હોત ના!

આંસુની ખેવના આમતો હોત ના,
દીલનો કાબુ જો હું સદા ખોત ના.

કોઇ વરસી ગયાં કોઈ વિખરાઈ ગયા,
જે ભીતર કંઈ રહ્યાં પાંપણે, રોત ના.

આમ તો રાખી હિમત ઘણી મનમહીં,
જો દુઃખો ની એ વર્ષા કદી જોત ના.

કાળ ની થાપટો થી બચે ના કોઈ,
ક્યાં બને એવું, આવે કદી મોત ના.

જીવવાની કળા બસ શીખી જો લે સૌ,
મુખવટો હાસ્ય નો, ગમને તું ગોત ના.

આંસુ ની ખેવના આમતો હોત ના,
દિલનો કાબુ જો હું સદા ખોત ના.

શૈલા મુન્શા. તા. ૦૬/ ૧૯/૨૦૧૪

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

4 Responses to હોત ના!

 1. Navin Banker says:

  Very nice and touchy. I liked it.
  Navin Banker

  Like

 2. Prashant Munshaw says:

  અમારું દિલડું પણ તમારાં વિના
  એટલું હિજરાત હોત ના
  અગર તમે અને હું
  જો સાથ સાથ હોત ના.
  પાપણની ભીનાશ હજુ
  કોરી કદીય હોત ના
  જો સદા હસતું વદન
  તમારૂં અમે જોયું હોત ના.
  દિલની આ વાત અગર
  જો તમને હું કહું ના
  તો દિલમહિં ઘુઘવતો સાગર
  કેમેય કરી છલકાત ના.
  બસ, હવે છે એક સપનુ
  બતાવું તમને કેમ કરી
  કે તમારી આંખોમા વસી
  સદા રહું ફક્ત મિરાત ના.

  પ્રશાંતની મનોકામના.

  Like

 3. રાજેશ પટેલ says:

  ખુબ ભાવવાહી રચના.
  માનવી જીવતા શીખી જાય તો પણ ઘણું,
  પણ એ કળા બધાને ક્યાં હસ્તગત થાય છે?
  કેટલાકને તો બસ દુખી થતા જ આવડે છે.
  કાવ્ય ખુબ ગમ્યું……………..
  પ્રશાંતભાઈની કોમેન્ટ પણ લાજવાબ છે…………

  Like

 4. Samit Munshaw says:

  Very deep feelings…… I had tears in my eyes reading this

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s