મીકેલ-૧

વેલેન્ટીનો અને મીકેલ લગભગ સાથે જ સ્કુલમા આવ્યા. મીકેલ વેલેન્ટીનો કરતાં બે મહિના મોટો એટલે એ બે મહિના પહેલા આવ્યો. જેવા ત્રણ વર્ષ પુરાં થયા કે એ સ્કુલમા આવવા માંડ્યો. અમારા ક્લાસમા ત્રણ વર્ષે બાળક આવવાનુ શરૂ કરે અને જલ્દી બધા સાથે ભળી ના જાય. થોડો સમય લાગે પણ મીકેલ આવ્યો ત્યારથી જ એટલો ડાહ્યો લાગ્યો. એક બે દિવસ મમ્મી મુકવા આવી ત્યારે થોડું રડ્યો પણ જેવી મમ્મી ગઈ કે થોડીવારમા ક્લાસની પ્રવૃતિ મા ભાગ લેવા માંડ્યો.
અમારા બાળકોને બસ સેવા મફતમા મળે અને જેવું બાળક દાખલ થાય કે અઠવાડિયામા એનુ નામ બસ લિસ્ટમા આવી જાય અને ઘરે થી સ્કુલ અને સ્કુલ થી ઘર બાળક એ બસમા આવી શકે. મીકેલ પણ સ્કુલ બસ મા આવવા માંડ્યો. ત્રણ વર્ષના બાળક માટે સવારના ૭.૩૦થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીનો સમય ઘણો લાંબો સમય કહેવાય. ખાસ કરીને શરૂઆતમા એક વાગ્યા સુધીમા તો એ બાળકો થાકી જાય. એટલે આ બાળકોને અમે લગભગ એ સમયે સુવાડી દઈએ. કલાકની ઊંઘ મળી જાય એટલે ઘરે જતા પહેલા થોડા સ્વસ્થ બને.બપોરના અમે એમને જ્યુસ ને કુકી કે પોપકોર્ન એવો કાંઈક હળવો નાસ્તો આપીએ ને બાળગીતો ની ગમતા કાર્ટુનો ની મુવી ચાલુ કરીએ. બાળકો હસતાં રમતા ઘરે જાય.
મીકેલ ને સુવાડવા લઈ જઈએ એટલે રોજ એક સવાલ પુછે “મુન્શા બસ?” (એટલે કે બસ કેટલા વાગે આવશે?) અને હું રોજ મારી ત્રણ આંગળી બતાડી જવાબ આપું કે ત્રણ વાગે. જવાબ સાંભળતા ની સાથે ખીલખીલાટ હસીને પોતાની નાનકડી ત્રણ આંગળી બતાવી બોલે “ત્રણ વાગે” ને એક મીનિટ મા જરા થાબડતાંની સાથે ઊંઘી જાય એવી ધરપત સાથે કે બસ આવશે અને એ મમ્મી પાસે પહોંચી જશે.
ઊંઘતા મીકેલ ના મોઢા પર એ હાસ્ય જાણે સ્થિર થઈ જાય અને એવું લાગે કે એની એ નાનકડી નિર્દોષ આંખોમા એને મા જાણે થાબડીને સુવાડાતી હશે એવું લાગતું હશે. મોટાભાગે મારો હાથ ત્યારે એના હાથમા હોય અને સલામતી નો અહેસાસ એના ચહેરા પર.
બાળકોની દુનિયા કેટલી નિરાળી છે. બાળકો ને જ્યાં પ્રેમ મળે ત્યાં એ કેટલી સહજતા ને કેટલી સલામતી ની લાગણી અનુભવતા હોય છે.
મીકેલ ની પ્રગતિ ના પ્રસંગો વારંવાર વાંચવા મળશે. બસ થોડી ધીરજ!

(મારી દિકરી શ્વેતાનો આજે જન્મ દિવસ અને એની દિકરી ઈશાની આવતા મહિને ત્રણ વર્ષની થશે. મારા સ્કુલના બાળકો ના તોફાનો ને નિર્દોષ હાસ્ય મસ્તી મા મને ઈશાની જાણે મારી પાસે છે અને એનુ બચપણ દુર રહીને પણ હું અનુભવી રહી છું એવું લાગે છે.)

શૈલા મુન્શા. તા. ૦૧/૨૦/૨013

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

3 Responses to મીકેલ-૧

 1. Prashant Munshaw says:

  I feel the same way Shaila. We hear every day that love everyone and when I read your poem or a narrative “daily incident” or a touchy article I would like to say your heart is full of love for every child. It is felt same way to every one when you share your natural and unstoppable love.
  In this moment I would like to quote few lines from your poem on Ishani’s (our grand daughter’s Birth) feels like Sweta (our daughter) just 3 years today.

  નાનકડી પરી આવી અમ જીવનમા
  ને પ્રેમ ની પરિભાષા બદલાઈ ગઈ
  દિકરી બની મા ને હું બની નાની….

  You are a giver and I thank God to be my wife and life and mother of two beautiful children.
  Let your “Prem” (love) flow elessly for everyone from your Pen and heart.

  Prashant
  Jan.20,2013

  Like

 2. hemapatel says:

  સ્કુલના બાળકોમાં પણ પોતાના બાળકોની પ્રતિતી થાય, શૈલાબેન ખરેખર આ બહુજ મોટી વાત કહેવાય.

  Like

 3. રાજેશ પટેલ says:

  બાળક પ્રેમનો સંદેશ લઈને આ પૃથ્વી પર આવે છે. બાળક પાસે નિર્દોષતા છે, સ્વાર્થ નથી. સ્વાર્થ તો તે આપણી પાસેથી જ શીખે છે. આમ સ્વાર્થ તો તેને આપણે શીખવાડીએ છીએ પણ જો તમે તેને થોડો પણ પ્રેમ આપો, તો તે “આપણું” બની જશે. આપણા દ્વારા જે પ્રેમ શાળાનાં નિર્દોષ બાળકોને મળે છે, તેનો જવાબ આપણને તેમના મીઠા સ્મિત દ્વારા મળી રહેતો હોય છે. એક શિક્ષક માટે “તેના બાળકના ચહેરા પરનું સ્મિત અને બાળકનો શિક્ષક પરનો વિશ્વાસ” આ બે ચીજ જોવા મળે તો તેવાં શિક્ષકનું જીવન ધન્ય અને આનંદથી ભરપુર બને છે. આપશ્રીના બાળકો સાથેના અનુભવો પણ આવું જ ચિત્ર રજુ કરે છે. શિક્ષક હોવું અને શિક્ષક બનવું એ બંને અલગ જ બાબતો છે. આપશ્રી આપની શાળાનાં બાળકો માટે સાચા શિક્ષક બની શક્યા છો. આપશ્રીની હૃદયપૂર્વકની કામગીરી હંમેશને માટે અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s