આજકી રાત હૈ જિંદગી- એક અવલોકન

રવિવાર તા ૧૮/૧૨/૧૫ સ્ટાર પ્લસ પર એક નવો શો શરૂ થયો. “आजकी रात है जिंदगी” શો ના સુત્રધાર છે અમિતાભ બચ્ચન.

જીવન છે તો એમા સુખ દુઃખ, તકલીફ, પડકાર બધું આવવાનુ જ છે. ઘણા લોકો તકલીફથી ગભરાઈ રોદણા રડે, કોઈ બીજાની તકલીફ પર હસે, મિથ્યાભિમાન મા જીવતા રહે. વાતોના બણગા તો સહુ ફુંકે પણ આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જે,  કદાચ આવું થાય તો, આમ કરીએ તો પર અટકવાને બદલે, કોઈની રાહ જોયા વગર ઈન્સાનિયત ને પોતાનો ધરમ સમજી બીજાની મદદ માટે હમેશ તત્પર રહે.

અમિતાભે આ કાર્યક્રમમા આવી વ્યક્તિ અને એના કાર્યથી દુનિયાને પરીચિત કરી. એમના કાર્યને બિરદાવ્યુ અને એમના માટે પણ એમની ખુશીની પળ એમની નાનકડી ઈચ્છા પુરી કરી અને એમા ફિલ્મ જગતના, જાહેર ક્ષેત્રે પ્રસિધ્ધિ પામેલ મહાનુભવોએ પુરતો સાથ આપ્યો.  એટલે તોકહે છે કે બસ આજકી રાત હૈ જિંદગી.

સહુ પ્રથમ નામ હતું હેમલતા તિવારી.

સાવ સામાન્ય દેખાવ, ઊંચાઈ પણ માંડ પાંચ ફૂટ અને દુબલી પતલી હેમલતા સામે મળે તો કોઈ એના પર વિશેષ ધ્યાન  ના આપે, પણ એને જે કામ કરી બતાવ્યું એણે એક નહિ કેટલાય લોકોના ચહેરા પર આત્મ સન્માન અને ગૌરવ નો ભાવ પ્રગટાવી દીધો.

મુંબઈ રહેતા લોકો એ  ટ્રેનમા હાથમા હાર્મોનિયમ કે વાજાપેટી લઈ ગાતા લોકો જોયા હશે. ઘણા એમા અંધ પણ હોય. આખો દિવસ બોરીવલી થી ચર્ચગેટ આવજા કરે અને સાંજ પડતાં બે પૈસા કમાઈ પોતાનો ઘર સંસાર ચલવે.

લગભગ પાંચ વર્ષ પહેલા એક દિવસ હેમલતા અંધેરી થી ચર્ચગેટ જવા નીકળી અને સ્ટેશન પર એણે એક ટોળું જોયું. જીજ્ઞાસાવશ એ પણ જોડાઈ અને એણે બે વૃધ્ધ વ્યક્તિને હાર્મોનિયમ ને તબલા સંગ ગાતા જોયા. અવાજ સુરીલો હતો, સંગીત પત્યા પછી લોકો એ પૈસા ફેંકી ચાલતી પકડી. હેમલતા પણ ચર્ચગેટ જવા રવાના થઈ જ્યાં એક  સંગીત નો કાર્યક્રમ એને જોવાનો હતો.

કાર્યક્રમ જોતા જોતા એની નજર સામે બસ બે વૃધ્ધ વ્યક્તિ દેખાતી હતી જે આ જ કામ એક દયનીય લાચાર વ્યક્તિ તરીકે કરી રહી હતી.

ઘરના સંસ્કાર કે હમેશ બીજા માટે કઈં કરી છુટવું એ  હેમલતાને સ્વરાધાર સંસ્થા શરૂ કરવા પ્રેરિત કરી. સ્વર જ જેનો આધાર છે એવા લોકોને ભેગા કરી ૨૦૧૦મા હેમલતાએ આ સંસ્થા શરૂ કરી. ટ્રેનમા ગાતા આ લોકો માનવા તૈયાર નહોતા કે કોઈ એમના માટે આવું વિચારી શકે. બે ચાર દિવસના ચોંચલા છે આ બધા એવું સમજનારા આ લોકોના જીવનમા હેમલતા દેવદુત બનીને આવી. એમને તુચ્છ સમજનારા, અને પોતાને પ્રગતિશીલ સમજતા લોકો એમની એક કલાકાર તરીકે કદર કરવા  માંડ્યા.

