ગોઠડી મંડાય

વહેતો આ વાયુ લઈ જાય વાત ને,
ગોઠડી મંડાય.

સરખી સહિયર, ઘાટ પનઘટ ને,
ગોઠડી મંડાય.

ભરી સભા પંખીઓએ ઝુલતા તારે ને
ગોઠડી મંડાય.

યૌવન ને પગથાર બસ મળે નજર ને,
ગોઠડી મંડાય.

ઝુલતા હિંડોળે રૂકમણિ સંગ કૃષ્ણ ને,
ગોઠડી મંડાય.

ઘડપણ ના આરે સાથી વિણ ઝુરતું હૈયું ને,
બસ ભીતર ગોઠડી મંડાય.

શૈલા મુન્શા. તા ૦૯/૦૯/૨૦૧૧

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

One Response to ગોઠડી મંડાય

 1. Navin Banker says:

  સરખી સહિયર…ને..ઘાટ પનઘટ..ને..પંખીઓ ઝુલતા તારે સભા ભરે..ને..એવી બધી કલ્પનાઓમાં રસ નથી પડતો આપણને..રુકમણી સંગ ક્રુષ્ણ ભગવાન કયે દા’ડે હેંકોળે ઝુલ્યા’તા?
  એ તો રાધા જોડે રાસડા લેવામાંથી જ ક્યાં ઉંચા આવતા’તા ?
  પણ..શૈલાબુન, તમારી સેલ્લી પંક્તિઓ બઉ ગમી, હોં !
  ઘડપણના આરે સાથી વિણ ઝુરતું હૈયું ને બસ,ભીતર ગોઠડી મંડાય..વાહ..વાહ..ઘડપણના આરે ઘણીવાર તો સાથી જોડે હોય તો યે ( યોગ્ય, સમાન અભિરુચિ વગરના સાથી માટે ) હૈયું ઝુરતું હોય અને દરરોજ ભીતરમાં ને ભીતરમાં કોઇને જોઇ જોઇને ગોઠડીઓ મંડાતી હોય ત્યારે આવી પંક્તિઓ વાંચવામાં આવે ત્યારે ખરેખર ભીતરમાં ગોઠડીઓ મંડાવવા લાગે.
  નવીન બેન્કર
  હ્યુસ્ટન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s