ડુલસે

ડુલસે ગયા વર્ષે અમારા ક્લાસમા આવી. મજાની સ્પેનિશ છોકરી. ભારતની ભાષામા વાત કરીએ તો નાનકડી પણ જમાદાર. પહેલા દિવસ થી જ કોઈના થી ડરવાનુ નહિ, કોઈ હાથ લગાડે તો સામો જવાબ મળી જ જાય. ધીરે ધીરે ક્લાસમા ગોઠવાતી ગઈ. બધા સાથે ઝડપથી હળી મળી ગઈ. ક્લાસના નિયમો નુ પાલન કરતી થઈ.નવુ શિખવાની એની તત્પરતા જોઈ હું ને સમન્થા વાત કરતા કે જેવી ડુલસે ચાર વર્ષની થશે કે એને regular pre-k ના ક્લાસમા અડધો દિવસ મોકલવાનુ શરૂ કરશું.
અમારા આ મંદ બુધ્ધિના ક્લાસમા દરેક બાળક મંદ બુધ્ધિનુ હોય એવું નથી. ઘણાની વાચા મોડી ખુલી હોય અથવા શારિરીક કાંઈક ખામી હોય અથવા Autistic બાળક હોય પણ એને યોગ્ય તાલીમ અને બધી જાતની થેરેપી મળે તો એ regular pre-k ના ક્લાસમા ચાર વર્ષ નુ થાય એટલે જઈ શકે.
ડુલસે ને આ વર્ષે અમે બે કલાક માટે બીજા ક્લાસ મા મોકલવા માંડ્યા અને એ સારી રીતે ગોઠવાઈ પણ ગઈ. ચબરાક તો એ હતી જ અને હસમુખી એટલે બધા એને પોતાના ક્લાસમા લેવા તૈયાર.
આજે ૩૧ ઓક્ટોબેર આખા અમેરિકા મા હેલોવીન નો તહેવાર ઉજવાય. ભુત પ્રેત ને પિશાચ ને ડાકણ જેવા પહેરવેશ પહેરી બાળકો સાંજ પડે આજુબાજુના ઘરમા જઈ હાથમા નાની બાસકેટ લઈ કેન્ડી ઉઘરાવવા જાય. આ તહેવારનુ શુ મહત્વ છે એ મારા જેવી ભારત થી થોડા વર્ષો પહેલા આવેલી વ્યક્તિને ખાસ ખ્યાલ ન આવે પણ ખેર! મુખ્ય વાત એ છે કે સ્કુલમા અમે બાળકો ને ડરાવના ડ્રેસ પહેરી ને આવવાને બદલે સ્પાઈડર મેન કે પ્રીન્સેસ જેવા ડ્રેસ પહેરવાનુ કહીએ અને નાનકડી પાર્ટી કરીએ.
અમારા ક્લાસમા ત્રણ છોકરી અને નવ છોકરા. મોનિકા અને સિતિયાના બન્ને જણ સરસ પ્રીન્સેસનો ડ્રેસ પહેરીને આવ્યા હતા. લાગતા હતા પણ ખુબ સુંદર. મે સહજ જ બન્નેના વખાણ કરી ફોટા પાડ્યા અને ડુલસેનો ચહેરો જોવા જેવો!
બેનની આંખમાથી તો ટપ ટપ આંસુ ખરવા માંડ્યા. એટલી ઉદાસી અને અને દયામણો ચહેરો! હું ને સમન્થા એને સમજાવવાની કોશિશ કરી રહ્યા પણ એના આંસુ અટકવાનુ નામ નહોતા લેતા. આખરે મારે અમારા કબાટમા ફાંફાફોળા કરી એક ડ્રેસ શોધવો પડ્યો. બાળકોને સામાન્ય જ્ઞાન આપવા જુદાજુદા કોમ્યુનીટી હેલ્પર ના ડ્રેસ અમારી પાસે હોય. ડુલસે ના માપનો એક નર્સ નો ડ્રેસ મળ્યો. એને પહેરાવ્યો, માથે નર્સની ટોપી પહેરાવી અને ફોટો પાડ્યો. ક્ષણમા એનો ચહેરો ખીલી ઉઠ્યો. જાણે જંગ જીતીને આવી હોય એમ રૂવાબ એના ચહેરા પર આવી ગયો.
આજ તો ખુબી છે આ બાળકોની. અરે! દુનિયાના કોઈપણ બાળકની.ક્ષણમા ઉદાસ અને ક્ષણમા રાજી.ડ્રેસ મોંઘો છે કે સસ્તો એની પરવા નહિ પણ પોતે પણ નવો ડ્રેસ પહેરી શકી એ જ ડુલસે માટે મહત્વનુ હતું.
એના આનંદે અમારો દિવસ મહેકાવી દીધો.

શૈલા મુન્શા. તા-૧૦/૩૧/૨૦૧૪

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

3 Responses to ડુલસે

 1. Prashant Munshaw says:

  નાનકડી પણ સોહામણી ડુલસેનુ સ્મિત કેટલું સૌને વ્હાલુ લાગ્યું હશે જેની કલ્પના થી જ મન તરબોળ થઈ ગયું . નવીનતા તો બાળ સહજ છે. આજની Halloween ની ઉજવણી ખરેખર પ્રાસંગીક પણ યાદગાર બની ગઈ.
  પ્રશાંત મુન્શા

  Like

 2. Happy Halloween to all and specially Dullse.

  Kids smile is the best reward.

  pravina Avinash

  Like

 3. રાજેશ પટેલ says:

  બાળકોની માંગણી અને લાગણી લાંબો સમય ટકતી નથી, જરૂર હોય છે તેમને સમજવાની….
  જો બધાં બાળકોને આપ જેવા સમજવાવાળા શિક્ષકો મળે તો?
  બાળકોનું બાળપણ મહોરી ઉઠે………….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s