અમેરિકા મા તો આમ પણ જીવન એટલુ વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તોય નિરાલી ના મનમા કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, સુતા એનો પીછો નહોતો છોડતો. અચાનક બનેલો કોઈ બનાવ, કોઈ ઘટના માનવીને અંદર બહારથી ઝંઝોડી દે એવુ ક્યારેક બની જતુ હોય છે.
આમ તો છાપુ ખોલો અને જાતજાતના સમાચાર વાંચવા મળે, ક્યાંક અકસ્માત, ક્યાંક આગ, ક્યાંક કોઈની બહાદુરી, રાજનેતાના દાવપેચ.બધુ વાંચીને મનમા દયા કે નફરત કે ગુસ્સો થોડીવાર આવે અને પાછા પોતાની ઘટમાળમા ગોઠવાઈ જઈએ. સૂરજની રોશની પડતાં જ જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થાય તેમ એ વાત સ્મૃતિપટ પરથી લોપાઈ જાય. સુનામી આવે કે ધરતીકંપ થાય, એક સાથે હજારો માણસો મોતને શરણ થાય, ત્યારે મનમા અનુકંપા જાગે, અરેરાટી નીકળે, પણ! નવો દિવસ ઊગે અને એ જ રોજીંદી જીંદગી.
અચાનક છેલ્લા બે મહિનામા બનેલા બે બનાવો એ નિરાલી ને જાણે હચમચાવી મુકી.
રવિવારનો દિવસ ને મધર્સ ડે. સરસ મુવી જોઈ નિરાલી એના પતિ નયન સાથે ઈન્ડિયન રેસ્ટોરન્ટ મા જમી ને ત્યાં પડેલા ન્યુસ પેપર લઈ ઘરે આવી. ટી.વી. જોતા અમસ્તા જ છાપાના પાના ફેરવતા નયન ની નજર એક ફોટા પર પડી ને એ ચમકી ગયો. છાપામા જેનો ફોટો હતો એની સાથે આમ તો કોઈ કોઈ સગાઈ નહોતી પણ બસ મિત્રતા. મિત્રતા પણ એવી કે નિરાલી નયન માટે એ નાના ભાઈ જેવો.
૩ મે ૨૦૧૫. રવિવારની રાત. પત્નિ અને બાળકો માટે જમવાનુ લઈ પાછા આવતા કોઈ અજાણ્યા ની ગાડી રસ્તા વચ્ચે ખોટકાયેલી એને મદદ કરવા પુનિત પોતાની ગાડી મા થી ઉતર્યો. પાછળ થી ગાડીને ધક્કો મારવા જતા બીજી એક ગાડીના નશામા ચૂર ડ્રાઈવરે પોતાની ગાડીથી રસ્તા પર ખોટકાયેલી ગાડી ને ટક્કર મારી ને એ ધક્કા થી પુનિત ઉછળી બાજુમા જ વહેતી બ્રાઝો નદીમા પડ્યો. ક્ષણભરમા આ બની ગયુ. અંધારામા કોઈને ખ્યાલ પણ ના આવ્યો. પત્નિ ફોન કરતી રહી કે પુનિત ખાવાનુ લઈ હજી આવ્યો કેમ નહિ? સાત દિવસે પુનિત નુ શરીર સો માઈલ દુર નદીમાથી મળ્યુ.
સ્કુલમા સમર હોલીડે શરૂ થવામા ચાર દિવસ બાકી. મી. ગુસ્તાવ પોતાના કુટંબ સાથે મેસેચુસેટ્સ ભણતી પોતાની દિકરી ના ગ્રેજ્યુએશન મા હાજરી આપવા નીકળી પડ્યા. બે જુવાન દિકરા અને પત્નિ સાથે બાય રોડ પહોંચતા બે દિવસ થયા. રસ્તામા ગુસ્તાવને પગમા જરા કળતર થતુ પણ બહુ ગણકાર્યું નહિ.
