નજર નજર નો ભેદ

જીંદગી અને એને જોવાની દ્રષ્ટિ બધાની કેટલી નિરાળી હોય છે. માન્યતા ઓ પણ ઉમર સાથે બદલાતી રહેતી હોય છે. બાળપણ કે કુમારાવસ્થામા જ્યારે હું મારી આસપાસ કોઈ વડીલને જોતી કે એમની વાતો સાંભળતી ત્યારે લાગતું કે સાઠ વર્ષે ખરે જ એ ફક્ત તન થી જ નહિ પણ મન થી પણ વૃધ્ધ થઈ ગયા છે. એમને કાકા કે દાદા કે કાકી કે દાદી કહી બોલાવતા જરાય અજુગતું નહોતુ લાગતું. કદાચ એમા એમના ખુદના વર્તન નો પણ મોટો ફાળો હોઈ શકે. તેઓ ખુદ પોતાને વૃધ્ધ માની ને “બસ હવે તો દેવ દર્શન કરી ભગવાન નુ નામ લઈ જીંદગી પુરી કરવાની” જેવા વિચારો દર્શાવતા. બધાને આ વાત લાગુ પડે એ જરૂરી નથી પણ આ પ્રવાહ વધુ જોવા મળતો.
આ વાત કરવાનુ મન થયું એનુ એક કારણ છે.મારી અને મારા માસી ની વર્ષગાંઠ એક જ દિવસે આવે છે. હમણા બે દિવસ પહેલાં જ એમની દિકરીઓ એ માસી ની ૭૫મી વર્ષગાંઠ ઉજવી અને જે કેક બનાવડાવી હતી એ ખરેખર માસીના જીવનનુ પ્રતિબિંબ હતું. કેક પર ક્રિકેટ રમતા પ્લેયર નુ ચિત્ર, રમતના પત્તા વગેરે એમના શોખ ની ઝાંખી થાય એ જાતની કેક હતી.
માસીને ક્રિકેટ મેચ જોવાનો અનહદ શોખ છે, બહેનપણીઓ સાથે અઠવાડિએ એક વાર ભેગા થઈ પત્તા રમવાનો શોખ છે, ફરવાનો શોખ છે અને હું ખુબ ખુશ છું કે એમને આ બધા શોખ ચાલુ રાખ્યા છે.
મને બરાબર યાદ છે ૧૯૯૬ મા જ્યારે માસાનુ ઓચિંતુ અવસાન થયું ત્યારે માસી ભાંગી પડ્યા હતા. હવે જીંદગી કેમ જશે અને કેમ જીવાશે એ વિચારો મા એ ગુમસુમ રહેતા. મે એમને એક જ વાત ત્યારે કરી હતી કે “માસી રડી ને પણ જીવવાનુ છે ને હસતા મોઢે પરિસ્થિતી નો સામનો કરી ને પણ જીવવાનુ છે. તમે શું એમ ઈચ્છો છો કે તમે રોજ માંદા પડો ને દિકરીઓ પોતાની કૌટુંબિક જવાબદારી છોડી તમારી ચાકરી કરવા દોડી આવે?”
આજે મને ખુબ આનંદ છે કે માસીએ હિંમત દાખવી પોતાની જીંદગી સહ્ય બનાવી અને પોતાને મનગમતા શોખ દ્વારા જીવન જીવી ૭૫ વર્ષે પણ સદાબહાર મનથી જુવાન રહી જીવન જીવી રહ્યા છે.
મારી પણ ઉમર કાંઈ નાની નથી.સાઈઠ પુરા થયા પણ મને નથી લાગતું કે હું વ્રુધ્ધાવસ્થા ની નજીક પણ છું. આજે પણ સંગીતના તાને મને ઝુમી ઉઠવાનુ મન થાય છે. વરસતા વરસાદ મા દોડી જઈ પલળવાનુ મન થાય છે કસિનો મા જઈ ગેમ્બલિંગ જીતવા માટે નહિ, પણ મજા કરવા જવાનુ ગમે છે.
નાની હતી ત્યારે કદાચ સાઠ વર્ષની વ્યકતિ મને વૃધ્ધ લાગતી હશે પણ આજે જ્યારે હું એ વયે પહોંચી છું ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એ તો નજર નજર નો ભેદ છે. માનો તો હમેશ જુવાન નહિ તો કાયમ ઘરડાં.
માસી ને એમની ૭૫મી વર્ષગાંઠે એટલી જ શુભેચ્છા કે બસ આમ જ સદા ખુશ રહી જીવન માણતા રહો.

