પ્રકોપ!

5606565172_6fc41e5138_z

વા વાયા ને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

પણ વિફરે જો વાદળ ને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ?

ગગન ગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

પણ ત્રાટકે જો વિજળી ને  વન બળે લીલુડાં, તો કરીએ શું મારા ભાઈ?

રણ ની રેત જાણે લાગે મખમલી સેજ, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

ફુંકાય  બની વંટોળ એ રેત, ને નગર બને કબર તો કરીએ શું મારા ભાઈ?

વરસાદી મોસમ ને નદી નો કિનારો, ત્યાં સુધી તો ઠિક છે મારા ભાઈ!

ધસમસતા વેગે વહેતી એ નદી ફેલાવે વિનાશ, તો  કરીએ શું મારા ભાઈ?

ભલાઈ નો બદલો મળે ભલાઈ થી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

કદી મળે ઉપકાર નો બદલો અપમાનથી, તો  કરીએ શુંમારા ભાઈ?

વા વાયા ને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઇ!

 

શૈલા મુન્શા. તા ૦૫/૨૯/૨૦૧૫

 

This entry was posted in poems. Bookmark the permalink.

11 Responses to પ્રકોપ!

 1. NAVIN BANKER says:

  ખુબ સરસ કાવ્ય લખ્યું છે આપે. અને સાહિત્ય સરિતાની ૧૫૪મી બેઠક માં આપના સ્વમુખે એ સાંભળીને વધુ આનંદ થયો હતો.
  નવીન બેન્કર

  Like

 2. બારીમાંથી જોઈએ અને માણીએ કુદરતની કઠિનાઈ

  વાદળ ઉમટે ઘનઘોર વરસે કશું ન કરી શકીએ મારા ભાઈ

  પ્રવિનાશ

  Like

 3. chaman says:

  તમે પ્રશાંતના પડખામાં બેસીને પણ શાંત નથી તો શું મારા ભાઈ,
  પ્રતિભાવ તો આપીએ છીએ ઘરના છો તમે એ ઠીક છે મારા ભાઈ!
  ‘ચમન’

  Like

 4. Hemant bhavsar says:

  very nice.

  Like

 5. Viharika Bakshi says:

  Beautifully written.

  Like

 6. Rajesh Patel says:

  very touchy poem. Really true feelings.

  Like

 7. Mukesh Joshi says:

  Excellent Shailaben.

  Like

 8. Sanat Parikh says:

  Yes we cannot do against nature’s force. Nice way to put in poetic form.

  Like

 9. SARYU PARIKH says:

  સરસ અને સરળ.
  સરયૂ

  Like

 10. સંગીતા ધારિયા says:

  વાહ! શું વાત છે! ખુબ સરસ.

  Like

 11. પ્રશાંત મુન્શા says:

  આ તો વખાણની જરા દાઢ સળવળી ગઇ

  ને અભિમાનથી છાતી જો જરાક ફુલાઇ ગઇ ,

  રોકી ના શકાય આનંદની એ લાગણીઓને

  અતિરેક જણાય તો શું કરી શકીએ મારાં ભઇ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s