ખુમારી

આઈરીન એટલે હાસ્ય નો ખજાનો. હમેશ હસતો મુસ્કુરાતો ચહેરો. જ્યારે એ આઠ વર્ષની હતી ત્યારે માબાપ બ્રઝિલ થી અમેરિકા આવીને વસ્યા.આઈરીન ને નાનપણથી શિક્ષીકા બનવાનો શોખ અને તે એણે પુરો પણ કર્યો. છેલ્લા પચીસ વર્ષથી પ્રાથમિક શાળામા ચોથા ધોરણ ના વિધ્યાર્થીઓ ને ભણાવતી. ક્યારેય એને ઘરે રહેવુ ના ગમે.
મોટાભાગની સ્પેનિશ સ્ત્રી ની જેમ આઈરીનની સામાન્ય ઊંચાઈ પણ બાંધો એકવડો એટલે ચાલ પણ ઝડપી. જ્યાં જાય ત્યાં આજુબાજુ ખુશી ને સ્ફૂર્તિ નો માહોલ આપોઆપ રચાઈ જાય.
મારો ને એનો પરિચય લગભગ દશ વર્ષથી. અમે બન્ને એક જ શાળામા સાથે કામ કરીએ.૨૦૧૨ ની શરૂઆતમા એને ખબર પડી કે લીવર નુ કેન્સર છે. પ્રાથમિક અવસ્થામા જ ખબર પડવાથી તરત જ સારવાર શરૂ થઈ ગઈ. રેડિએશન કેમો થેરપી વગેરે. એની આડ અસર પણ દેખાવા માંડી. વાળ ખરવા માંડ્યા, આંખની પાંપણ પણ ખરી ગઈ, પણ એના ચહેરાનુ હાસ્ય ના ખર્યું. રેડિએશન લઈને પણ સ્કુલે આવવાનુ અને માથે સ્કાર્ફ બાંધીને પણ આવવાનુ. વેદના ની કોઈ નિશાની ચ્હેરા પર ફરકવા ના દે.
થોડા વખત પછી જ્યારે રેડિએશન બંધ થયું ત્યાર પછી સરસ મજાની વીગ પહેરીને આવવા માંડી. પોતાની જાત પર પણ હસી શકે. જમવાના સમયે કોઈ શિક્ષીકા ને સરસ મેકપ મા જુવે એટલે હસે “યાર હમણા સવારના મારો સમય ઘણો બચી જાય છે. મેકપ કરવા માટે વહેલા નથી ઉઠવું નથી પડતું.
ગયા વર્ષે નિવૃતિ લેવાનો વિચાર કરતી હતી, પણ માંડી વાળ્યો. ઘરે રહી ને શું કરવું?
હમણા બે દિવસ પહેલા અમે જમવાના સમયે સાથે થઈ ગયા. એ જ ખુશખુશાલી ચહેરા પર. મને કહે “Ms Munshaw 55 and up” મને તો કાંઈ સમજ જ ના પડી. મને કહે “હવે આ વર્ષે તો હું ખરેખર નિવૃતિ લેવાની છું, અને અમે અહીં થી બીજે રહેવા જવાના છીએ. ઘણા વર્ષ નોકરી કરી હવે જીવનની બીજી બાજુ પણ માણી લઉં.”
અહીં ટેક્ષ્સાસ મા જ એક નાનુ શહેર છે જ્યોર્જ ટાઉન અને ત્યાં એક કોમ્યુનીટી ખાસ બનાવવામા આવી છે જ્યાં ૫૫ વર્ષથી વધુ વયના માણસો માટે ઘર ઘણા ઓછા ભાવે મળે. ઉપરાંત અંદર જ ઘણી જાતની પ્રવૃતિ માટે નાની નાની ક્લબ. તમને જે શોખ હોય તે તમે પુરા કરી શકો. માટી ના વાસણ બનાવવા હોય, બાગકામ કરવું હોય, પત્તા રમવા હોય, તરતા શિખવું હોય, ટુંકમા તમને તમારી ઉમરના લોકો નો સાથ મળી રહે.
હું ને મારા પતિ અમે બન્ને જણ ત્યાં રહીશું.મને મન થશે તો ત્યાં પાસેની સ્કુલમા અઠવાડિયામા બેત્રણ દિવસ જઈને લાઈબ્રેરી મા પુસ્તકો ગોઠવવામા મદદ કરીશ. પાછી મને હસતાં હસતાં કહે “મે તો મારા પતિને કહી દીધું છે કોઈ ગમી જાય તો મને બતાડી રાખજે, એને જરા તારા સ્વભાવથી પરિચીત કરી દઉં જેથી હું ઉપર જઉં ત્યારે એને તકલીફ ના પડે”
આઈરીન ગઈ પછી મને બીજા શિક્ષકે કહ્યું કે આઈરીન નુ કેન્સર વકર્યું છે અને ખબર નહિ હવે વરસ કે છ મહિના કેટલો સમય એની પાસે છે?
આઈરીનની ની આ ખુમારીને હું મનોમન વંદી રહી.
(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા. તા ૦૨/૦૨/૨૦૧૪

This entry was posted in Short stories. Bookmark the permalink.

7 Responses to ખુમારી

  1. vijayshah says:

    saras vaartaa Che.. vikasaavo

    Like

  2. devikadhruva says:

    ખુબ સરળ અને સહજ શૈલીમાં લખાયેલ મનનીય વાત.

    Like

  3. રાજેશ પટેલ says:

    પાણીમાં જાળ નાખેલી હોય તો પણ તેમાં તરતી માછલી નિર્ભયતાથી તરતી જ રહે છે. માનવી ઈચ્છે તો અનેક મુસીબતોની વચ્ચે પણ તેનું જીવન સરળતાથી સરતું રાખી શકે છે.. આપણી આસપાસ આઈરીન જેવી અનેક વ્યક્તિઓ વસતી રહે છે. જે ભીતરમાં દુઃખનો અહેસાસ હોવા છતાં હસી શકે છે અને આસપાસના લોકોને હસાવી શકે છે. આવી જિંદાદિલ વ્યક્તિઓ જ સાચું જીવન જીવે છે, બાકી મુસીબતો તો કોના જીવનમાં નથી હોતી? નાનકડી પણ મોટો બોધપાઠ આપતી સુંદર ઘટના. સરળ ભાષામાં રજૂઆત ખુબ ગમી.

    Like

  4. prafula says:

    saras rite raju karali satyaghtna upar adharit varta.

    Like

  5. nilam doshi says:

    great..salam..salam

    Like

  6. That is the way to live in life. With Pride.

    Like

  7. આપની સત્ય ઘટના પર આધારિત વાર્તા વાંચતા “આનંદ” ફિલ્મમાં દર્શાવેલું રાજેશ ખન્નાનું પાત્ર યાદ આવી ગયું.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.