૨૦૧૪-૧૫ નવુ વર્ષ

રજા નો અંત અને શાળાકિય નવા વર્ષની શરૂઆત. પહેલો દિવસ, થોડા જુના થોડા નવા બાળકો નુ આગમન.
એવું લાગ્યું કે બાળકો કરતાં મા બાપ સ્કુલ ખુલવાની વધુ આતુરતાથી રાહ જોતા હશે. અમારા પ્રીન્સીપાલે ચેતવણી આપી જ હતી કે પહેલે દિવસે તમારા સમય કરતા અડધો કલાક વહેલા આવવાની કોશિશ કરજો, નહિ તો તમને જ તમારી ગાડી પાર્ક કરવાની જગ્યા નહિ મળે. એવું જ બન્યુ. હું તો મારી ટેવ પ્રમાણે સમય કરતા ઘણી વહેલી પહોંચી ગઈ હતી પણ નવા શિક્ષક બિચારા પોતાના સમયે આવ્યા અને પછી રઘવાયા બની બિલ્ડીંગ ની આસપાસ ચકરાવો લેતા રહ્યા “મને મોડું થઈ રહ્યું છે અને ક્યાંય પાર્કીંગ નથી મળતુ, ઓહ ગોડ! પહેલે દિવસે જ મોડો પડીશ” એમની હાલત પર હસવું કે સહાનુભુતિ દાખવવી એ સવાલ હતો.
ખેર આતો સામાન્ય વાત થઈ, પણ મારા બાળકો જે ગયા વર્ષે સ્કુલ મા હતા એ તો આવતાંની સાથે વળગી પડ્યા. એ.જે. હવે બાજુના લાઈફસ્કીલ ના ક્લાસમા ગયો પણ જરા ગુંચવાઈ ગયો. “મીસ મુન્શા મને ક્યાં લઈ જાય છે” અમારી મોનિકા ખાસી ગોળમટોળ થઈ ગઈ હતી. રજા દરમ્યાન પિતા અને દાદીના રાજ મા ફક્ત ખાવા અને આરામ સિવાય કશું કર્યું નહોતુ એ દેખાઈ આવ્યું. ડુલસે વધુ ડાહી અને ઠાવકી લાગતી હતી. એને પુછ્યું કે ડેનિયલ ક્યાં તો કહે”ઊંઘે છે” અને સાચે જ ડેનિયલ આવ્યો નહોતો.
આ વર્ષે થોડા નવા બાળકો આવ્યા છે. સાહિરા, સીટિયાના, બ્રેનડન, જોની,અને સાવ નાનકડો ગ્રેગરી. આ બધા બાળકો ના અનુભવો પીરસતી રહીશ. હર એક ની જુદી કહાની છે, કોઈ આંખ ભીંજવે તો કોઈ રમુજ પમાડે.
પહેલો દિવસ થોડો રઘવાયો થોડો ગુંચવાયેલો અને ઘણો બધો આનંદજનક પણ રહ્યો. સાહિરા અમને ડુલસે ની યાદ અપાવે એવી જમાદાર છે. સીટિયાના ઘરે વધુ પડતા લાડમા ઉછરી રહી છે તે દેખાઈ આવે અને બ્રેનડન(બીજો) આવતાની સાથે ભેંકડો તાણી રડવા માંડ્યો પણ જેવી મમ્મી ગઈ કે પાંચ મીનિટ મા કોમ્પ્યુટર પર કાર્ટૂન જોવા બેસી ગયો.
દર વર્ષે આવતા નવા બાળકો અચૂક મને મારા બાળકોના બચપણ ની યાદ કરાવે. એમનો સ્કુલ નો પહેલો દિવસ. શ્વેતા મને સ્કુલે જતા જોઈ હમેશ મારી નકલ કરતી અને શિક્ષક બનવાની એક્ટીંગ કરતી. એ પહેલે દિવસે રડી હોય એવું મને યાદ નથી. અલબત્ત મારી આંખમા પાણી જરૂર હતા, અને સમીત નર્સરી મા પહેલે દિવસે ગયો અંદર ત્યારે તો મને છોડતાં રડ્યો નહિ, કદાચ ઘણા રમકડાં અને સરસ મજાનો ક્લાસ અને ઘણા બાળકો જોઈ નવાઈ પામ્યો હશે.મારા પગ બારી પાસેથી ખસતાં નહોતા અને આંસુ રોકાતા નહોતા ત્યાં બધાને બહાર નીકળવાનો આદેશ થયો. હું જોતી હતી કે સમીત તો રમવામા મશગુલ થઈ ગયો છે. મન ને થોડી નિંરાત થઈ, પણ જ્યારે બાર વાગે લેવા ગઈ ત્યારે એનો ચહેરો આંસુથી છલકાઈ ગયો હતો. મને જોતા જે રીતે એ વળગ્યો કે જાણે ક્યારેય નહિ છોડે. મે ટીચર ને પુછ્યું કે શું થયું? તો જવાબ મળ્યો કે બસ એક બાળકની મમ્મી જરા વહેલી આવી અને એને જતા જોઈ સમીત અને બીજા ઘણા બાળકો નુ રડવાનુ ચાલુ થઈ ગયું.
આજે પણ આ મારા બાળકો ને જોઈ મને એ દિવસો હમેશ યાદ આવી જાય છે.
બાળક અને મા દુનિયા ના દરેક ખુણે સરખાં જ હોય છે, પણ જ્યારે કોઈ જુદો અનુભવ થાય છે તો મન કલ્પી નથી શકતું.
વધુ આવતા અંકે.

