તે પહેલા!

stock-footage-lonely-girl-on-a-pier-in-venice

માણવી છે એકલતા કોઈ આપે તે પહેલા,
છુપાવવા છે જખમ કોઈ પામે તે પહેલા.

સમેટી લઉ હાથેળીમા આ સરી જતી રેત!
બાંધવા છે મિનારા રેતના, તુટે તે પહેલા.

દોરંગી આ દુનિયાની રીત સાવ નિરાળી,
છુપાવું આંસુ મન મહી, હૈયું ઝુરે તે પહેલા.

સંબંધો ના તાણાવાણા મા  અટવાય માનવી,
કરૂં સાબદા સહુ સંબંધ, કોઈ રોકે તે પહેલા.

પ્રેમ ને વિશ્વાસ, માગ્યા મળે છે ક્યાં  કદી,
ગોપાવી દુઃખ વહેંચુ પ્રેમ,કોઈ રોકે તે પહેલા.

શૈલા મુન્શા તા. ૧૧/૨૩/૨૦૧૪

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

8 Responses to તે પહેલા!

 1. SARYU PARIKH says:

  very nice.
  Saryu

  Like

 2. Pragnaji says:

  સરસ છે। સહેવી છે વેદના, કોઈ થોપે તે પહેલા..

  Like

 3. Nitin Vyas says:

  Very nicely peened, I have really enjoyed reading it

  Like

 4. Veena. says:

  Very touchable. Like so much. Congrates. Write more & more. GOD bless you.
  Veenamasi.
  J. S. K.

  Like

 5. રાજેશ પટેલ says:

  માનવી પોતાના લોકો સાથેના સંબંધોમાં આનંદની અપેક્ષા રાખે છે,
  જે મોટે ભાગે તો મળે જ છે,
  પરંતુ દુઃખ પણ પોતાના લોકો જ આપે છે,ત્યારે …………
  પોતાના લોકોથી દુઃખી થવા કરતાં
  જાતે જ દુઃખી થઇ જવાની લાગણી વ્યક્ત કરતી આપની આ રચના વાંચતાં
  કોઈ પણ વ્યક્તિને આ રીતે જ વર્તન કરવાની લાગણી પેદા કરે તેવી છે.
  સુંદર ના કહેતાં અદભૂત લાગણી પ્રદર્શિત કરતી રચના…………..
  અભિનંદન.

  Like

 6. vijayshah says:

  saras

  પ્રેમ ને વિશ્વાસ માગ્યા મળે ના કદી,
  ગોપાવી દુઃખ વહેંચુ પ્રેમ,કોઈ રોકે તે પહેલા.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s