એમી

એમી હવે તો સાત વર્ષની થઈ. મને યાદ છે જ્યારે એ ત્રણ વર્ષની હતી અને મારા ક્લાસમા આવી ત્યારે એનો રૂવાબ જોવા જેવો હતો. એ જાણે અમારા બધાની બોસ હતી. નાનકડી અમથી પણ જમાદાર. રમતિયાળ હસમુખી પણ ધાર્યું ન થાય તો ગુસ્સો જોવા જેવો.
ખરેખર તો એના જાતજાતના તોફાનો અને બાળ સહજ કરતુતો એ મને રોજીંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને આજે તો એ રોજીંદા પ્રસંગો “બાળ ગગન વિહાર” પુસ્તક રૂપે પ્રસિધ્ધ થયા છે.
હું માનસિક રીતે પછાત બાળકો સાથે કામ કરૂં છું પણ બધા બાળકો એ શ્રેણીમા ના આવે. ઘણાની વાચા પુરી રીતે ખુલી ન હોય અથવા ઘણા “Autistic” બાળકો હોય જે દરેક વસ્તુ અમુક પધ્ધતિસર કરવા ટેવાયેલા હોય અને એમા બદલાવ આવે તો એમનો ગુસ્સો સંભાળવો મુશ્કેલ થઈ પડે. આ બાળકો ત્રણ વર્ષે સ્કુલ શરૂ કરી શકે અને ઘણા અમારી એમી જેવા હોય જે માબાપના વધુ પડતા લાડ પ્યારને કારણે થોડા જીદ્દી થઈ ગયા હોય.
એમી જ્યારે આવી ત્યારે એવી જ હતી. બધા પર એની દાદાગીરી ચાલે. હસમુખી એવી કે વઢવાનુ મન ન થાય પણ ધીરે ધીરે એ બધા સાથે ભળવા માંડી અને એક વર્ષમા તો એવી હોશિયાર થઈ ગઈ કે ચાર વર્ષની થઈ કે અમે એને નિયમિત Pre-K ના ક્લાસમા મોકલી આપી. નાની હતી ત્યારે પણ કાંઈ થાય તો દોડતી મારી પાસે આવતી અને મારી સોડમા લપાતી. દાંત દુખતો હોય, કોઈ બાળકો સાથે રમતના મેદાનમા કાંઇ થાય, મીસ મુન્શા એને માટે અંતિમ આશરો.
આજે એમી સાત વર્ષની થઈ. બીજા ધોરણમા આવી. રોજ સવારે બસમાથી ઊતરી મને આવીને ભેટે. હજી પણ મારી સોડમા લપાય. કાલે તો બસમા થી ઉતરતા વેંત મને આવી વળગી પડી. ચહેરો રડું રડું. કારણ પુછ્યું તો કહે “મીસ મુન્શા પેટમા દુખે છે”. બધા કામ પડતા મુકી મારે એને નર્સ પાસે લઈ જવી પડી.
એમી જાણે મારૂં પહેલું માનસ સંતાન. એની લાગણી ને પ્રેમ મારા માટે હજી પણ એટલો જ. આજે પણ એની વાત, ફરિયાદ એના ક્લાસ ટીચરને કરવાને બદલે મને કરે.
આ બાળકો ની લાગણી એમનો પ્રેમ જ મને જાણે જીવંત રાખે છે ને ખુદની તકલીફ ભુલી ને કામ કરવાનો ઉત્સાહ પ્રેરે છે.

શૈલા મુન્શા.. તા૧૦/૨૮/૨૦૧૩

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

5 Responses to એમી

 1. Satish Parikh says:

  Sorry, I will write in English tis time, but I will write in Gujarati next time for sure.
  Your memories and stories with school children is really appealing. It requires lots of patience and peaceful mind to deal with these students. You’re remarkably exceptional in this field, otherwise I have seen most of the teachers always complain about their students.

  Like

 2. Kartik Pandit says:

  Shaila….very insightful….I am happy that this and such incidents keep you going near to your chosen destination v/s drifting thru life like many of us….sometimes it may be worth your while to ask this question to your self , and keep the answer with only….does Amis of the world needs Shailas of the world or Shailas of the world need Amis ? …..kartik

  Like

 3. રાજેશ પટેલ says:

  ફરી એક વાર આપની જમાદાર એમીને મળવાની તક આપે આપી.
  તમે એમીને રૂબરૂ મળીને ભુલી શકતા નથી
  જયારે આપે દોરેલ એમીના શબ્દચિત્રથી એમી અમારી યાદોમાં પણ વસી ગઈ છે.
  બાળકો સાથે સદા ખુશ રહો તેવી શુભેચ્છા

  Like

 4. લાગણીના જતનની ઘણી સ્પર્શનીય, મનનીય અને પ્રેરક વાતો.
  તમે તમારા વ્યવસાયનો એક આદર્શ ‘રોલ મોડેલ’ છો.
  You deserve an award or medal of an ideal “Roll Model” of your field.
  I mean it, Shailaben.

  Like

 5. dhufari says:

  બાળકોને જેના પર વિશ્વાસ બેસી જાય તે જ તેનું સર્વસ્વ હોય છે તમારી એમી જેવી જ મારી પૌત્રી ટીશા છે એટલે તમારી એમીની વાત હું બરાબર સમજી શકું છું\
  આભાર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s