શૈલા મુન્શા. તા. ૦૮/૨૬/૨૦૧૪

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

5 Responses to ૨૦૧૪-૧૫ નવુ વર્ષ

 1. પ્રશાંત મુન્શા says:

  આ વાંચીને મને પણ મારાં બાળપણ્ના ઝાંખા સંસ્મરણૉ થઈ ગયાં પણ અહિં વિશેષ રૂપે તારી (એની) સ્કૂલના બીજાં ભૂલકાંઓ અને વિશેષરૂપે અમારાં બાળકો – શ્વૅતા અને સમીત – વિષે વાંચીને એમની સ્કુલના શરૂઆતના દિવસોના સંસ્મરણો તાજાં થઈ ગયાં અને એમના શૈશવની યાદો આંખો સમક્ષ તરવરવાં લાગી.અરે આબેહૂબ ચિત્ર ખડું થઈ ગયું. પ્રમાણિક્પણે કહેશોને કે તમને પણ એવું કંઈક લાગ્યું ને? ખરેખર જ્યારે નાના હોઈએ ત્યારે જલ્દીથી મોટાં થઈ જવું હોય છે અને અને આપણે જ્યારે દાદા-દાદી બની જઈએ ત્યારે મન માંકડુ થઈ એજ માંગે. વિચિત્ર છે ને? બસ, શૈલાની આ લાક્ષણિક શૈલી અને એના નાના ભૂલકાંઓની વાતોનો અખૂટ ખાજાનો અવિરત આપણને મળ્યાં કરે અને આપણે એમાં ડૂબકી માર્યાં જ કરીએ.
  પ્રશાંત મુન્શા – તા. ઓગષ્ટ ૨૬,૨૦૧૪

  Like

 2. devikadhruva says:

  Very touchy style… Last line is full with deep meaning.

  Like

 3. Sanat Parikh says:

  True life experience in which one can drown oneself! Good rendition.

  Like

 4. રાજેશ પટેલ says:

  કેટલાક ઉમદા માનવીઓમાં અન્યનાં બાળકોમાં પણ પોતાપણું જોવાની ખાસિયત રહેલી હોય છે, બસ આ વિશેષ ગુણ જ તે વ્યક્તિને વિશેષતા બક્ષે છે. આ ગુણ ઈશ્વર કૃપાથી જ પ્રાપ્ત થઇ શકે. …..
  જીવનનો સાચો આનંદ વસ્તુઓ દ્વારા નહિ, પણ કોઈના ચહેરા પર આપણા કારણે પથરાતા નિર્દોષ હાસ્યથી જ પ્રાપ્ત થઇ શકે.
  આપશ્રી પાસે બીજાના બાળકોને પણ પોતાના કરી લેવાનો અને તેના ચહેરા પર હાસ્ય પાથરી દેવાની ઝંખનાનો ગુણ દેખાઈ રહ્યો છે.
  આપનો આ ગુણ સદાકાળ જીવંત રહે અને આપ નિર્દોષ બાળકોના પ્રેમમાં નહાતા રહો તેવી પરમ કૃપાળુ પરમાત્માને અંતરથી પ્રાર્થના ……………………………………..

  Like

 5. Samit Munshaw says:

  Very cute Mom.. I didn’t know about my first day at all.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s