શબ્દવેધી નહિ, પ્રકાશવેધી બાણ

રાજા દશરથ પ્રખર બાણાવળી હતા અને અવાજ ના આધારે અંધારા મા પણ અચૂક નિશાન સાધી શકતા એ રામાયણ કથા તો બધા જાણે છે, પણ મારે આજે મારા અનુભવની વાત કરવી છે.
હ્યુસ્ટન એ અમેરિકા નુ એક એવું શહેર છે જ્યાં એક જ દિવસમા જુદી જુદી ઋતુનો અનુભવ થઈ શકે. આમ તો હમણા શિયાળો ચાલે છે એમ કહેવાય પણ સવારે ઠંડક બપોરે ગરમી ને સાંજ પડે વરસાદ. છેલ્લા થોડા દિવસથી સૂરજ દેવ જાણે અમારા થી રિસાઈ ગયા હોય તેમ પ્રગટવાનુ નામ લેતા નથી. દર્શન તો થાય પણ મોંઘેરા મહેમાન ની જેમ અલપ ઝલપ.
બે ત્રણ દિવસ થી તો રોજ હવામાન ના સમાચાર મા બોલાય કે સવારે ગાઢ ધુમ્મસ હશે પણ મારા સારા નસીબે મને એનો અનુભવ નહોતો થયો. કાલે રાતે સુવા જતા પહેલા સહજ જ બારી બહાર ડોકિયું કર્યું અને રાતે દશ વાગે પણ મારી ગલીમા ધુમ્મસ ઘેરાતું જોયું. મનોમન નક્કી કર્યું કે સવારે રોજ કરતાં થોડી વહેલી કામે જવા નીકળીશ.
સવારે ઝટપટ તૈયાર થઈ ગઈ કારણ ધુમ્મસ વધુ ગાઢ લાગી રહ્યું હતુ. જેવી મારી ગલીમાથી બહાર આવી ફ્રીવે તરફ પ્રયાણ કર્યું કે જાણે આંખ સામે સફેદીનો ઘેરો રંગ અને આગળ જતી ગાડી ની ઝબુકતી લાલ લાઈટ. બસ એ લાલ લાઈટ ના પ્રકાશ ના આધારે આગળ વધતા રહેવાનુ. ફ્રીવે પણ અહીંયાના સીધા સપાટ નહિ. એમા પણ ઉતાર ચઢાવ આવે. જ્યારે ઉપર જતા હોઈએ તો લાગે કે બસ આ સફેદી ના સાગરમા સમાઈ જશુ ત્યાં જ તો ગીર ના સાવજ જેવી બે ઝબુકતી લાલ લાઈટ દેખાય.
રોજની એ પંદર મીનિટ ની સફર પાર કરતાં પચીસ મીનિટ થઈ પણ ત્યારે જ મનમા વિચાર આવ્યો કે ભલે દશરથ મહાન શબ્દવેધી બાણાવળી ગણાતા હતા પણ આજે જાણે હું પ્રકાશવેધી બાણાવળી બની હતી. ઝબુકતી લાલ લાઈટ ના પ્રકાશ ના આધારે મારી ગાડી રૂપી બાણ છુટ્યું હતું અને નિર્ધારીત સ્થાને પહોંચ્યું હતું.
ધુમ્મસ ના અગાધ સાગરમા ગાડી ચલાવવાનો રોમાંચ અનોખો જ હતો.

શૈલા મુન્શા. તા ૦૨/૧૬/૨૦૧૧

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to શબ્દવેધી નહિ, પ્રકાશવેધી બાણ

 1. Chiman Patel says:

  આમ વિચારોના બાણને છોડતા રહેશો તો
  અમને વાંચવાની મઝા પડશે અને તમારો
  લેખોનો ભંડાર ભરાવા લાગશે.
  ચીમન પટેલ “ચમન”

  Like

 2. dhufari says:

  શૈલા બેન
  હાલમાં હું દિલ્હીમાં છું અહીં પણ હાલ શિયાળો ચાલે છે,જોકે અમેરિકાના હિસાબે નહિવત ઠંડી છે(૭થી૧૦ ડીગ્રી)પણ જ્યારે ન્યુયોર્ક ખાતે રહેતી મારી દીકરી આશા સાથે વાત કરું છું ત્યારે એ જ ચર્ચા હોય છે.
  ગાડી ચલાવવાનો રોમાંચ વાંચી આનંદ થયો.અમે દિલ્હીથી અમૃતસર જતા હતા ત્યારે મારો દીકરો આમજ ગાડી ચલાવતો હતો.ગાડી ચલાવવાનો રોમાંચ તો મારા નશીબમાં નથી કારણકે મને તુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવતા આવડતી નથી.એક સાવ સાચી વાત કહું હું સલ્તનત ઓફ ઓમાનમાં ૩૭ વરસ હતો અને લગભગ ૨૫ વરસ મારા પાસે ડિપાર્ટ્મેન્ટ હતો કે સ્ટાફમાં કોઇનું પણ ડ્રાઇવિન્ગ લાયસન્સ મેળવવાનું હોય તો મારો સંપર્ક કરે.મેં હજારોને લાયસન્સ અપાવ્યા પણ મારું જ કઢાવ્યું નહીં શા માટે એ કોયડાનો ઉકેલ મને મળ્યો નથી.
  અસ્તુ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s