શૈલા મુન્શા. તા ૦૭/૨૪/૨૦૧૨

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

7 Responses to નજર નજર નો ભેદ

 1. ઉંમર કે ઘરડાપો..એ માનવીની માનસિક અવસ્થા પર આધારિત છે..૯૦ વર્ષના માનવી યુવાન રીતે જીવી યુવાન અવસ્થા રાખી જીવતો રહી શકે છે અને એ અવસ્થાએ સારી રીતે જીવી શકે છે અને ઘણાં ૪૫ પછી…માનસિક અવસ્થાને નબળી પાડી..૯૦ વર્ષની વયે પહોચી ગયો હોય તેવી જિંદગી ગુજારતો હોય છે..સદાયે એ યુવાન રહી જીવો..અને ૯૦ પછી પણ યુવાન અવસ્થા રાખી મોતને ભેટો..

  Like

 2. devikadhruva says:

  ખુબ જ સરસ અને સાચી વાત.
  જીવીએ ત્યાં સુધી મનની જુવાની અને જીંદાદિલ જીંદગાની.

  Like

 3. Navin Banker says:

  સાચી વાત છે.અમારી જ્ઞાતીમાં ભોગીલાલ નામના એક ભાઇએ પચાસ વરસની વયે ચોથી વાર લગ્ન કરેલા ત્યારે મારા ૮૫ વર્ષના દાદી કહેતા-‘ આ ભોગીયાને પચ્ચા વરહે હું હુઝ્યુ ?’ ત્યારે હું નાનો હતો એટલે મને થયું કે પચાસ વર્ષે માણસ ઘરડો ગણાય. જ્યારે હું પચાસનો થયો ત્યારે મને થયું કે ડોશી ખોટુ બોલતા હતા. હું કાંઇ ઘરડો નથી થયો. પછી તો મને સાઈઠ થયા, પાંસઠ થયા, સિત્તેર થયા ત્યાં સુધી મને એવું નહોતું લાગતું. સિત્તેર પછી જ્યારે શરીર અશક્ત થવા લાગ્યું,થાક લાગવા માંડ્યો, હાડકા દુખવા લાગ્યા, બેલેન્સ જતુ રહ્યું, અને જે ક્રિયાઓ કરતાં આનંદ આવતો હતો એ ક્રિયાઓ પ્રત્યે મન ઉદાસીનતા અનુભવવા લાગ્યું ત્યારે મને સમજાયું કે ઘડપણ શું છે ! ‘નજરનો ભેદ’ ને એવી બધી વાતો હમણાં સારી લાગશે. મનની મનાવવા માટે અને અમે હજુ ઘરડા નથી થયા એમ કહેવા માટે સારુ છે. પણ જ્યારે ખરેખર શરીર અમુક વસ્તુ કરવા માટે અક્ષમ થશે ત્યારે ઘડપણની બિહામણી વાસ્તવિકતા દેખાવા લાગશે. મન ઘરડુ નહીં,થાય. એ તો ઉછાળા મારશે, હવાંતિયાં મારશે, પણ શરીર લગામ ખેંચશે અને મન તરફડશે-જેમ આજે મારું મન તરફડે છે તેમ. અને…ત્યારે આ ‘નજર નજરનો ભેદ’…ને એવી બધી સુફિયાણી વાતો કરવી નહીં ગમે….બહેન !
  શ્રીરામ…શ્રીરામ….

  Like

 4. hemapatel says:

  તદન સાચી વાત છે, તન ઘરડું થાય છે મન તો હમેશાં જવાન હોય છે.

  Like

 5. Kartik Pandit says:

  Shaila,
  It’s interesting to read your story. The issue here is not about feeling old or young. The issue is about connect. With nuclear families and tendency of children to migrate to distant lands and with increasing longevity does the conneCtremains between the old and the young. Senior citizens who can maintain that connect or are lucky that their next generation has taken the effort to remain connected never grow old mentally, while physically its a different story. So ageing is a process which cannot be ignored and hence would be incorrect to say that u don’t age but with the connect with the next generation one tends to remain fulfilled and does not get the feeling or continued awareness or burden of ageing.

  While I agree with you on your post I tend to disagree with your overall conjuncture on the methodology of addressing the ageing issue….

  Kartik

  Like

 6. prafula says:

  absolutely right.live happily and the whole world looks beautiful.

  Like

 7. very true,you R always young @ Heart like you Masi God bless both of you
  Indu and Ramesh Shah

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s