શુક્રવાર શાળાનો છેલ્લો દિવસ. હ્યુસ્ટન ના શિક્ષકો બધા ફરી મળીશુ કહી છુટા પડ્યા. ગુસ્તાવ પણ મેસેચુસેટ્સ દિકરી ના ફેમેલી ગેધરીંગમા સરસ સુટ પહેરી પત્નિ ને દિકરાઓ સાથે પહોંચી ગયા. રાતે ને રાતે દિકરાએ ફેસબુક પર ફોટા પણ મુકી દીધા. સુખી પરિવાર દિકરી સહિત સહુના ચહેરા પર ચમકતી ખુશી. અડધી રાતે પગનો દુખાવો એટલો વધી ગયો કે ગુસ્તાવને તરત હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. ડાયાબિટિશ થી પિડીત ગુસ્તાવ જોતજોતામા કોમા મા સરી ગયા. પગે ગેંગેરીંગ થઈ ગયુ, પગ કાપ્યો, થાય એટલા ઉપચાર કર્યા પણ ચાર દિવસમા કોમાની અવસ્થામા ગુસ્તાવે છેલ્લો શ્વાસ લીધો.
મંગળવારથી શરૂ થતી સમર સ્કુલ માટે જ્યારે નિરાલી અને બીજા શિક્ષકો સ્કુલે પહોંચ્યા ત્યારે ગુસ્તાવના મરણના સમાચાર મળ્યા. પત્નિ, દિકરી, અને બે દિકરા પિતાના શબને લઈ પાછા આવ્યા.
બસ! આ બનાવે નિરાલીને હચમચાવી મુકી. ક્ષણ બે ક્ષણ ના સમયમા નદીમા પડતા પુનિતના મનમા શું થયું હશે? ગુસ્તાવને સ્વપ્ને પણ ખ્યાલ હશે કે પોતે પાછો હ્યુસ્ટન નહિ જાય?
એવું નથી કે આવું બનતુ નથી. હમેશ જ આવા બનાવો બનતા રહે છે, પણ ક્યારેય આપણે વિચારતા નથી.કંઈ કેટલીય વસ્તુ મનમા ધરબાયેલી હોય છે. કેટલીય લાગણી, કોઈના તરફથી થતી ઉપેક્ષા, કોઈને વહાલના બે શબ્દ કહેવાની ઈચ્છા, જીવનભર સહેલી કોઈની જોહુકમી, પોતાના નો પ્રેમ, અને પોતાના નો જ તિરસ્કાર! સગાં, મિત્રો, કેટલાય સંબંધો આસપાસ વિંટળાયેલા હોય છે. ઘણીવાર વાત હોઠ સુધી પહોંચે પણ પ્રગટ ના થાય! કાલે જરૂર કરીશ ની રાહમા કાલ કદાચ આવે જ નહિ! શુ આમ જ જીવન પસાર થઈ જાય અને મનની વાત મનમા જ રહી જાય?
વાત કહેવાય નહિ પણ લખાય તો ખરી. મનમા ઉપજેલો ગુસ્સો, પ્રેમ, નિરાધારપણુ, સહિષ્ણુતા, હતાશા, લાગણી કદાચ જીવતા જે ન કહી શક્યા તે આપણા ગયા પછી પણ લખાણ રૂપે કોઈના વાંચવામા તો આવે. આપણા ગયા પછી એ વાંચી કોઈનુ જીવન સુધરી પણ જાય અને ન સુધરે તો ય, આપણુ મન હલકું થઈ જાય!
બસ એ વિચારે નિરાલી એ ડાયરી ને પેન હાથમા લીધા.
(સત્ય ઘટના પર આધારિત)
શૈલા મુન્શા તા. ૦૬/૨૯/૨૦૧૫
very good presentation.
LikeLike
Beautifully written !
LikeLike
Thank you Shailaben for sharing your new post with the good and clear message. Good job !
LikeLike
બહુ સરસ વાત. આવું હમેશાં બનતું જ હોય છે. મને તો ડાયરી લખવાની આદત છેક પંદર વર્ષની ઉંમરનો હતો ત્યારથી છે. ક્યારેક એ ડાયરીઓ પત્નીના હાથમાં આવી જતાં, આખી જિન્દગી મહેંણાં પણ સાંભળવા પડ્યા છે. પણ હું તો હળવોફુલ થઈ જ જાઉં છું
LikeLike
કોઈને વહાલના બે શબ્દ કહેવાની ઈચ્છા, hoy to do it Today.
you don’t know, what will happen tomorrow.
We all know this fact. However, we all live with the notion that nothing is going to happen to me.
Very good story Shailaben. Keep it up.
LikeLike
Very nice.
LikeLike
Pingback: ડાયરી!-શૈલા મુન્શા | સહિયારું સર્જન – ગદ્ય