મારિઆ

આજે હું જે મારિઆ ની વાત કરવા માંગુ છું એ મારા ક્લાસમા નથી. એના નિર્દોષપણા ની વાત મને મારી સખી દીના એ કરી.દીના પણ મારી જેમ ખાસ જરૂરિયાત વાળા બાળકો સાથે કામ કરે છે. દરેકની જરૂરિયાત જુદી જુદી હોય, અને આપણે એમની ખાસિયતને ધ્યાનમા રાખી, એમના સ્વભાવને અનુરૂપ કુનેહથી કામ કરવાનુ હોય.
મારિઆ અને એના જેવા બાળકો ની ખાસિયત એવી હોય કે એમનુ દરેક કામ એક નિયમ અનુસાર ચાલે. એમા બદલાવ આવે તો એ બાળકો વિચલીત થઈ જાય ચિઢાય જાય, ચીસાચીસ કરી મુકે. જે સમયે રમવાનુ હોય તે સમયે રમવાનુ. જો રમવાને બદલે ભણવા બેસાડીએ તો આવી બન્યું.
દીના બાળકોને રોજ સવાર ના અગિયાર વાગ્યાની આસપાસ સ્કુલના પાર્કમા રમવા લઈ જાય. એ પહેલા ક્લાસના ટીવી પર બાળકોને એજ્યુકેશનલ વીડિયો બતાડે. જ્યારે ટીવી બંધ કરવાનો સમય થાય ત્યારે રીમોટ કંટ્રોલથી ટીવી બંધ કરે. મારિઆ રોજ એ જુવે. મારિઆ “A child with autism” જેને કહે તે પ્રકારની બાળકી. આ બાળકો મંદ બુધ્ધિના ના હોય પણ એક પ્રકારના નિયમ મા જકડાયેલા હોય.
થોડા દિવસ પહેલા હ્યુસ્ટનમા લગાતાર ત્રણ ચાર દિવસ વરસાદ પડ્યો. પહેલે દિવસે તો દીના એ મારિઆને જેમતેમ સમજાવી ક્લાસમા જ રમવા નુ કહ્યું. બારી બહાર વરસાદ પડતો દેખાડ્યો. બીજે દિવસે પણ વરસાદ ને વીજળી ના કડાકા ચાલુ જ હતા. બહાર રમવા જઈ શકાય એ શક્ય જ નહોતુ દીના એ બાળકો ને જેવું કહ્યું કે આજે પણ વરસાદને કારણે બહાર રમવા નહિ જઈ શકાય કે તરત જ મારિઆ દોડતી જઈને રીમોટ લઈ આવી ને દીના ને આપતાં બોલી “stop the rain, stop the rain” (વરસાદ બંધ કરી દો, વરસાદ બંધ કરી દો)
એ નાનકડી બાળકીની સમજ પ્રમાણે બધું જ રીમોટ થી ચાલુ અને બંધ થઈ શકે.દીના બે ઘડી એની હોશિયારી અને ચપળતા જોઈ જ રહી, અને શું જવાબ આપવો એ વિચારી રહી.
કોણ કહી શકે કે આ બાળકો બીજાથી કોઈ વાતમા ઉણા ઉતરે એમ છે? “special need” ના બાળકો સાથે કામ કરવાનો આનંદ કંઈ ઓર જ હોય છે. આવા નાનકડાં પ્રસંગોથી થાક વિસરાઈ ને મન આનંદથી સભર બની જાય છે.

(દીના એ કહેલો આ પ્રસંગ એની અનુમતિ થી મારા “રોજીંદા પ્રસંગો” ની કલગી મા એક વધુ પીંછુ ઉમેર્યુ છે.)

શૈલા મુન્શા. તા ૦૫/૧૦/૨૦૧૨

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

1 Response to મારિઆ

  1. Navin Banker says:

    મારું યે મારીઆ જેવું જ છે એમ બકુમમ્મી કહે છે.દરેક કામ એક નિર્ધારીત નિયમાનુસાર ચાલે.એમાં બદલાવ આવે તો હું ચિઢાઈ જાઉં.ચીસાચીસ કરી મૂકું.છૂટ્ટો ઘા કરી બેસું.જ્યારે કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખી રહ્યો હોઊં ત્યારે મારી ‘ત્રીજી મમ્મી’જો મને કોઇ કામ બતાવે કે ખાવા ઉઠાડે તો ચિઢાઇ જાઉં.મારીઆની વાત વાંચીને મને ભાન થયું કે હું પણ કદાચ લોકોને ન દેખાય એવા AUTISM થી પીડાતો બાળક જ છું.

    નવીન બેન્કર
    ૧૧ મે ૨૦૧૨

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.