કેમ!

રંગોની આ દુનિયામા એક માનવી બેરંગ કેમ?
ભીતર હોય રૂપ જુદું, અને બહાર જુદો રંગ કેમ!

માંહ્યલું ખદબદે બેસુમાર ક્રોધ ને નફરતથી,
મુખ પર ઓઢે મુખવટો, નમ્રતા ને પ્રેમ નો કેમ?

ધરતી ને પેટાળ ભલેને ભભુકતો હોય લાવા ભરપુર,
ધરા એ વ્હેતો એજ લાવા, બને ફળદ્રુપ જમીન કેમ!

પાનખરે ખરી પડતાં પર્ણ ને ઉજડતું દિશે એ વૃક્ષ,
સદા મહોરી ઊઠે લીલી કુંપળે, વસંતના આગમને કેમ!

મળે ના ઉત્તર કદીયે એ વાતનો, કરો લાખ જતન
વાવો બસ એક જ બીજ, ને મળે હજારો ફળ કેમ!

અનેરો કોઈ સંકેત કુદરતનો,એટલું શીખે જો માનવી
અસત્યોથી ભરી દુનિયામા, જીતે હમેશ સત્ય જ કેમ!

રંગોની આ દુનિયામા એક માનવી બેરંગ કેમ?
ભીતર હોય રૂપ જુદું, અને બહાર રંગ જુદો કેમ!

શૈલા મુન્શા. તા. ૦૩/૩૦/૨૦૧૩

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

4 Responses to કેમ!

 1. RAJESH PATEL says:

  ખુબ સુંદર. ગઝલ ગમી. કુદરતની વાતને સમજવી સરળ નથી, તેનો અણસાર આપની ગઝલમાં જોવા મળ્યો. અભિનંદન.

  Like

 2. vijayshah says:

  અનેરો કોઈ સંકેત કુદરતનો,એટલું શીખે જો માનવી
  અસત્યોથી ભરી દુનિયામા, જીતે હમેશ સત્ય જ કેમ!

  bahu ja saras. mazaa aavI gai

  Like

 3. Navin Banker says:

  મને આપની ગઝલ ગમી. બાળકો વિશેની ટૂંકી વાર્તાઓ કરતાં, મને આવી ગઝલો વધુ ગમે છે.
  આપ સરસ લખો છો. ઉત્તરોત્તર આપના લખાણનું પોત નિખરતું જાય છે.

  નવીન બેન્કર

  Like

 4. hemapatel says:

  બહુજ સરસ !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s