જ્યારે હેમલતાએ એમને ટેલીવીઝન અને સ્ટાર પ્લસ પર  સચીન જીગર જેવા ફીલ્મી જગતના જાણીતા સંગીતકાર સાથે કાર્યક્રમ આપવાની વાત કરી તો એ એમના માટે સપનુ જ હતું, પણ ખરેખર જ્યારે સ્ટેજ પર થી ગણપતિ સ્તુતિથી શરૂઆત કરી અને ઓડિયન્સને મંત્રમુગ્ધ કર્યું ત્યારે એમના ચહેરા પર ચમકતી ગૌરવની લાગણી અને હેમલતાની આંખના આંસુ જેની કોઈ કિંમત નહોતી.

મુંબઈ જેવા શહેરમા પોતાનુ ઘર હોય એ ભલે કોઈનુ સપનુ હોય પણ ઘર મેળવવા કેટલા વીસે સો કરવા પડે એ ઘર લેનારને જ ખબર હોય. એમા કોઈ વ્યક્તિ કાંદિવલીના લોખંડવાલા કોમ્પ્લેક્ષમા એક નહિ પણ બે અપાર્ટમેન્ટ ખાસ લોકોને મફત રહેવા માટે જ ખરીદે એને તમે શું કહેશો?

વાત કરવી છે કાર્યક્રમના બીજા મહેમાન સુરેશ અગરવાલની.  ૨૦૦૦ની સાલમા એમના કુટુંબમા ચારથી પાંચ જણા કેન્સરનો ભોગ બન્યા અને એને કારણે એમને  ટાટા કેન્સર હોસ્પિટલ લગભગ રોજ જવાનુ થતું. કેટલાય કલાક દર્દી સાથે બેસવાનુ થતું, દવા લેવા જવું કેમો થેરેપી માટે લઈ જવા વગેરે.

આ મા એમની નજરે હોસ્પિટલમા બહારગામથી આવતા દર્દી અને એમના સગાંવહાલા પર પડી. મધ્યમવર્ગીય લોકો, મુંબઈ જેવા મોટા શહેરમા કોઈને ઓળખતા નહોય, સારવાર માટે છ આઠ મહિના રહેવાનુ થાય, ક્યાં જાય એ લાચારી એમના ચહેરા પરથી ટપકતી હોય.

આજના કાર્યક્ર્મમા સાંગલીથી આવેલ દંપતિએ પોતાના ધનભાગ્યની વાત કરી.  પતિ પત્નિ પોતાના બે વર્ષના દિકરાની કેન્સર સારવાર માટે મુંબઈ આવ્યા હતા. ઈલાજ ચાલતો હતો અને ડો. એ એમને છ થી નવ મહિના મુંબઈ રહેવું પડશે એમ કહ્યું. મા ની આંખમા આંસુ આવી ગયા. પતિને કહ્યું” શું આપણે રેલ્વેના પ્લેટફોર્મ પર રહેવું પડશે? એક કામ કર, અમને મા દિકરાને આવતી ટ્રેન નીચે ધકેલી તું પાછો સાંગલી જતો રહે” માની નીતરતી આંખ અને પતિની લાચારીએ ત્યાં હાજર સહુની  આંખ ભીની કરી દીધી. પળમા જ એ મા એ સુરેશ અગરવાલ સામે આંગળી ચીંધી કહ્યું, “ડો. એ અમને દિલાસો આપ્યો અને અગરવાલ સાહેબને ફોન કરવા કહ્યું” સુરેશજી અમારા માટે એક ભગવાનથી કમ નથી. કહે છે ને કે ભગવાન પોતે બધે મદદ કરવા પહોંચી શકતા નથી એટલે સુરેશજી જેવા નેકદુત, દેવદુત ધરતી પર મોકલી આપે છે.

