હાઈકુ

૧- આપ્યા વરસો,
ભરી ઝોળી સહુની
નિજ ની ખાલી.

૨- આપી તે પાંખ
ઊડવાને ગગન,
મૂળ તો ઊંડા.

૩- મા ની પાંપણે
નીતરે વરસાદ,
આશિષ રૂપે.

૪-ગુરૂ વંદના
જગાડે આશ દિલે,
વિદ્યા તો ફળી.

૫- ઝુરતી ગોપી
ગોકુળ ને મારગ,
ક્યાં છે કહાન?

૬- મિચાઈ આંખો,
જીંદગી આખી પ્રશ્ન!
મોત પછી શું?

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

5 Responses to હાઈકુ

 1. હાઈકુ વાંચ્યા
  મનને ખૂબ ગમ્યા
  શિઘ્ર પ્રતિભાવ આપ્યો

  Like

 2. રાજેશ પટેલ says:

  બીજા માટે જીન્દગી જીવ્યા, …………….
  બીજાની ઝોળી ભરી દીધી પણ નીજની જ ખાલી રહી…………..
  જેવા અદભૂત ભાવ ધરાવતી આપની રચનાઓ ખુબ ગમી,
  સૃજનનો આનંદ માણતા રહો …….

  Like

 3. nbimal says:

  Namaste Ben,

  Liked It!! It’s very Nice to hear from you.

  Regards
  Bimal Shah

  Date: Mon, 18 Aug 2014 17:23:59 +0000
  To: nbimal@hotmail.com

  Like

 4. Pragnaji says:

  હાઈકુ વાંચ્યા
  મનને ખૂબ ગમ્યા…

  આપી તે પાંખ
  ઊડવાને ગગન,
  મૂળ તો ઊંડા
  ખુબ સરસ સચોટ વિચાર

  Like

 5. શૈલાબેન,
  આપ એક dedicated teacher છો. એક સમર્પિત શિક્ષક છો. નાના ભૂલકાઓ જોડેના આપના અનુભવો વાંચવા ગમે છે. ચારિત્ર ઘડતરમાં મા બાપની સાથે એક શિક્ષકનો ફાળો ઘણો મહત્વનો હોય છે. આપ એક માનસશાત્રીની જેમ આપની ફરજ નિભાવી રહ્યા છે. અભિનંદન!

  આપના હાઈકુમાંનુ એક –
  આપ્યા વરસો,
  ભરી ઝોળી સહુની
  નિજ ની ખાલી.

  આપ તો આપવા માટે સરજાયેલા છો અને આપ એજ કાર્ય ખંતથી કરી રહ્યા છો, પછી નિજની ઝોળી ખાલી કેવી રીતે રહી શકે? આપવામાં જે આત્મ સંતોષ મળે છે એની તોલે કાંઈ જ ના આવી શકે! હા, કવિતામાં કે હાઈકુમાં લખવા માટે ઠીક છે અને મને ખાતરી છે કે તમે પણ એમ જ માનો છો. આ હાઈકુ જરા જુદી રીતે લખવાની જુર્રત કરું છું.

  આપ્યા વરસો,
  ભરી ઝોળી સહુની
  નિજ આનંદે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s