આવી પાનખર!

કદી ધાર્યું નહોતુ આવશે પાનખર,
પણ ભર વસંતે આવી પાનખર!

વૃક્ષે વિંટળાતી એ વેલ ને ફુટી એક કુંપળ,
લહેરાય એ કુંપળ, તે પહેલા આવી પાનખર!

છબી મનોહર કલ્પી મનગમતા સાથ ની
ચિતરાય અવનવા રંગે, તે પહેલા આવી પાનખર!

હૈયા મહી સળવળે સપના માઝમરાત ના,
આવે અસવાર આંગણ, તે પહેલા આવી પાનખર!

કદી એમ ધાર્યું નહોતું, આવશે પાનખર,
ઘવાઈ જીંદગી ને, ભર વસંતે આવી પાનખર!

શૈલા મુન્શા. તા ૦૧/૨૧/૨૦૧૪

This entry was posted in poems. Bookmark the permalink.

3 Responses to આવી પાનખર!

 1. chaman says:

  સુંદર! ક્રુતિ ગમી!!
  ‘ચમન’

  Like

 2. રાજેશ પટેલ says:

  ધાર્યું ન થાય અને અણધાર્યું થાય એનું નામ જ જીવન.
  દરેક પ્રક્રિયા તેના ચોક્કસ સમયે જ થાય તો ઈશ્વરમાં કોણ શ્રદ્ધા રાખશે?
  ઈશ્વર પર શ્રદ્ધા જાગે તેવા વિચારો વ્યક્ત કરતી
  અને
  મનુષ્ય નહિ પણ ઈશ્વર બળવાન છે તેવું સ્મરણ કરાવતી
  આપની કૃતિ લય, તાલ અને શબ્દ પસંદગીની રીતે પણ પ્રસંશનીય છે.
  આપની રચના ગમી. અભિનંદન તેમજ
  મારી સાથે આપની રચના શેર કરવા બદલ આભાર

  Like

 3. ilaben says:

  Pankhar rutuni pan avi kruti bani shake ..teni rachna saras kari chhe.a rutuni kalpana jivanni vednane op api.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s