એ વાત ગમતી નથી

સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.

ચણાય ઈમારત જો મજબૂત તો વાંધો નહિ,
ખંડેર ઈમારતો ની હાય, એ વાત ગમતી નથી.

ક્યાં સુધી વેઠવી વેદના, એ આવશે કે નહિ?
આવી ને દ્વાર અટકી જવાની, એ વાત ગમતી નથી.

પચાવી હળાહળ સહુ બની શકતા નથી નીલકંઠ,
હરદમ પચાવી ઝેર જીવવું, એ વાત ગમતી નથી.

મન ની મુરાદ કરવા પુરી સાબદાં સહુ બને
ઉઘડે આંખ ને સપના ખરે, એ વાત ગમતી નથી.

સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.

શૈલા મુન્શા. તા ૧૧/૨૦/૨૦૧૩

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

8 Responses to એ વાત ગમતી નથી

  1. SARYU PARIKH says:

    સરસ લખાણ. ‘ઇશ્વર’ ‘હિસાબ’ પણ વાંચી. સમય સાથે આપણા બધામાં પ્રગતિ થઈ રહી છે. સરસ.
    સરયૂ

    Like

  2. NAVIN BANKER says:

    ખુબ સરસ.. આવું ને આવું લખતા રહો અને ખુબ ખુબ પ્રગતિ કરો. You deserve it.
    નવીન બેન્કર

    Like

  3. RAJESH PATEL says:

    ખુબ સરસ. સપના જોવા પણ જોઇએ અને તેને પૂરા પણ કરવા જોઇએ.

    Like

  4. ‘ગમતી નથી’ એ રદીફની સાથે કાફિયા મેળવ્યા હોત તો ભાવોને વધારે ઊઘાડ મળત…..પહેલા શેરમાં (મક્તામાં) ‘ખોલવી ગમતી નથી’ લીધું તે રીતે બીજા શેરોમાં કાફિયા તરીકે બોલવી,તોલવી,ખોલવી વગેરે કાફિયા આવી શકે તો ગઝલને ઓપ મળે….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s