એમપેંડા (આફ્રિકન છોકરો)

“વાયરા વનવગડામાં વાતા’તા વા વા વંટોળિયા !

હાં રે અમે  વગડા વીંધતા જાતાં’તા.

વા વા વંટોળિયા !! ”

જગદીપ વીરાણી ની આ પંક્તિ મને યાદ આવી ગઈ.

જ્યારે આ વનવગડાના ફુલ જેવા એમપંડાને  જોયો.

એમપેંડા લગભગ નવ વર્ષનો. થોડા મહિના પહેલા જ આખુ કુટુંબ આફ્રિકાથી અહીં અમેરિકા આવીને વસ્યું. જાણે પોતાનો વગડો છોડી  સીમેન્ટ રૂપી જંગલની ભુલભુલામણીમા અટવાઈ પડ્યું. સહુને સ્વાહિલી સિવાય કોઈ ભાષા આવડે નહિ. આફ્રિકાના નાના કસબામા વસતું આ કુટુંબ લોટરી પધ્ધતિમા ગ્રીનકાર્ડ મેળવી અમેરિકા આવી પહોંચ્યુ.

એક બાપ જ થોડું થોડું અંગ્રેજી સમજે, પણ અમેરિકા એક એવો દેશ છે જ્યાં સહુને આવકાર મળે, ને ભાષાની મર્યાદા છતાં સહુ સમાઈ જાય.

એમપંડા સહિત સાત  ભાઈ બહેનો, એમાથી લગભગ ચાર અમારી સ્કુલમા આવે. દરરોજ સવારે હું જ્યારે ગાડીમા સ્કુલ તરફ આવું ત્યારે એની માને રસ્તાની બીજી બાજુ ચાલતી અને આગળ પાછળ બાળકોની લંગાર અનુસરતી જોઊં. એકાદ નાનુ બાળક કાખમા તેડેલું હોય. સ્કુલ પાસે જ ઘર અને હજી તો આ ધરતી પર પગ જમાવવાનો એટલે આર્થિક વિટંબણા વચ્ચે પણ સદા હસતું આ કુટુંબ ધીરે ધીરે ગોઠવાતુ જતું હતુ.
હ્યુસ્ટનની અતિશય ગરમી કે ઠંડી અને અવારનવાર વરસતા વરસાદ  જેવી પરિસ્થિતી મા પણ એ બાળકો હમેશા હસતાં જ હોય. કાળો વાન અને વાંકડિયા વાળ. ગોળમટોળ ચહેરા પર સફેદ દુધ જેવા દાંત ચમકતા હોય.
બધા બાળકોમા એમપેંડા મા બુધ્ધિની થોડી કસર એટલે એને ખાસ મંદ બુધ્ધિવાળા વાળા બાળકોના ક્લાસમા મુક્યો. અમેરિકામા આવા સ્પેસિઅલ નીડ વાળા બાળકો માટે ઘણી જ સુવિધા હોય છે.

એમપંડાને મોટા બાળકોના ક્લાસમા, પણ  મારો ક્લાસ અને એનો ક્લાસ બાજુ બાજુમા જ. હું પણ આ પ્રકારના બાળકો સાથે જ કામ કરૂં છું, પણ મારા બાળકો ત્રણ થી પાંચ વર્ષની ઊંમરના હોય અને પછી જો એમના મા ઝાઝી પ્રગતિ ન થાય તો એમને “લાઈફ સ્કીલ” નામના ખાસ ક્લાસમા મુકવામા આવે. એમપેંડા પણ એ  ક્લાસમા.

અમારા બન્ને ક્લાસની ઘણી પ્રવૃતિ સાથે જ થતી હોય. અમારો સવારના નાસ્તાનો અને બપોરના જમવાનો સમય સાથે જ. ધીરે ધીરે એમપંડા એ ક્લાસમા ગોઠવાતો ગયો.એવો મીઠડો કે બધાને  પરાણે વહાલો લાગે. ગોળમટોળ ચહેરા પરનુ એ સ્મિત ને કાળી આંખોની ચમક કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે. એમપેંડા થોડું અંગ્રેજી બોલતા શીખ્યો  અને ઘણુખરૂં તો આપણે જે બોલીએ એ જ શબ્દો પાછા બોલે.
આજે જમવા ના સમયે એ મારી પાસે આવ્યો. એને દુધનુ કાર્ટન ખોલવું હતું અને એની ટીચર કોઈ બીજાને મદદ કરી રહી હતી.  સોરી ને પ્લીઝ જેવા શબ્દો અને એનો અર્થ હવે સમજવા માંડ્યો હતો. હાથમા દુધનુ કાર્ટન બતાવી મને કહે “મુન્શા પ્લીઝ”. એટલે મે દુધનુ કાર્ટન ખોલી આપ્યું. જવાબમા મને કહે ” Thank you baby”

હું ને મારી સાથે બીજા બેત્રણ ટીચર હતા એ બધા ખડખડાટ હસી પડ્યા. એમપેંડા તો બધાના મોં જોવા માંડ્યો. એને પહેલાં તો સમજ ન પડી કે શું થયું પણ અમને હસતાં જોઈ એ તો રાજી રાજી થઈ ગયો અમે સમજી ગયા કે આપણે જે બાળકો ને કહીએ તે જ એમપંડા એ  સાંભળી ને પાછું કહ્યું. નવી ભાષા શીખતું બાળક અને એનો બોલવાનો લહેકો, એટલું પણ ગ્રહણ કરવાની આવડત, જરૂર એની પ્રગતિનુ સોપાન બની રહેશે.

એને તો એમ લાગ્યું કે બધા ખુશ થઈ ગયા અને એ તો હુલા હુલા ડાન્સ કરવા માંડ્યો. આફ્રિકન પ્રજા ના લોહી મા નૃત્ય વસેલું છે. એના એ ભોળપણ અને નૃત્ય પર બધા ફિદા થઈ ગયા.

શૈલા મુન્શા

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

3 Responses to એમપેંડા (આફ્રિકન છોકરો)

  1. Vimala Gohil says:

    એમપેંડાના “pleas ” અને “sorry”{ આપણા ગુજરાતી પેંડા જેવા મધ-મીઠા લાગ્યા.
    એને જો આપના જેવા શિક્ષક અને સંસ્થા મળ્યા છે તો પ્રગતી તો કરશે જ .

    Like

  2. beautifully described daily incidents…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s