મલકતુ મૌન!

thCTI2TKMTgoing down slides

મૌન ને પણ હોય છે ભાષા,સાંભળી છે કદી,

કશું કહેવાની ક્યાં જરૂર, અનુભવી છે કદી?

કીડીઓ ની ચાલતી હાર ને,નિહાળતુ બાળ

વાંચ્યુ છે કુતૂહલ આંખમા એની કદી?

રોજ લસરવું લસરપટ્ટી પર, રોજ  આનંદ ને હસી,

કલકલતું હાસ્ય, એ નિર્દોષતા માણી છે કદી?

આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયુ,

મલકતા એ મૌન ની મોંઘેરી મિરાત જાણી છે કદી?

ખરબચડા હાથ વરસાવે વહાલ તમ શિરે,

શબ્દ બને મૌન, એ મમતા પામી છે કદી?

મૌન ને  પણ હોય છે ભાષા, સાંભળી છે કદી?

 

શૈલા મુન્શા  તા. ૦૬/૧૭/૨૦૧૫

 

 

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

8 Responses to મલકતુ મૌન!

 1. SARYU PARIKH says:

  very nice poem.
  આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયુ,
  મલકતા એ મૌન ની મોંઘેરી મિરાત જાણી છે કદી?
  Saryu

  Liked by 1 person

 2. vijayshah says:

  ઘણી જ ઉંચી વાત.. સાવ સરળ શબ્દોમાં – બહુ સરસ – અભિનંદન

  Like

 3. મૌનની વાણી સાંભળનારા વિરલા મળવા આસાન નથી !

  સરસ

  Like

 4. રાજેશ પટેલ says:

  ખરેખર મૌન પણ ઘણું બધું કહી દે છે
  તે સુંદર રીતે રજુ થયું છે આપના શબ્દપુષ્પો ધ્વારા…
  આપના કાવ્યો બોલ્યા વિના
  મૌન રહીને જ ઘણું બધું ઘણું બધું વ્યક્ત કરી દે છે.
  ખુબ જ સુંદર રચના…

  Like

 5. Smita parikh says:

  Maun shabdane simili kharekhar Saras aapi chhe. Tenu mahatva vad hi gayu.

  Like

 6. સનત પરીખ says:

  Yes silence has its own beauty. Nice poem.

  Like

 7. Hemant bhavsar says:

  Very nice shaila Ji….Good thinking. Keep up good work and good thought.
  Thank you for sharing with me.

  Like

 8. વિહાર બક્ષી says:

  Thanks for sharing.
  વાંચવાની મઝા આવે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s