ઈવાન

“પેલા પંખીને જોઈ મને થાય,

એના જેવી જો પાંખ મળી જાય,

તો આભલે ઉડ્યાં કરૂં, બસ! ઉડ્યાં કરૂં -પિનાકીન ત્રિવેદી

કયું બાળકે એવું હશે જેના મનમા આ કલ્પના નહી જાગી હોય? ઘણીવાર કુદરત કોઈ એવી ચાલ ચાલે છે કે જાણે આ બાળકોનીપાંખ કપાઈ ગઈ હોય એવું લાગે છે.

ઈવાનને જ્યારે જ્યારે જોઉં ત્યારે અચુક આ પંક્તિ મારા મનમા રમી રહે છે.

પાંચ વર્ષનો ઈવાન મસ્ત મજાનો છોકરો. વાંકડિયા વાળ અને હસે ત્યારે સરસ મજાના ગાલમા ખાડા પડે જે એના હાસ્યને વધુ લોભામણુ બનાવી દે. માબાપ ઈથોપિયા થી અમેરિકા આવીને વસ્યા. બે વર્ષથી ઈવાન અમારા સ્પેસિઅલ નીડના ક્લાસમા છે. જ્યારે આવ્યો ત્યારે ખાસ બોલતો નહોતો પણ ધીરે ધીરે વાચા ખુલવા માંડી. ઈવાન ની એક ખાસિયત કે દરેક કામ અમુક પધ્ધતિસર જ થવું જોઈએ. લગભગ બધા Autistic બાળકોની આ ખાસિયત હોય છે.

જો દરરોજ સવારે નાસ્તાના સમયે એના દુધનુ કેન મીસ મેરી ખોલી આપતી હોય તો બીજા કોઈથી ના ખોલાય. જો ભુલમા મે પણ હાથ લગાડ્યો તો ચીસાચીસ કરી મુકે. ક્લાસમાથી બહાર જતી વખતે જો મારી આંગળી પકડે તો તો પછી બીજા સાથે ના જાય.
આમ તો એને રમતના મેદાન મા રમવું ખુબ ગમે, આકાશે ઊડતા પંખીને જોઈ એના ચહેરા પર અનોખી ચમક આવી જાય, જાણે એ પણ આ પંખીઓ સાથે ગગન વિહાર કરવા માંગતો હોય!

સહજતાથી બીજા ક્લાસના બાળકો સાથે પણ ભળી જાય અને રમે. થોડા દિવસ પહેલા પહેલા ધોરણના બાળકો અમારી સાથે હતા બધા સરસ રીતે રમતા હતા અને ઈવાન એકદમ રડતો અને ચીસ પાડતો અમારી પાસે આવ્યો, એને પુછીએ તે પહેલા બીજા બાળકો દોડી આવ્યા અને કહેવા માંડ્યા કે માઈકલે એને જોરથી પેટમા ગુંબો માર્યો છે. અમે માઇકલને બોલાવ્યો, સમજાવ્યો કે આવું ના કરાય અને એને ઈવાનની માફી માગવાનુ કહ્યું. ઈવાનને કહ્યુ માઇકલ તારો દોસ્ત છે અને બન્ને ના હાથ મિલાવી રમવા પાછા મોક્લ્યા. માઇકલ તો રમવા ભાગી ગયો પણ ઈવાન જે ડરી ગયો તે ત્યાર પછી રોજ અમે જ્યારે પણ રમતના મેદાન પર જઈએ ઈવાન રમવા જવા તૈયાર જ નહિ. અમારી સાથે જ બેસી રહે. એનો ડર કાઢવા ઘણો પ્રયાસ કર્યો, પણ એ વાત એના મનમાથી નીકળિ જ નહિ.
આજે તો હદ થઈ ગઈ. હું બાળકોને સંગીતના ક્લાસમા લઈ ગઈ. અમારા ક્લાસ સાથે પહેલા ધોરણના બાળકો પણ આવતા હોય. આજે જે ક્લાસ ના બળકો આવ્યા એ માઈકલનો ક્લાસ હતો. દુરથી એ ક્લાસને જોતા જ ઈવાન વાંદરીનુ બચ્ચું જેમ માને વળગે તેમ કુદકો મારીને મને વળગી પડ્યો અને ચીસાચીસ કરી મુકી કે ના સંગીતના ક્લાસમા નથી જવું, અને રડતો ચીસ પાડતો અમારા ક્લાસ તરફ ભાગવા માંડ્યો. મારે તો શું કરવું એની મુંઝવણ થઈ ગઈ કારણ મારી સાથે છ નાના બાળકો હતા એમને એકલા મુકી ને મારાથી ઈવાન પાછળ પણ ના જવાય, અને એ તો ભુત પાછળ પડ્યું હોય તેમ નાસવા માંડ્યો. જોવાની ખુબી તો એ હતી કે માઈકલ તે દિવસે ગેરહાજર હતો, એ તો હતો પણ નહિ પણ જે ડર એ ક્લાસનો ઈવાન ના મનમા પેસી ગયો હતો એને કઈ રીતે દુર કરવો. મારી વહારે સંગીત ક્લાસના સર આવ્યા અને મારા બાળકો ને એમણે સંભાળ્યા ને હું ઈવાન ને પાછો અમારા ક્લાસમા લઈ ગઈ ને મીસ મેરી ના હવાલે કર્યો.
આટલા નાના બાળક અને ખાસ તો અમુક પ્રકાર ની માનસિક હાલત વાળા બાળકને કેમ સમજાવવો અને કેવી રીતે એને ડર દુર કરવો એ મારા માટે પણ એક મોટી સમસ્યા છે.

શૈલા મુન્શા.

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to ઈવાન

  1. You have a great quality to find happiness in job.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s