પ્રેમ

બાળકો નો પ્રેમ પણ અજબ હોય છે. અહીં અમેરિકામા હું નાના બાળકો સાથે કામ કરૂં છું. કોઈ મંદ બુધ્ધિના કોઈ Autistic, કોઈ વિકલાંગ. ત્રણ વર્ષની વયે મારા ક્લાસમા આવે અને છ વર્ષના થાય એટલે બીજા ક્લાસમા જાય. બે થી ત્રણ વર્ષનો અમારો નાતો. આટલા સમયમા પણ એક અજબનો સંબંધ આ બાળકો સાથે જોડાઈ જાય. એમના તોફાનો અને અમારી વઢ, એમનુ રિસાવાનુ અને અમારૂ મનાવવાનુ.બસ જાણે દરેક બાળકની નાડ અમારા હાથમા હોય. કોને કેમ સમજાવવું, કોને કેમ ગુસ્સો કરવો અને છતાંય એ દોડીને અમારી જ પાસે આવે એ કાંઈ નાનીસુની વાત નથી.
હું કે સમન્થા અમે ક્યારેક બન્ને મા થી એક ગેરહાજર હોઈએ તો બાળકો ના વર્તનમા તરત જ ફેરફાર જોવા મળે. બિજું જે મદદમા આવ્યું હોય તે અમને તરત શિરપાવ આપે.”કેવી રીતે તમે આ બાળકોને સંભાળો છો? અમને તો ગાંઠતા પણ નથી” નાના ભુલકાં ને તમે શું સજા પણ કરી શકો?
આ બાળકો ના સાચા પ્રેમનો અનુભવ હમણા મને થયો. પ્રશાંતની(મારા પતિ) ની તબિયત અચાનક બગડવાથી એમને હોસ્પિટલમા દાખલ કરવા પડ્યા. હું લગભગ ચારેક દિવસ સ્કુલમા ના જઈ શકી.સમન્થા મને રોજ મેસેજ કરતી, આજે ડેનિયલે આમ કર્યું, તસનીમ રોજ આવીને પુછે છે “Where is Ms Munshaw” વગેરે.
ચાર દિવસ પછી હું લગભગ અડધા દિવસ માટે સ્કુલે ગઈ. ક્લાસમા દાખલ થતાં તો જાણે એક તોફાન ધસી આવ્યું એવું લાગ્યું. જેનેસીસની નજર સહુ પહેલા મારા પર પડી. મીસ મુન્શા કરતી દોડતી આવીને મને વળગી પડી.સાથે જ બીજા બાળકો પણ મને ઘેરાઈ વળ્યા.એમના ચહેરા ખીલી ઉઠ્યા. સહુથી વધુ અમારો એ.જે. એ બાળક વ્હીલચેરમા છે. મુન્શા મુન્શા કરતો એટલો એ ઉછળી રહ્યો કે મને થયું એનો બેલ્ટ ના તુટી જાય. બાજુની ખુરશી એક હાથે પકડી જોરથી “sit, sit” અહીં બેસ અહીં બેસ કરીને કિલકારી કરવા માંડ્યો.
મારી આંખોમા થી અવિરત આંસુ ઉભરાઈ રહ્યા.આ બાળકોના પ્રેમ સામે વાચા મૌન બની ગઈ. ક્યાંય સુધી હું એ સૌના મસ્તક પર હાથ ફેરવતી બેસી રહી.
ઘણા બધાની પ્રાર્થના નુ ફળ છે કે મારા પતિ સાજા સમા ઘરે આવી ગયા પણ કદાચ સહુથી વિશેષ આ નિર્દોષ ભુલકાંઓ ની મુંગી પ્રાર્થના હશે જે એમના આ પ્રેમ મા છલકી રહી.

શૈલા મુન્શા. તા.૦૩/૨૧/૨૦૧૪

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to પ્રેમ

  1. રાજેશ પટેલ says:

    દુનિયાનો સર્વ શ્રેઠ પ્રેમ બાળકો તરફથી જ મળે છે, કારણ કે તે નિર્દોષ હોય છે.
    નસીબદાર વ્યક્તિઓને જ બાળકો સાથે કામ કરવાનું મળે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s