કોઈ ચુપ રહી જાય!

ઊઘડે જો દ્વાર હૈયાના એક બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ રહી જાય.

ઈમારત એક સર્જાઈ પ્રેમ વિશ્વાસ ના ચણતરે!
એક પથ્થર ખસે ને, બસ કડડભુસ થઈ જાય.

સળી ડાખળાં કરી ભેગા બનાવે ઘોંસલો!
બને જ્યાં ઘોંસલો ને ડાળ તુટી જાય.

દુશ્મન કરે દગો એ તો દુનિયા નો રિવાજ છે,
બને જો દોસ્ત દુશ્મન,તો વિશ્વાસ તુટી જાય!

ઊઘડે જો દ્વાર હૈયાના એક બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ રહી જાય.

શૈલા મુન્શા. તા ૦૮/૦૨/૨૦૧૩

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

6 Responses to કોઈ ચુપ રહી જાય!

 1. NAVIN BANKER says:

  ખુબ સરસ વાત કહી તમે, શૈલાબેન !
  નવીન બેન્કર

  Like

 2. chaman says:

  રદીફ અને કાફિયા સાચવ્યા છે.
  સુન્દર પ્રયત્ન.
  છંદની છનાવટ જરા અઘળી તો છે, પણ એ પણ શિખાશે જો મન હોય તો માળવે જવાય.
  ચીમન પટેલ ‘ચમન’

  Like

 3. Rajesh Patel says:

  કવિતા ઉપર પણ હાથ જામતો જાય છે. છંદ વગેરેની માથાકુટમાં ન પડતા હદયના ભાવોને વ્યક્ત કરતા રહો. કવિતા મનના સુંદર ભાવોને શબ્દોમાં અંકિત કરે છે.જે કવિતા લખી શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે, લખવાનો પ્રયાસ કરે છે અને કાવ્યમાં નિરૂપાયેલા ભાવોને આત્મસાત કરી શકે છે તેના પ્રેમ, લાગણી, ભક્તિ, કલ્પના, વિશ્વાસ, દર્દ કે ગમ, સુંદરતા જેવા ભાવો હમેશા સાચા જ હોય છે. એમાં કૃત્રિમતા હોતી જ નથી. બસ આટલું યાદ રાખી હદયના ભાવોને વ્યક્ત કરતા રહો.

  Like

 4. Ritesh Mokasana says:

  Nice poem enjoyed …

  Like

 5. viharika bakshi says:

  Very nive poem. Enjoyed it.

  Vihar.

  Like

 6. SARYU PARIKH says:

  સરસ રચના. પહેલી બે લાઈન વિશેષ ગમી.
  લખતાં, અને બ્લોગ પર મળતાં રહિયે.
  સરયૂ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s