડી.
આ પ્રકારના બાળકોની બીજી એક ખાસિયત હોય. ગ્રામોફોન પર ફરતી પીન ઘણીવાર એક જગ્યાએ અટકી જાય અને ગીતની એકની એક લીટી વારંવાર સંભળાયા કરે તેમ એકનો એક સવાલ આ બાળકો દરરોજ કરે.

દમાની પણ ક્લાસમાં આવતાની સાથે પુછે ઘરે ક્યારે જવાનુ? અમે કહીએ ત્રણ વાગે, એટલે બીજો સવાલ પુછે બપોરે ઊંઘીને પછી જવાનુ? અમે હા કહીએ એટલે ત્રીજો સવાલ. તમારી ધિરજની પુરી કસોટી થાય..

આવા બાળકોને હમેશા ખુશનુમા સૂર્ય પ્રકાશિત વાતાવરણ ગમે બારી બહાર જો તડકો દેખાય તો ખુશ પણ જો વાદળિયું વાતાવરણ હોય તો એમને ના ગમે.

દમાની મંદબુધ્ધિ કરતા ધ્યાનવિચલીત બાળક હતો. કોઈવાર ખુબ ધ્યાનપુર્વક જે શિખવાડતા હોઈએ એમા રસ લે, બધા આલ્ફાબેટ્સ ઓળખે અને કોઈવાર ગમે તેટલું પુછીએ, જવાબ આપે એ બીજા!!!
દરરોજ બપોરે બાળકો જમીને આવે પછી બધા બાળકોને  અમે એમના નામના અક્ષરો ઓળખતા શીખવાડીએ. દરરોજ એક ના એક અક્ષર પણ તોય આ બાળકો ને યાદ ના રહે. દમાની માંડમાંડ એના નામના અક્ષર ઓળખતા શીખ્યો હતો.એના નામમાં “Damani” આ આલ્ફાબેટ આવે. આજે બપોરે અમે બાળકોને A B C D મોટા સ્માર્ટ બોર્ડ પર કરાવતા હતા. અચાનક જ્યારે “u” અક્ષર આવ્યો તો દમાની બોલી ઉઠ્યો આતો ઊંધો “n” છે.
એની આ નિરક્ષણ શક્તિ  જોઈ અમે પણ અચંબિત થઈ ઉઠ્યા. કોણ કહે આ બાળકો મંદબુધ્ધિના છે!!!!

અરે! આ તો નોખા તોય સાવ અનોખા બાળકો છે.

શૈલા મુન્શા.

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s