રીમા

રીમા જેમ જેમ ઉતાવળ કરતી કંઈક ને કાંઈક મોડું થઈ જતું. આમ તો રાતે વેધર જોઈને જ થતું કે કાલે ઓફિસ જવું કે નહિ? મુંબઈની ગરમી ક્યાં ને ન્યુયોર્કની બરફીલી મોસમ ક્યાં? બારી બહાર નજર કરી તો ચારેકોર સફેદી ની ચાદર. આ તો જો કે લગભગ રોજ નો નજારો હતો, આમ પણ રીમા ને ન્યુયોર્ક આવે માંડ પંદર દિવસ થયા હતા. એના કામની આવડત અને એની પરખ એને અહીં લઈ આવી હતી. અમેરિકાની શાખાને એની તાતી જરૂર હતી, ને કંપની એને બધી સગવડ આપવા તૈયાર હતી.
તાત્કાલિક બધા પેપર વર્ક ને પતાવી રીમાને ન્યુયોર્ક સ્થ્ળાંતર કરવામા કંપની ને કોઈ તકલીફ ના પડી. રીમાને કંપની તરફ થી રહેવા માટે સરસ મજાનુ અપાર્ટમેન્ટ જે બરાબર હડસન નદીના કિનારે હતુ તે આપવામા આવ્યું. ચાલીને દસ મિનિટ મા સ્ટેશન પહોંચી જવાય અને પાથ(ટ્રેન) પકડી અર્ધા કલાકમા ઓફિસ. મુંબઈમા રહેલી રીમાને ટ્રેનની મુસાફરી કાંઈ નવી નહોતી, નવુ જે હતું અને જેમા આસમાન જમીનનો ફરક હતો તે વાતાવરણ. આવી ત્યારથી ચારેકોર બરફના ઢગલા જ જોયા હતા. શરીર પર પોતાના વજન કરતાં વધુ વજન ગરમ કોટ ને મફલર ને ઊંચા બુટનુ હતુ.
ધીરે ધીરે રીમા ટેવાવા માંડી. હજુ બરફનુ તોફાન કેવું હોય એ જોવાનુ બાકી હતું. આજે ઓફિસ જવામા કાંઈ ને કાંઈ વિઘન આવી રહ્યું હતું.બારણુ લોક કરીને લીફ્ટ તરફ આગળ વધી ને યાદ આવ્યું સેલ ફોન ચાર્જ કરવા મુક્યો હતો તે લેવાનુ ભુલી ગઈ. બારણુ ખોલી સેલ ફોન લીધો ને ઝટપટ લીફ્ટનુ બટન દબાવ્યું. નીચે આવી જેવી બીલ્ડીંગ ની બહાર નીકળી તો જાણે ચારે તરફ સન્નાટો છવાયો હોય તેમ રસ્તો સાવ સુમસામ. આ સમયે તો લોકો સ્ટેશન તરફ જાણે ભાગતા હોય એટલી ચહલ પહલ હોય. બધા ક્યાં ગયા એવો વિચાર મગજમા આવે તે પહેલા તો પવન નો ઝપાટો, ઉપરથી બરફની વર્ષા ને પગ પણ ઉપડે નહિ એવી હાલત.
માંડ થોડા ડગલાં ચાલી ત્યાં તો પચાસ સાઈઠ માઈલની ઝડપે વાતો પવન જાણે હમણા એને ઉચકી ક્યાંક દુર ફેંકી દેશે. રીમા સજ્જડ પણે પગ જાણે જમીનમા ખોડી ઊભી રહી. પવન ને બરફ વર્ષા મા કાંઈ દેખાય નહી કાંઈ સુઝે નહી. આંખમાથી ચોધાર આંસુની હેલી. બધા સ્વજન ના ચહેરા મનમા ઉભરાવા માંડ્યા. ફરી કોઈને મળાશે કે નહિ?
અચાનક જાણે મા અમેરિકન વયોવૃધ્ધ ના રૂપે વહારે ધાયા. આવીને રીમાની સામે ઊભા રહ્યા. બેટા કાંઈ તકલીફ છે? રસ્તા વચ્ચોવચ કેમ ઊભી છે? આવા તોફાનમા બહાર નીકળવાની હિંમત કેમ કરી? રીમા ઘડીભર અવાચક બની જોઈ રહી. માંડ મોઢામા થી શબ્દ નીકળ્યા. મારે સ્ટેશન જવું છે પણ મારાથી એક ડગલું પણ ચલાતું નથી આ પવન જાણે મને ક્યાંનો ક્યાંય ફેંકી દેશે. વૃધ્ધે રીમાનો હાથ પકડી પોતાની પાંખમા લઈ ધીરે ધીરે સ્ટેશન તરફ પ્રયાણ કર્યું.વૃધ્ધને તો બીજી દિશામા જવું હતું પણ રીમાને રસ્તા વચ્ચે અસહાય ઊભેલી જોઈ મદદે આવ્યા. છેક સ્ટેશન પહોંચાડી.
રીમા આ ગેબી મદદ ને હજુ મનમા ઉતારે, આભારના બે શબ્દ કહે તે પહેલાતો એ વૃધ્ધ જાણે સફેદી ની ચાદર મા ઓગળી ગયો.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા. તા ૦૫/૧૨/૨૦૧૪

This entry was posted in Short stories. Bookmark the permalink.

4 Responses to રીમા

 1. devikadhruva says:

  What an experience! Waaau…
  God blessed Rima.

  Like

 2. vijayshah says:

  Wow!.. chamtkaaro aaje pan thaay Che…

  Like

 3. રાજેશ પટેલ says:

  માનવતા મારી નથી પરવારી, આખી દુનિયામાં સર્વત્ર મદદની ભાવના રહેલી જ હોય છે, માટે જ જીન્દગી જીવવા જેવી લાગે છે.

  Like

 4. Trupti Thakkar says:

  Really good store n experience. maa hamesha bhakto na sahare aave j che.. 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s