હ્યુસ્ટન નુ ચોમાસુ

છેલ્લા ચાર પાંચ દિવસ થી હ્યુસ્ટન (અમેરિકા) મા વરસાદની મોસમ જામી છે એમ કહીએ તો કાંઈ ખોટું નથી. આમ તો અત્યારે ગરમી નો સમય છે અને પારો ૧૦૦ ડીગ્રી થી ઉપર હોય એમા કાંઈ નવાઈ પણ નથી,પણ જે રીતે આકાશ નીતરી રહ્યું છે અને ચારેકોર પાણી ની રેલમછેલ છે એ જોઈ ને મને મુંબઈના વરસાદ ની યાદ આવી ગઈ.
વરસતો વરસાદ ને નરીમાન પોઈંટની પાળ કુદાવી ભરતી ના મોજાંની વાછટ યાદ આવી ગઈ. દરિયા કિનારે બેસવું ને મોજા ની આવન જાવન બસ જોતાં રહેવું મને ખુબ ગમે છે ને જ્યારે પણ વરસાદ અનરાધાર ઝીંકાય એમા ભીજાવું ખુબ ગમે છે.કેટલીય વાર ગાડી રોકાવી નરીમાન પોઈંટ ની પાળે ઊભા ભરતી ના મોજાની વાછટ માણી છે.
આજે સવારે પણ આંખ ખુલતાં પહેલા જ ગોરંભાતા વાદળો ને ગરજંતા વાદળો વચ્ચે ફોરાંની રમઝટ ની તાન કાને પડી જાગી ને પહેલાં જ નજર કાચના દરવાજા બહાર ગઈ. દોડીને બેકયાર્ડમા જઈ ભીંજાવાનુ મન થઈ ગયું પણ કામ પર જવાની ઉતાવળ યાદ આવી ગઈ.જેવી ગાડી મા બેસી ગાડી સ્ટાર્ટ કરી અને સાથે રેડિયો શરૂ કર્યો ને ગીત ગુંજી ઉઠ્યું “આજ રપટ જઈયો તો હમે ના ભુલઈઓ” નમક હલાલ મુવી નુ ગીત અને અમિતાભ સ્મિતા પાટિલ ની જોડી નુ વરસાદ ગીત. મન તરબતર થઈ ગયું. જણે હ્યુસ્ટન ના હાઈવે પર નહિ પણ મુંબઈ લોનવલા ના રસ્તે ગાડી જઈ રહી હોય.
વરસાદ મને હમેશ નાની બાળકી બનાવી દે છે ને બધા દુઃખ દર્દને ભુલાવી મન આનંદિત કરી દે છે.

શૈલા મુન્શા. તા ૦૭/૧૨/૨૦12

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to હ્યુસ્ટન નુ ચોમાસુ

  1. hemapatel says:

    વરલી સીફેસ પર પણ આમજ મોટાં મોજાં ઉછળે છે. અને દરિયા કિનારાની વોલ આગલ ગાડી પાર્ક કરીને ગાડીની અંદર જ બેસી રહેતા અને મોજાં ગાડીની ઉપર થઈને બીજી સાઈડ પર પડતા. મારો દિકરો ત્યારે
    પાંચ વર્ષનો હતો અને હમેશા ત્યાં જવાની જીદ કરતો. એ એક એનેરો આનંદ હતો.તમારી પોષ્ટ વાંચીને મારી પણ જુની યાદ તાજી થઈ ગઈ.

    Like

  2. વરસાદમાં કૈંક તો જાદુ છે જ..દરેક વયને એ જુદી જુદી રીતે ભીજવે છે.તમારી શિશુ સહજ નિર્દોષ અભિવ્યક્તિ ગમી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s