મોહસીન

ત્રણ વર્ષનો મોહસીન લગભગ છ મહિના પહેલા અમારા ક્લાસમા આવ્યો. અમેરિકાની એક સ્કુલમા હું નાના બાળકો જે માનસિક અથવા શારીરિક વિકલાંગ હોય એમની સાથે કામ કરૂં છું. મોહસીન ના માતા પિતા સાઊદી અરેબિયાના રહેવાસી. થોડા વર્ષોથી અમેરિકા આવી વસ્યા. નાનકડો મોહસીન રૂપાળો, વાંકડિયા ઘુંઘરાળા વાળ અને આંખોમા એક જાતની નટખટ તોફાની ચમક. કોઈ પણ એને પહેલી વાર જોઈને જ એને વહાલ કરવા માંડે, પણ ભાઈનુ ખરૂં રૂપ તો અમે જ જાણતા હોઈએ.

અમારા  P.E. ના સરનો એ ખુબ લાડકો. હું કે સમન્થા જો ફરિયાદ કરીએ કે મોહસીન ખુબ તોફાની છે, એક જગ્યાએ ટકતો નથી, વગેરે વગેરે તો એમને ના ગમે.

દરેક સ્કુલની જેમ અમારે ત્યાં પણ બાળકોને વરસમા બે વાર બહાર પિકનીક પર લઈ જવાના હોય.  આ વર્ષે બાળકોને લઈને અમારે પિકનીક પર જવાનુ હતુ, અને એ પણ એક મોટા રેન્ચમા. જ્યાં બાળકો માટે લસરપટ્ટી, હીંચકા અને બીજા ઘણા રમવાના સાધનો. સાથે સાથે નાનુ પેટીંગ ઝુ જ્યાં બાળકો બકરી, ને ઘેટા ને મરઘાં બતકાંને રમાડે, હાથ ફેરવી પંપાળે વગેરે. ખુલ્લી જગા અને  વચ્ચે નાના ખેતરો. ગાડામા બેસાડી બાળકોને લઈ જાય ને બાળકો ગાયને ઘાસ ખવડાવે.

અમારા ક્લાસના બાળકો નાના એટલે મોટાભાગના બાળકો સાથે મા કે બાપ બેમાથી એક જણ આવે. એક તો માનસિક વિકલાંગ બાળકો અને અજાણી જગ્યાએ એમનુ વર્તન સાવ જુદું. ભીડ કે ઘણા બાળકો હોય તો આ બાળકો ગભરાઈ જાય, અથવા ખુલ્લી જગ્યાએ દોડાદોડ કરે, તો અમે બે જણ કેટલાને સાચવી શકીએ  એટલે માબાપ સાથે આવે.

મોહસીનની મા નોકરી પરથી રજા લઈ શકે એમ નહોતી એટલે એણે એની મોટી બહેન ને અમારી સાથે મોકલી. નસીબજોગે પહેલીવાર અમારા P.E. ના સર પણ હરખતા હરખાતા અમારી સાથે આવ્યા. “મારે આ બાળકો સાથે પિકનીકનો અનુભવ લેવો છે”

રેન્ચ પર પહોંચ્યા અને થોડીવારમા જ મોહસીની માસી થાકી, અમને કહેવા માંડી “અહીંયા બાબાગાડી મળશે? મારાથી મોહસીન પાછળ દોડાતું નથી” હવે ત્યાં બાબાગાડી તો ક્યાંથી મળે! પણ અમારી સાથે આવેલા સર માઈકલ (જેમનો મોહસીન લાડકો) એ કહે “અરે! ચિંતા ના કરો, હું છુંને!

બસ, પછી તો મોહસીનનુ ધ્યાન રાખવાની જવાબદારી અને જે આખા દિવસમા એમની હાલત થઈ છે!

લાંબા તાડ જેવા માઈકલ સર અને નાનકડા હરણ જેવો ચંચળ મોહસીન! આખા રેન્ચમા ભાગંભાગ!!! સ્કુલે પાછા જવા બસમા બેઠા ત્યારે માઈકલ સરના હાલ હવાલ જોવા જેવા હતા. બે હાથ જોડી અમને કહે “ધન્ય છે તમને, આખો દિવસ તમે આ બધા બાળકો સાથે કામ કરો છો. તમારી વાત સાચી છે, મોહસીન ક્લાસમા તમને એક મીનિટ બેસવા દેતો નથી એનો મને હવે ખ્યાલ આવ્યો.

આવા અમારા નટખટ તોફાની તોય સહુનો લાડકો એવા મોહસીનની જિંદગી અત્યારે એક ફુટબોલની જેમ મા બાપના છુટાછેડા ને કારણે આમથી તેમ ફંગોળાતી રહી છે. અરેબિક પચાસ પંચાવનનો બાપ પૈસાના જોરે મા પાસેથી બાળકનો કબ્જો પોતે લેવા માંગે છે.ત્રીસ વર્ષની મા જેને પુરૂં અંગ્રેજી બોલતા પણ નથી આવડતું એનો ગભરાટ અને ડર અમે જોઈ શકીએ છીએ.

આજ સુધી જે બાપ ક્યારેય કોઈ સ્કુલની મીટીંગમા આવ્યો નહોતો, મોહસીનમા કોઈ રસ લીધો નહોતો એ હવે છુટાછેડા પછી ફક્ત મા ને હેરાન કરવા જે રમત રમી રહ્યો છે તે અમે પણ જોઈ શકીએ છીએ. માની લાચારી અને અજાણ્યા દેશમા લડત કેમ કરવી એનો રસ્તો સ્કુલના કાઉન્સીલરે એને બતાવ્યો અને CPS (child protection service) જે અમેરિકામા બાળકોના રક્ષણની જવાબદારી લેતું હોય છે એને કેસ સોંપ્યો છે

મોહસીનનુ શું થશે એ તો વખત જ બતાવશે. મોહસીન કોઈ માનસિક વિકલાંગ બાળક નથી પણ માબાપની લડાઈ એ એને જીદ્દી બનાવી દીધો છે. મોહસીન અને એના જેવા કેટલાય બાળકોનુ જીવન, એમનુ બચપન આ છુટાછેડા રૂપી અગ્નિમા સ્વાહા થતું જોઈ રહ્યા સિવાય બીજું કાંઈ ન કરી શકવાની સ્થિતીમા અમે એટલું જરૂર કરીએ છીએ કે મોહસીન ને પ્રેમ તો આપીએ જ છીએ પણ સાથે સાથે જેટલું એને શીખવાડી શકીએ એનો પ્રયાસ ચોક્કસ કરીએ છીએ, અને એનો વિકાસ પણ જોઈ શકીએ છીએ.

અસ્તુ,

 

શૈલા મુન્શા  તા.  ૦૧/૦૧૬/૨૦૧૬

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to મોહસીન

  1. nilam doshi says:

    like to read shailaben..
    nice one..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s