રાફાએલ

પુરી એક અંધેરી ને ગંડુ રાજા,

ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં!  -દલપતરામ

કવિ દલપતરામની આ પંક્તિ મને ખાસ એટલે યાદ આવી કે અમારો રાફાએલ પણ કોઈ રાજા થી ઓછો નથી. ફળ હોય કે નાસ્તો કે પછી આઈસક્રીમ બધું એને માટે એક સરખું.

રાફાએલ એક મેક્સિકન બાળક. જોકે બધા સ્પેનિશ બોલતાં માણસો આપણને મેક્સિકન લાગે, પણ કેટલાય જુદા જુદા દેશની એ પ્રજા. કોઈ પેરુ, તો કોઈ કોલમ્બિયા. કોઈ વળી ગ્વાટેમાલા તો કોઈ પોર્ટરિકો તો કોઈ ક્યુબાના. ભલે બધા સ્પેનિશ બોલતા હોય પણ લઢણ જુદી, ચામડીનો રંગ જુદો અને ચડતા ઉતરતા નો જાત તફાવત પણ ખરો.

રાફાએલ આજે છ વર્ષનો થયો. આજે એની વર્ષગાંઠ હતી.આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે એનો પહેલો દિવસ હતો સ્કુલમા.

ત્રણ વર્ષનો રાફાએલ  રૂપાળો એટલો કે લાગે નહિ કે આ બાળક સ્પેનિશ હશે! એની બહેન પણ અમારી જ સ્કુલમા. હોશિયાર અને ડાહી.

જ્યારે રાફાએલ સ્કુલમા આવ્યો ત્યારે કાંઈ બોલે નહિ, નાક ગળતું અને છી છી પી પી નુ ભાન નહિ. બાપ એના ખભે બેસાડી સ્કુલમા લઈ આવે. થોડા દિવસ તો એમ ચાલ્યું પછી બાપને સમજાવ્યો કે રાફાએલ હવે સ્કુલમા આવે છે, એને સ્કુલના નિયમો પાળતા શીખવાડવું પડે.  કદાચ રડે પણ ટેવાઈ જાશે.

દિકરાની ભલાઈ બાપને જલ્દી સમજાઈ ગઈ અને સ્કુલના નિયમસર દરવાજે જે ફરજ પર હોય તે શિક્ષકના હાથમા સોંપી એ નીકળી જાતો. મંદ બુધ્ધિના બાળકોમા પણ આવડત તો હોય જ છે અને ધીરજપુર્વક કામ લેવામા આવે તો  એમની પ્રગતિ પણ ચોક્કસ દેખાય જ છે.

ત્રણ વર્ષમા એની પ્રગતિ જોઈને બધા નવાઈ પામી ગયા. લોરા કરીને એક ટીચર સાથે ત્યારે હું કામ કરતી હતી. બે વર્ષ પહેલા લોરા બીજી સ્કુલમા ગઈ. આજે જો એ રાફાએલને જુએ તો માની જ ના શકે કે ક્લાસમાથી ભાગી જતો અને કાંઈ ન બોલતો રાફાએલ આટલો હોશિયાર થઈ ગયો છે. રાફાએલને સંગીત બહુ ગમે. બધા ગીત એને આવડે અને ડાન્સનો તો એટલો શોખ કે સામે સ્માર્ટ બોર્ડ પર ચાલતા ગીત પ્રમાણે હાથ પગ ઉછાળી નાચવા મંડી જાય.

બપોરના અમે છોકરાઓને નાસ્તો આપીએ અને મીસ મેરી એને કહે કે જા જઈને રેફ્રિજરેટર માથી જ્યુસ લઈ આવ તો બરાબર ગણીને લઈ આવે.  કોમ્પ્યુટર પર એ, બી, સીની રમત અને  સંગીત સાંભળવું ખુબ ગમે. આખી સ્કુલ એને ઓળખે. કાફેટેરિઆમા જમવા જઈએ, મેદાન પર રમવા જઈએ, જે સામે મળે એને એવા લહેકાથી હાય કહે કે સામી વ્યક્તિ એને વહાલ કર્યા સિવાય રહી ના શકે.

હવે રાફાએલ છ વર્ષનો થયો એટલે બરાબર યાદ કે એની વર્ષગાંઠ આવે છે, આગલા દિવસથી જ ભાઈ જે સામે મળે એને કહેતા જાય “tomorrow my birthday” એટલે આજે સવારથી જે સામે મળે એ બધા એને વર્ષગાંઠની શુભેચ્છા આપવા માંડ્યા. રાફાએલની ખુશીનો તો પાર નહિ. એની વર્ષગાંઠના માનમા અમે બપોરના નાસ્તાના સમયે કપકેક અને આઈસક્રીમ ખાધા. બીજા બાળકો સાથે મળી સરસ મજાનુ કાર્ડ બનાવ્યું
અહિંયા અમેરિકા મા બાળકોને સ્કુલ તરફથી નાસ્તો અને જમવાનુ મળતું હોય, નાસ્તો તો બધાને મફત હોય પણ જમવાના પૈસા આવક પ્રમાણે આપવાના હોય.મોટાભાગના બાળકો સફરજન કે સંતરા વગેરે ફળ ખાય નહિ એટલે અમે એમની બેગમા ઘરે મોકલી આપીએ. રાફાએલને પણ એવી ટેવ કે રોજ એના ભાગનુ સંતરૂં કે સફરજન જઈને પોતાના દફતરમા મુકી આવે.

કેક ખાધી પણ રાફાએલને આઈસક્રીમ ખાવો નહોતો એટલે જઈને બેગ મા મુકીદીધો. (ટકે શેર ભાજી ને ટકેશેર ખાજાં)

સ્કુલ છુટવાના સમય પહેલા મીસ મેરી એનુ કાર્ડ દફતરમા મુકવા ગઈને હાથમા કાંઈ ચીકણુ લાગ્યું જોયું તો આઈસક્રીમ પીગળવા માંડ્યો હતો.
જતા જતા રાફાએલભાઈનો દિવસ બગડી ગયો, મીસ મેરીએ ચીસ પાડી રાફાએલલલલલ……..

શૈલા મુન્શા

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to રાફાએલ

 1. Smita parikh says:

  Very interesting.

  Like

 2. Vimala Gohil says:

  “મંદ બુધ્ધિના બાળકોમા પણ આવડત તો હોય જ છે અને ધીરજપુર્વક કામ લેવામા આવે તો એમની પ્રગતિ પણ ચોક્કસ દેખાય જ છે.” રાફાએલે આ વાતની સાબિતિ આ રીતે આપી. કે ના ખાવું હોય તે બેગમા મુકી દેવાય, તો આઇસ્ક્રીમ નહોતો ખાવો એટલે…
  “કેક ખાધી પણ રાફાએલને આઈસક્રીમ ખાવો નહોતો એટલે જઈને બેગ મા મુકીદીધો. (ટકે શેર ભાજી ને ટકેશેર ખાજાં)”
  smart work.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s