આજે અમે સુરેશભાઈના અપાર્ટમેન્ટમા રહીએ છીએ, અને સુરેશભાઈ ડો. પાસે લઈ જવાથી માંડી કેમોથેરેપી મા જવા બધે સાથ આપે છે. આજ સુધીમા એમના બે અપાર્ટમેન્ટમા ૮૦૦ થી વધારે કુટુંબ એમની આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

કાર્યક્રમ મા હાજર સહુના ચહેરા અહોભાવ અને અચંબાથી જાણે સ્થિર થઈ ગયા હતા. મુંબઈ જેવા શહેરમા એક ફ્લેટ લેવો એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ છે. પ્રોપર્ટીના ભાવ જે રીતે વધી રહ્યા છે એમા બે ફ્લેટ કરોડોની કિમતના ફક્ત આવા જરૂરતમંદ લોકોને એક પૈસાની અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે રહેવા આપવા એ સુરેશભાઈ અને એમના પરિવાર જેવા કોઈ વીરલા જ કરી શકે.

માર્ક અને ઈવોન ડીસોઝા એક એવું દંપતિ છે, જે મુંબઈમા લગભગ ૩૫ વ્યક્તિઓને રોજ ખાવાનુ પહોંચાડે છે.

વૃધ્ધ વ્યક્તિ જ્યારે પોતાનુ સ્વજન ગુમાવે, પતિ કે પત્નિ બે મા થી કોઈનુ અવસાન થાય, ઘણીવાર સંતાન હોય પણ દેખરેખ રાખી ના શકે, ક્યારેક કોઈ ના પણ હોય એવા મજબુર લાચાર વૃધ્ધો માટે ઘણી સંસ્થા ખુલી છે જે પૈસા લઈ આવા વૃધ્ધોને નિવાસ આપે એમની કાળજી લે, પણ ઘરે ઘરે જઈ શુધ્ધ ઘરનુ બનાવેલુ ભોજન એક પૈસો લીધા વગર સમયસર ટીફીનમા ભરી જાતે જઈ પહોંચાડવુ, એમના ખબર અંતર પુછવા, એમને જરાય પરવશતાની લાગણી ન થાય એમ મદદ કરવી એનાથી મોટુ કોઈ પુણ્યનુ કામ નથી. આ સેવા ડીસોઝા દંપતિ છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છે. શરૂઆત પાંચ છ જણ થી કરી અને આજે પાંત્રીસ જણ આ સેવાનો લાભ લે છે.

ભારતમા હજી પણ એવા ગામ, એવી કોમ છે જે દિકરીને ભણાવવામા માનતી નથી. માંડ સાત આઠ ચોપડી ભણે અને પરણવાની ઉમર થઈ જાય પછી ભણવાની શી જરૂર. આવી સોચ ધરાવતા સમાજમા સિધ્ધાર્થ ઝગડે એવી વ્યક્તિ છે જેણે કોઈ કારણસર પોતાનો અભ્યાસ રોકવો પડ્યો પણ પોતાની પત્નિ રશ્મિનુ જે સપનુ હતું ભણવાનુ એ પુરુ કરવા સમાજ વિરૂધ્ધ જઈ પુરી મદદ કરી અને પત્નિને IPS officer બનાવી. આજે રશ્મિ ઝગડે કોઈમ્બતુરમા સબ કલેક્ટર તરીકે સેવા આપે છે.

સ્ટાર પ્લસ પર શરૂ થયેલો આ કાર્યક્રમ સહુએ અચુક જોવા જેવો અને એમાથી પ્રેરણા લઈ જીવનમા કંઈક એવુ કરવાની ધગશ મેળવવાનો છે જે સાવ સામાન્ય માનવીને અસામાન્ય બનાવે.

હેમલતા કે સુરેશભાઇ, માર્ક ઈવોન કે સિધ્ધાર્થ એમને જે કરવું હતુ તે માટે એ કોઈના સાથ સંગાથની રાહ જોયા વગર પોતાની મંઝિલ પર નીકળી પડ્યા.

કાર્યક્રમની સમાપ્તિ અમિતાભે હરિવંશરાય બચ્ચનની પંક્તિથી કરી જે સહુએ પોતાનો જિવન મંત્ર બનાવવાની જરૂર છે.

“અકેલેપન કા બલ પહેચાન

શબ્દકહાં જોતુજકો ટોકે

હાથ કહાંજો તુજકો રોકે

રાહ વહી હૈ, દિશા વહી હૈ

તું કરે જહાં પ્રસ્થાન

અકેલેપન કા બલ પહેચાન”

રવિવાર રાતે આવતા આ કાર્યક્રમમા વધુ આવા વિરલા વિશે જોતા અને જાણતા રહીએ.

અસ્તુ,

શૈલા મુન્શા.  તા ૧૦/૨૩/૨૦૧૫

Advertisements
This entry was posted in Articles. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s