કુદરત ની લીલા

સફેદી ની ચાદર ચારેકોર ને રૂના ઢગલા ચારેકોર
રંગો ઢંકાયા સફેદી મહી ને થીજ્યા વૃક્ષો સફેદી મહી.

આભને અડતાં વિમાનો, બન્યા સ્થિતપ્રજ્ઞ
ન ખસે તસુભાર, અટવાયા સફેદીના હિમપ્રપાત મહી

પ્રિયજન જુએ રાહ પિયુની ને દાદીને આશ પૌત્ર મિલનની
ન જાણે કોઈ, ઘેરાયા સહુ હિમ પ્રપાત મહી.

ન થંભતી વાહનોની વણઝાર જે રસ્તે,
બન્યા સુનકાર એ રસ્તા, ને મૂર્તિમંત એ વાહનો બરફ મહી.

ભલે ને કરે લાખ ધમપછાડા એ માનવી
ને ભરે લાંબી છલાંગ આંબવા ચંદ્રને,
કુદરત ની લીલા અપરંપાર, ન કામ આવે વિજ્ઞાન
બસ ઝુકાવી શિર થાવું શરણ એ જ ઉપાય.

શૈલા મુન્શા તા. ૧/૧/૨૦૧૧ ( તાજેતર મા ન્યુ યોર્ક વગેરે જગ્યાએ પડેલ બરફ પરથી સુઝેલુ કાવ્ય)

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s