વેલેન્ટીનો

આજે સવારે બસમા વેલેન્ટીનો ને જોઈ મારા આનંદ નો પાર ન રહ્યો. સાથે એક જાતના દુઃખ ની લાગણી પણ મનમા ઘુમરાતી રહી.
મારા રોજીંદા પ્રસંગો મા આગળ પણ મે એના વિશે વાત કરી છે. અમેરિકા મા હું માનસિક અને શારીરિક અપંગતા વાળા બાળકો સાથે કામ કરૂં છુ. જેમની ઉમર ત્રણ થી પાંચ વર્ષની હોય. અહીં આ ક્લાસને P.P.C.D. (pre-primary children with dis- ability) કહે છે. અહીં આવતું દરેક બાળક માનસિક રીતે પછાત હોય એ જરૂરી નથી, પણ ઘણાની વાચા પુરી ખુલી ન હોય એવા ત્રણ વર્ષના બાળકને આ ક્લાસમા ઘણી સગવડ મળતી હોય છે. આગળ જતા આ બાળકો regular pre-k મા જઈ શકે.
વેલેન્ટીનો જ્યારે આવ્યો ત્યારે એને જોતા જ કોઈને પણ એના પર વહાલ આવી જાય એવો મજાનો લાગતો હતો.સોનેરી વાંકડિયા વાળ અને ગોરો ગોરો.ત્વચા એટલી કોમળ કે જરા જોરથી હાથ પકડીયે તો આંગળાની છાપ એના હાથ પર દેખાઈ આવે. આવ્યો ત્યારે વધુ પડતા લાડને કારણે રડીને બધુ મનાવવાની આદત હતી. થોડા દિવસ તો ચાલ્યું પણ પછી સ્કુલના નિયમો નુ પાલન કરતા શીખ્યો. ચપળ અને હોશિયાર એટલો કે ઝડપથી બધુ શિખવા માંડ્યો. વેલેન્ટીનો અને મિકેલ લગભગ સાથે જ મારા ક્લાસમા આવ્યા હતા. જેવા બન્ને ચાર વર્ષના થયા અમે એમને અડધો દિવસ regular pre-k ના ક્લાસમા મોકલવા માટે માબાપની અનુમતિ માંગી. સામાન્ય રીતે એ વસ્તુ માબાપ માટે ઘણા આનંદની હોય કે એમનુ બાળક સામાન્ય બાળક સાથે એમના ક્લાસમા જતુ થાય. મિકેલ ના માબાપ તો ખુબ રાજી થયા અને તરત અનુમતિ આપી, પણ વેલેન્ટીનો ની મા તૈયાર ના થઈ. વેલેન્ટીનો ને એ મોટા ક્લાસમા મોકલવા નહોતી માંગતી. ગયા વર્ષે એ લોકો બીજે રહેવા ગયા એટલે વેલેન્ટીનો બીજી સ્કુલમા ગયો.
અત્યારે સમર સ્કુલ ના લિસ્ટ મા એનુ નામ જોઈ નવાઈ લાગી. મારી ધારણા હતી કે હવે તો જરૂર વેલેન્ટીનો regulara pre-k ક્લાસમા હશે, પણ આજે જ્યારે એને એ જ ક્લાસમા જોયો અને આખો દિવસ એની સાથે રહ્યા પછી મારી સમજ મા એ ન આવ્યુ કે આ બાળક શા માટે માનસિક પછાત બાળકોના ક્લાસ મા હજી પણ છે? પુરી રીતે નોર્મલ બાળક ને શા માટે વિકસવાની તક નથી મળતી? મારી ટીચરે મને સમજાવ્યું “મીસ મુન્શા અમેરિકા મા બાળક જો માનસિક પછાત, કે Autistic ની શ્રેણીમા આવે તો સરકાર તરફ થી મોટી રકમ નો ચેક દર મહિને એમની દેખરેખ માટે મળે, માટે વેલેન્ટીનો જ નહિ ઘણા બાળકો નોર્મલ હોય પણ વર્તણુક તોફાની હોય કે જીદ્દી સ્વભાવ હોય તો એને કોઈ લેબલ લગાડી સરકાર પાસે પૈસા પડાવવાના આ બધા બહાના છે.”
માબાપ ના આ માનસિક પછાતપણા નુ શું કરવુ?

શૈલા મુન્શા. તા ૦૬/૦૫/૨૦૧૪

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

5 Responses to વેલેન્ટીનો

 1. It is the human nature. Just want to get freebee’s which ever way they can. Even at the cost of their own children.

  Like

 2. રાજેશ પટેલ says:

  ઇન્ડિયામાં અમારી પાસે ભણવા માટે એવા ઘણા બાળકો આવે છે, કે જે સાચે જ મંદબુદ્ધિ હોય, પણ માં-બાપ ઈચ્છે છે કે તેમને સામાન્ય બાળકો સાથે જ ભણવા મળે, જેથી તેમના પર મંદબુદ્ધિનું લેબલ ના લાગે.
  અમેરિકામાં સરકારી લાભ માટે વાલીઓ આવું વર્તન કરે તેવી અપેક્ષા ના જ હોય. બાળકના ભોગે મોટે ભાગે ઇન્ડિયામાં આવું ઓછુ બને છે, પછી ભલે ને વાલી ગરીબ કેમ ના હોય…. બાળકો પ્રત્યે પ્રેમ તો હોય જ ને…
  ઇન્ડિયા ઈઝ ગ્રેટ અમથું થોડું કીધું છે?

  Like

 3. I hope it curtails with first generation immigrants only…!

  Like

 4. riteshmokasana says:

  હૃદય દ્રાવક !

  Like

 5. Smitasmunshaw'sblog. says:

  Jo parents this way child no progress a rode to like teachers parentsne explain na Kari shake.though they r need

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s