વાત અમારી નેઓમીની !!

બગીચામાં ખીલતા ફુલો તો દિવસ બે દિવસમાં કરમાઈ જતા હોય, પણ અમારી બાલ ફુલવાડી જે નોખા અનોખા બાળકોથી મહેકતી હોય એ તો હમેશા ખીલતી જ રહે છે. ભાતભાતના રંગોને સુગંધની જેમ કેટલાય ભાતીગળ બાળકોની દુનિયા જોવાનો અનુભવ પણ અનોખો છે. એમાના એક ફુલની વાત કરું.

ગયા વર્ષે નેઓમી અમારા ક્લાસમા આવી.નવા આવનાર બાળકો લગભગ ત્રણ વર્ષના હોય અને જુના બાળકો લગભગ પાંચથી છ વર્ષના હોય.

નવા બાળકોને સ્વભાવિક જ ક્લાસમા ગોઠવાતા વાર લાગે. દરેકની જુદી સમસ્યા અને જુદા લેબલ. કોઈ autistic હોય તો કોઈની વાચા ખુલીના હોય , તો કોઈનુ માનસિક સંતુલન બરાબર ના હોય.

નેઓમી સ્પેનિશ છોકરી, પણ રૂપે રંગે અમારી દાદીમા સાહિરાની જ પ્રતિકૃતિ. પહેલે દિવસે જેવી ક્લાસમા આવી કે તરત અમારો ઈસ્માઈલ બોલી ઉઠ્યો સાહિરા કેમ છે? નેઓમી મુંગી મુંગી એને તાકતી રહી. બે દિવસ, ત્રણ દિવસ થયા નેઓમી થોડું હસે પણ બોલવાની વાત નહિ. અમને તો એમ જ લાગ્યું કે નેઓમીની વાચા પુરી ખુલી નથી એટલે જ એ અમારા ક્લાસમા છે, પણ એની અદા અને નખરાં અમને સાહિરાની યાદ અપાવે. ત્રણ ચાર દિવસમા બેને પોતાનુ અસલી રૂપ બતાવવા માંડ્યું. ડેમિઅન નવો છોકરો આખો દિવસ રડ્યા કરે, તો નેઓમી જઈને એને મોઢા પર આંગળી મુકી ચુપ થવાનો ઈશારો કરે. બોલે નહિ પણ ચહેરાના હાવભાવ બધું કહી દે.

પાર્કમા રમવા લઈ જઈએ તો પાછા ફરવાનુ નામ નહિ. બોલાવીએ તો જાણે સાંભળ્યું ના હોય તેમ બીજે જ જોયા કરે, અથવા ક્યાંક લસરપટ્ટી નીચે છુપાઈ જાય. પોનીટેલ ખોલીને મા ભવાનીનો અવતાર બની જાય. જુના બાળકો ડુલસે કે ઈસ્માઈલ તો એને સાહિરા કહીને જ બોલાવે.

ધીરે ધીરે નેઓમી અમારી સાથે વધુ હળવા માંડી. એને બાથરૂમ લઈ જતા સહજ જ ગલીપચી કરતાં ખિલખિલ હસી પડી. મે એને મારૂ નામ કહ્યું “મીસ મુન્શા” તો પહેલીવાર એને બોલતા સાંભળી “મીસ મુન્શા” હું તો આભી જ બની ગઈ. ખુબ હોશિયાર, બધા કલરના નામ, આલ્ફાબેટ્સ, એકથી વીસ સુધી નંબર બધુ આવડે. સમન્થાએ એને કોમ્પ્યુટર પર બેસાડી અને હજી તો એ સ્ટાર ફોલની વેબસાઈટ ખોલે ત્યાંતો નેઓમી જાતે માઉસ ફેરવી જાતે ક્લીક કરવા માંડી. ધીરેધીરે ક્લાસમા બધા સાથે બોલવા માંડી,પણ સાથે દાદાગીરી પણ બધા પર સાહિરા જેવીજ.

સાહિરા આ વર્ષે પહેલા ધોરણમા ગઈ જેને અમેરિકામા લાઈફ સ્કીલનો ક્લાસ કહે છે, જ્યાં થોડા માનસિક રીતે પછાત બાળકો હોય.  નેઓમીની આવડત અને હોશિયારી સાહિરા કરતી ઘણી વધારે, પણ એ આવડત, એ હોશિયારી, જ્યારે બતાવવી હોય ત્યારે જ બતાવે. નેઓમીની મોટીબેન એના કરતાં બાર વર્ષ મોટી એટલે નેઓમી એના માટે દિકરી જેવી. નેઓમીમા ક્યાં કમી છે, એ વાત એ બરાબર સમજે અને ક્યારેક  સખ્તાઈથી નેઓમીને નિયમ અનુસાર કામ કરાવવાનો પ્રયાસ કરે, પણ માતાને મન નેઓમી નાની બાળકી અને ખુબ હોશિયાર. આવતા વર્ષે તો એ રેગ્યુલર પહેલા ધોરણમા જશે એવી માન્યતા.

Autistic બાળકોના એક લક્ષણ પ્રમાણે આ બાળકો કોઈપણ નવી વ્યક્તિ સાથે તરત હળીમળી નથી શકતા. નેઓમી જે સહજતાથી હવે અમારી સાથે દરેક પ્રવૃતિ મા ભાગ લે છે, ગીત ગાય છે એ જ નેઓમી સંગીતના સર ક્લાસમા આવે અને ગીત ગવડાવે તો પોતાની ખુરશી પર બેસી એવી રીતે જુએ કે જાણે એમને ઓળખતી પણ નથી. પાર્કમા બાળકોને રમવા લઈ જઈએ તો નેઓમી ઉડતા પંખીને જોઈ કિલકારી કરી ઉઠે, અને વિમાન પસાર થતું હોય તો અમારો હાથ ખેંચી અમને આંગળી ચીંધી બતાવે અને સાથે વિમાન, વિમાન કરી હરખાઈ ઉઠે, પણ જો કોઈ નવી વ્યક્તિ અમારી સાથે હોય તો નેઓમીનુ બીજું જ રૂપ જોવા મળે.

અમેરિકામા દર ત્રણ વર્ષે આવા બાળકોના માનસિક સંતુલનની બધી ટેસ્ટ લેવામા આવે, અને એના આધારે એમની પ્રગતિ અને લેબલમાં ફેરફાર થાય.

નેઓમીની પરિક્ષા લેવા જ્યારે સાયકોલોજીસ્ટ આવી ત્યારે નેઓમી કશું બોલ્યા વગર એમને જોતી રહી. નેઓમી જેવાં કેટલાય બાળકો હોશિયારી અને આવડત છતાં સ્પેસીઅલ નીડ બાળકના ક્લાસમા જ રહી જાય છે !!!

શૈલા મુન્શા

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

3 Responses to વાત અમારી નેઓમીની !!

 1. Neetin Vyas says:

  Many thanks for forwarding a really nice story about Naomy. These children are living their own world. Your observations and psycho analyses are very good.

  Like

 2. Mukesh Joshi says:

  Very Nice.

  Like

 3. You handle these kids with love and care.
  Good job!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s