એમી

“એ તો કેવી અજબ જેવી વાત છે !

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક…

એ તો કેવી અજબ જેવી વાત છે  !!”  -ઉપેન્દ્ર ભગવાન

અમેરિકા આવ્યે મને લગભગ પંદર વર્ષ થઈ ગયા. ભારતમા મે બાવીસ વર્ષ માધ્યમિક વિભાગમા અને તે પણ દસમા ધોરણના વિધ્યાર્થીઓ ને ભણાવ્યુ. એટલે સ્વભાવિક જ મારી ઈચ્છા અમેરિકામા પણ શિક્ષણક્ષેત્રે જવાની જ હતી અને અનાયાસે મને એ તક મળી. ફરક એટલો જ હતો કે અહીં હું છેલ્લા પંદર વર્ષથી  માનસિક રીતે મંદ બાળકોને શીખવાડવાનુ કામ કરું છું અને જેમ જેમ આ બાળકોના અનુભવમા આવતી ગઈ તેમ તેમ એક નવી જ દુનિયા મારી સામે ખુલતી ગઈ,

સાવ નોખા પણ અનોખા આ બાળકોએ મને રોજ નવું શિખવ્યું છે અને એમની યાદો, વર્તનને શબ્દોમા ઉતારવા પ્રોત્સાહિત કરી છે.

એમી એક રીતે જોતા મારૂં પહેલુ માનસ સંતાન ગણી શકાય.

નાનકડી એમી ત્રણ વર્ષની પણ જાણે જમાદાર. હું અમેરિકામા elementary school મા PPCD class(Pre- primary children with disability) મા ભણાવું છું. મારા ક્લાસ મા ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય. અત્યારે નવ બાળકો મા સાત છોકરાઓ અને બે છોકરીઓ છે. એ બધા પર એમીનો રૂવાબ ચાલે. જો એનુ ધાર્યું ન થાય તો ધમાલ મચાવી મુકે. લાલ રંગ એનો અતિ પ્રિય. ક્લાસમા બે લાલ ખુરશી અને બાકીની ભુરા રંગની. જો એને લાલ ખુરશી ન મળે તો જે બેઠું હોય એને ધક્કો મારી ને પણ એ ખુરશી પચાવી પાડે. રમતિયાળ અને હસમુખી પણ ગુસ્સે થાય તો મોં જોવા જેવું. અમારા ક્લાસમા એક છોકરી છે એશલી એનુ નામ. ભગવાને ચહેરો સુંદર આપ્યો છે પણ મગજ કામ કરતું નથી. એક મીનિટ પણ એક જગ્યાએ ન રહે, જે હાથમા આવે એ મોઢામા નાખવા જાય. અમારે એનુ ખાસ ધ્યાન રાખવું પડે.ક્લાસ મા અમે બે ટીચર હોવા છતાં કોઈવાર અઘરૂ પડે.ક્લાસ ના એક ખૂણા મા બેત્રણ નાના કબાટો મુકીને એવી જગ્યા બનાવી છે જ્યાં એશલી રમી શકે. હું અથવા મીસ મેરી એક ખુરશી લઈને ત્યાં બેસીએ અને એશલી નુ ધ્યાન રાખીએ. કોઈવાર બીજા બાળકો સાથે કામ કરતા હોઈએ અને થોડીવાર માટે એશલીને એકલી મુકવી પડે તો બ ત્રણ નાની ખુરશી એવી રીતે રાખીએ કે એશલી જલ્દી બહાર ના આવી જાય.
આજે એંમી જાણે મારી નકલ કરતી હોય તેમ ખુરશી પર બેસીને એશલીનુ ધ્યાન રાખી રહી. જેવો એશલીએ બહાર આવવાનો પ્રયત્ન કર્યો કે તરત ઊભી થઈને બે નાનકડી ખુરશી આગળ મુકી દીધી, એ જોઈને હું ને મીસ મેરીએટલું હસી પડ્યા કે આટલી નાનકડી એમીમા કેટલી ચતુરાઈ છે અને કેવી આપણી નકલ કરે છે.

અમારી સ્કુલમા દર વર્ષે બાળકોના ફોટા પાડવામા આવે અને એની કોપી ઘરે મોકલવામા આવે. માબાપની ઈચ્છા હોય તો પૈસા ભરીને એ ફોટા ખરીદી શકે નહિતો કોપી પાછી આપે.
ફોટાની સાઈઝ પ્રમાણે જુદાજુદા ભાવ હોય. મોટાભાગે તો માબાપ એક કોપી પણ ખરીદે કારણ શાળા જીવનના વર્ષોની એ યાદગીરી રહે.
એમી આમ પણ બહુજ વહાલી લાગે એવી બાળકી. એની મમ્મી આગલે દિવસે કંઈ કેટલીયે દુકાનો ફરીને એમી માટે સરસ ફ્રોક લઈ આવી અને મેચીંગના બુટ ને મોજા ને સરસ મજાની બે પોનીટેલ અને ઉપર નાનકડું પતંગિયાનુ બક્કલ નાખી ને એમીને તૈયાર કરી. એમી તો રૂપાળી રાજકુમારી લાગતી હતી પણ એક ભૂલ થઈ ગઈ. સવારના ભાગમા હજુ જરા ગુલાબી ઠંડી રહે છે એટલે એમીને એની મમ્મીએ ડોરાનુ જેકેટ પહેરાવ્યું. બસ થઈ રહ્યું એ જકેટ એમી ને એટલું વહાલું કે કોઈ હિસાબે એ કાઢવા તૈયાર નહી, કેટલું સમજાવી કંઇ કેટલીય લાલચ આપી પણ એમીબેન તો એકના બે ના થાય છેવટે જેકેટ સાથે જ ફોટો પડાવવો પડ્યો.
મમ્મીના પૈસા ખરચેલા પાણીમા ગયા પણ ફોટો જોકે સારો આવ્યો અને એની મમ્મીએ ખરીદ્યો પણ ખરો પણ કાન પકડ્યા કે ફરી વાર આવી નાની બાબતો નો ખ્યાલ રાખીશ.

એમીની ગણત્રી Autistic child તરીકે થાય છે, જે બાળકો અમુક પધ્ધતિ ને અમુક નિયમસર જ કામ કરવા ટેવાયેલા હોય, જેમા બદલાવ આવે તો એમનો મિજાજ સંભાળવો ભારે પડે, પણ સવાલ એ છે કે ખરેખર એમી Autistic છે કે વધુ પડતા લાડનુ પરિણામ?

શૈલા મુન્શા

 

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to એમી

  1. good question.. very well written,Shailaben.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s