હિસાબ કોણ રાખે!

ખરે એક પાન વૃક્ષ થી ને ખરે એક જીંદગી જીવનથી,
કચરાય એક પગ તળે,એક મન તળે, હિસાબ કોણ રાખે!

આથમે ના સુરજ,તો કિમત ના કોઈ અજવાસ ની,
હો ઉજાસ હરદમ, મુલ ના સમજે, હિસાબ કોણ રાખે!

જાળવ્યા જેને જતન માવજત થી ગણી આંખ ની કીકી,
આંખડી તરસતી રહે પામવા જતન, હિસાબ કોણ રાખે!

સંગ સાથી જીવન જીવવાની તમન્ના ને મોત રોકે મારગ,
અંતિમ પડાવે માંહ્યલું ઝુરે એકલતાએ, હિસાબ કોણ રાખે!

ખરે એક પાન વૃક્ષ થી ને ખરે એક જીંદગી જીવનથી,
ક્ચરાય એક પગ તળે, એક મન તળે, હિસાબ કોણ રાખે!

શૈલા મુન્શા તા. ૦૯/૨૨/૨૦૧૩

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

2 Responses to હિસાબ કોણ રાખે!

  1. chaman says:

    ખરે એક પાન વૃક્ષ થી ને ખરે એક જીંદગી જીવનથી,
    ક્ચરાય એક પગ તળે, એક મન તળે, હિસાબ કોણ રાખે!

    આ શેર્ ગમ્યો.

    “ચમન”

    Like

  2. રાજેશ પટેલ (ખંભાત) says:

    આપની કવિતાઓ ભાવની રીતે જમાવટ કરતી જાય છે.
    ભાવવાહી હોવાથી વાંચવી ગમે છે.
    આ કવિતા પણ લાજવાબ રહી.
    લખાતા રહેજો……………….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s