એબડિઆસ

ચાર વર્ષનો એબડિઆસ અમારા ક્લાસમા નવો છે.  અમેરિકાના મારા શિક્ષક તરીકેના અનુભવો ભારતથી સાવ જુદા છે. અહીં હું નાના બાળકો અને તે પણ માનસિક વિકલાંગ હોય તેમની સાથે કામ કરૂં છું અને રોજ નવુ શીખુ છું.

બધા બાળકો ખરેખર તો માનસિક વિકલાંગ નથી હોતા. દરેક વસ્તુ એના સમયે થવી જોઈએ અને એમા ફેરફાર તેઓને વિચલીત કરી દે છે.

એબડિઆસ બીજા મેક્સિકન બાળકો જેવો જ નાનકડો રેશમી વાળ અને ગોળ ચહેરાવાળો બાળક છે, ફરક એટલો જ કે માબાપની કાળજી અને દેખભાળ દેખાઈ આવે. સરસ ઈસ્ત્રીવાળો યુનિફોર્મ, સરસ રીતભાત. પહેલે દિવસે ક્લાસમા આવ્યો તો હું ને સમન્થા (જે મારી સાથે ક્લાસની શિક્ષક છે,) જોતા જ રહી ગયા. આ બાળક કેમ અમારા ક્લાસમા છે? હસમુખો ચહેરો ક્લાસમા સહુથી નવો પણ સહુથી હોશિયાર, સ્પષ્ટ ઉચ્ચાર, ને કેમ અહીં?

થોડા વખતમા અમને ખ્યાલ આવી ગયો કે એબડિઆસ એક “Autistic” બાળક છે જે દેખાવમા તો બીજા સામાન્ય બાળક જેવો જ લાગે, પણ એમનુ વર્તન, એમની દિનચર્યા અમુક ઢાંચામા ગોઠવાયેલી હોય એમા ફેરફાર એમનુ મગજ સહેલાઈ થી અપનાવી ના શકે.

અમારી સાથે તો એબડિઆસ થોડા દિવસમા હળીમળી ગયો, રોજ સવારે આવતાની સાથે અમને  ગુડ મોર્નીંગ કહે, બીજા બાળકોને પણ કહે પણ બધા જવાબ ના પણ આપે, પણ જો સંગીતના સર ક્લાસમા આવે અને કહે એબડિઆસ કેમ છે તો જવાબ ના આપે અને અને એવી રીતે સામે જુએ કે જાણે એને કાંઈ સમજ નથી પડતી. આ બાળકો બહુ બધા માણસો કે બાળકો વચ્ચે પોતાની જાતને એક કોચલામા સમેટી લે.

એકની એક વાત એબડિઆસ આખો દિવસ કરે. મારી મમ્મી મને લંચ આપવા આવશે, મને ત્રણ વાગે લેવા આવશે. ખેર જે વાત મારે કરવી છે તે એના ગુસ્સાની કરવી છે, જેણે અમને હસતા બંધ કરી દીધા.

દર શુક્રવારે અમે બાળકોને સવારે નવ વાગ્યે કોમ્પ્યુટરના ક્લાસમા લઈ જઈએ.સ્કુલમા અમારો ક્લાસ એક બાજુ અને કોમ્પ્યુટરનો બીજા છેડે ત્યાં પહોંચવા માટે અમારે કાફેટેરિઆ પાસેથી પસાર થવું પડે. એબડિઆસ અમારો લાઈન લીડર. જેવા અમે કાફેટેરિઆ પાસે આવ્યા, એ અંદર જવા માટે વળી ગયો કારણ દસ વાગે અમે એમને જમવા માટે રોજ લઈ જઈએ. બીજા એક શિક્ષક ત્યાં ઊભા હતા એ અને હુંને સમન્થા હસી પડ્યા કે આ બાળકોનુ  મગજ દરરોજના રુટિનથી કેવું સેટ થઈ ગયુ છે. બસ અમારા એબડિઆસ ની કમાન છટકી. ગુસ્સામા ભાઈ બોલી ઉઠ્યા “It’s not funny” અમારા ચહેરાનુ હાસ્ય તો જાણે સ્થિર થઈ ગયું.

અચરજની વાત એ છે કે પેલા શિક્ષક તો આભા જ બની ગયા, બીજાની જેમ એમની પણ એવી માન્યતા કે આ બાળકો બિચારા કાંઈ સમજતા નથી ત્યાં એબડિઆસનુ આ રૂપ એમને અચંબિત કરી ગયું.

એબડિઆસ અને એના જેવા બધા બાળકો સામાન્ય બાળકોથી  સાવ અસામાન્ય હોય છે અને યોગ્ય કેળવણી એમને આગળ જતા મોટા વેજ્ઞાનિક કે મોટા ઈતિહાસકાર કે નેતા બનાવે તો એમા કોઈ નવાઈ નથી.

એમની યોગ્ય દિશામા પ્રગતિ થાય એમા અમારો પણ પ્રયાસ છે એ મારો આત્મ સંતોષ છે.

 

શૈલા મુન્શા. તા ૦૧/૦૯ ૨૦૧૬

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

3 Responses to એબડિઆસ

 1. સતીષ પરીખ says:

  Shailaben:

  Although, it is your job, you are doing it so cheerfully that everybody (atleast most of our GSS members) should appreciate and recognize your skills and abilities to handle such students.

  I totally agree that these children proper guidance and education to utilize their fullest potential to become a respectable human being.

  I am very proud of you.

  Keep it up.

  Like

 2. રાજેશ પટેલ says:

  बच्चे बड़े होकर क्या बनेंगे ये हम नहीं सोच सकते । कई बार हम उन की निहित शक्तिओ को नहीं पहचान पाते ।हमें उनकी शक्तिओ को पहचान कर उसे पनपने का मौका देना चाहिए । जैसे की आप देने का यत्न करते है ।

  आप के प्रयास की सराहना करता हूँ ।

  Like

 3. Deepak Bhatt says:

  Shailaben,

  I really enjoy content of your stories. Very many tanks for sharing your experiences.

  Deepak Bhatt

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s