ઈસ્માઈલ

આ વર્ષે એક નવો છોકરો ક્લાસમા આવ્યો છે નામ એનુ ઈસ્માઈલ. પહેલા તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષા ના શબ્દો અને ભારતિય ભાષા ના શબ્દો ઘણા મળતા આવે છે. સંસ્કૃતિ પણ ઘણી મળતી આવે.
બીજા મેક્સિકન બાળકો ની જેમ ઈસ્માઈલ પણ તંદુરસ્ત અને ગોળ ચહેરો. મા બાપ ઘણા જુવાન અને પ્રેમી પંખીડા ની જેમ બન્ને સાથે મુકવા આવે. દેખાઈ આવે કે ઈસ્માઈલ ને વધુ પડતા લાડ લડાવવામા આવી રહ્યા છે. ઈસ્માઈલ એમના રહેઠાણ ના સ્થળે બીજા બાળકોને રમતા ધક્કો મારી પાડી નાખે વગેરે વાતો એમણે જ અમને કહી હતી અને રમત ના મેદાન મા અમે પણ એ જોયું.
સ્વભાવિક જ અમારે ફક્ત ઈસ્માઈલ નહિ પણ બીજા બાળકોની સુરક્ષા નો પણ ખ્યાલ રાખવાનો હોય એટલે થોડી સમજાવટ થોડા કડક થઈને એ આદત દુર કરવામા સફળ થયા. ધીરે ધીરે ઈસ્માઈલ બધા સાથે હળી ગયો.
ખરી મજાની વાત હવે આવે છે. આ વર્ષે અમારા બાળકો દર વખત કરતાં બોલકાં વધારે છે. ત્રણ વર્ષનુ બાળક ક્લાસમા આવે ત્યારે ચુપચાપ હોય પણ થોડા જ સમય મા સંગત ની રંગત લાગી જાય. બીજું દુનિયા મા આમ તો મદદ કરનાર શોધવા પડે પણ અમારા ક્લાસમા એની કોઈ કમી નહિ.
અમારા ક્લાસની જેનેસિસ બપોરે ઘરે જવાના સમયે જે મા કે બાપ પોતાના બાળકને લેવા આવે એમને તરત જ દોડીને બાળકનુ દફતર એનો નાસ્તાનો ડબ્બો કે જે વસ્તુ હોય તે મા બાપના હાથમા જઈને આપી આવે. હમેશ મદદ કરવા તત્પર.
આજે જ્યારે મોનિકા ના પિતા એને લેવા આવ્યા કે તરત જેનેસિસ દફતર લેવા દોડી અને દફતર લઈ મોનિકા ના પિતા ના હાથમા આપ્યું. અચાનક ઈસ્માઈલનો ભેંકડો સંભળાયો. એક ક્ષણ તો હું ને સમન્થા હક્કબક્કા થઈ ગયા. અચાનક ઈસ્માઈલને શું થયું! એ ભાઈ પણ ઊભા થઈને સેવાનુ કામ કરવા માંગતા હતા પણ મોડા પડ્યાં.ઈસ્માઈલના રડવાનુ કારણ સમન્થાને ના સમજાયું પણ મને ખ્યાલ આવી ગયો. તરત મે મોનિકા ના પિતાને કહ્યું”મહેરબાની કરી મને દફતર પાછું આપો”
દફતર લઈ ઈસ્માઈલના હાથમા આપ્યું અને જાણે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ ઈસ્માઈલ ગર્વભેર દફતર મોનિકા ના પિતા ના હાથમા આપી આવ્યો. એનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો.
ગાલ પર આંસુ અને હાસ્ય નુ એ અનુપમ ર્દશ્ય આ બાળકો સાથે કામ કરવાનો ઉત્સાહ હમેશ જીવંત રાખે છે.
રોજની આ મસ્તી અને એમનો વિશ્વાસ એમની માનસિક વિકલાંગતા ને ભુલાવી વધુ વહાલ જગવે છે.

શૈલા મુન્શા. તા ૦૧/૩૦/૨૦૧૪

Posted in: રોજીંદા પ્રસંગો Edit This

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

One Response to ઈસ્માઈલ

  1. રાજેશ પટેલ says:

    બાળકો સાથે કામ કરવાની મજા એ હોય છે કે તેમાં માત્ર નિર્દોષ આનંદ જ પ્રાપ્ત થાય છે, અને આ આનંદ માત્ર એ વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે કે જે વાસ્તવિક રીતે શિક્ષક હોય છે. આપશ્રી પણ હદયથી શિક્ષક હોઈ એવો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છો, આપનો આ આનંદ સદા ટકી રહો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s